ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rajkot: મનપા-કોન્ટ્રાક્ટર સામે સફાઈ કામદારોનાં પગાર, PF, બોનસમાં ભ્રષ્ટાચારનો આરોપ

વેતન, પીએફ, બોનસ સહિતનાં મુદ્દાને લઈ સફાઈ કામદારો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.
12:03 PM Sep 15, 2025 IST | Vipul Sen
વેતન, પીએફ, બોનસ સહિતનાં મુદ્દાને લઈ સફાઈ કામદારો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.
  1. Rajkot મનપા અને કોન્ટ્રાક્ટરની વધુ એક મિલીભગત આવી સામે!
  2. સફાઈ કામમાં ભ્રષ્ટાચાર કરતા હોવાનું કારસ્તાન આવ્યું સામે!
  3. નિયમોનાં પાલનને લઈ સફાઈ કામદાર યુનિયનનાં પ્રમુખે વિરોધ કર્યો
  4. વેતન, પીએફ, બોનસ સહિતનાં મુદ્દાને લઈ સફાઈ કામદારો દ્વારા વિરોધ
  5. ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવનારને ચૂપ કરવા રૂ. 5 લાખની ઓફર!

Rajkot : રાજકોટ મનપા અને કોન્ટ્રાક્ટરની મિલિભગતનો પર્દાફાશ થયો છે. સફાઈ કામમાં થતા ભ્રષ્ટાચાર સામે સફાઈ કામદાર યુનિયન (Sanitation Workers' Union) દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે, ત્યારે ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવનારને ચૂપ રહેવા માટે રૂ. 5 લાખની ઓફર કરાઈ હોવાનો પણ આરોપ થયો છે. કામદાર યુનિયનનાં પ્રમુખે નાણાં લઈને પહોંચનારનો વીડિયો પણ ઉતર્યો હતો. વેતન, પીએફ, બોનસ સહિતનાં મુદ્દાને લઈ સફાઈ કામદારો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.

Rajkot મનપામાં સફાઈ વિભાગમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આરોપ

રાજકોટ મનપા (Rajkot Municipal Corporation) ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. રાજકોટ મનપા અધિકારી અને કોન્ટ્રાક્ટર વચ્ચે મિલીભગત હોવાનો પર્દાફાશ થયો છે. સફાઈ કામમાં વ્યાપ્ત ભ્રષ્ટાચાર સામે સફાઈ કામદાર યુનિયન દ્વારા ઊગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. પગાર, પીએફ અને બોનસ સહિતનાં મુદ્દાઓ પર આ વિરોધ થઈ રહ્યો છે. ત્યારે ભ્રષ્ટાચાર સામે આવાજ ઉઠાવનારાઓનો આવાજ દબાવવા માટે રૂ. 5 લાખની ઓફર કરાઈ હોવાનો ગંભીર આરોપ પણ થયો છે. ભ્રષ્ટ અધિકારી અને કોન્ટ્રાક્ટર સામે અવાજ ઉઠાવનારનો અવાજ બંધ કરવા માટે આ ઓફર કરાઈ હોવાનો આક્ષેપ છે.

આ પણ વાંચો - Revenue Talati Exam : ઉમેદવારો માટે મહત્ત્વનાં સમાચાર, મુખ્ય પરીક્ષાની સંભવિત તારીખ જાહેર!

સફાઈ કામદારોનાં પગાર, પીએફ, બોનસ મામલે નિયમનો ભંગ!

આરોપ અનુસાર, સફાઈ કામદારોનાં પગાર, પીએફ અને બોનસ મામલે નિયમોનું યોગ્ય રીતે પાલન થતું નથી. આથી, સફાઈ કામદાર યુનિયન (Sanitation Workers' Union) દ્વારા આ અંગે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. ત્યારે કોન્ટ્રાક્ટ જી.ડી.અજમેરાનાં સુપરવાઈઝર જયદીપ આહિરને 5 લાખ રૂપિયા રોકડા રાત્રે દેવા જતા વીડિયો ઉતારી સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું, કોન્ટ્રાક્ટરનો માણસ જ્યારે નાણાં લઈને પહોંચ્યો ત્યારે વાલ્મિકી સમાજ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. આ મામલે પોલીસ મથકમાં અરજી પણ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. કામદાર યુનિયન પ્રમુખ અને વાલ્મિકી સમાજના આગેવાન પારસ બેડીયા અને સફાઈ કામદારો દ્વારા લઘુતમ વેતન,પીએફ, બોનસ સહિત મુદાઓને લઈ લડત આપવામાં આવી રહી છે.

આ પણ વાંચો - Kidnapping of a Woman: Gandhinagar ના Dahegam માં પ્રેમલગ્ન કરનાર યુવતીનું LIVE અપહરણ

રાજકોટ મનપામાં વ્યાપ્ત ભ્રષ્ટાચાર અને કોન્ટ્રાક્ટરની મિલિભગત સામે સવાલ..!

- મનપાનાં કોન્ટ્રાક્ટર સામે આવાજ ઉઠાવનારને દબાવવા દબાણ કેમ?
- કોન્ટ્રાક્ટર સામે અવાજ ઉઠાવનારનો અવાજ બંધ કરવા 5 લાખ રૂપિયાની ઓફર!
- કોન્ટ્રાક્ટર ખોટું કરી રહ્યા છે તો મનપા કેમ નથી લેતી કોઈ પગલાં?
- શું કોન્ટ્રાક્ટર અને મનપા અધિકારીઓ વચ્ચે સાઠગાંઠ છે?
- અજમેરા પાસે રાજકોટ મનપાનાં અલગ-અલગ અનેક કોન્ટ્રાક્ટ?
- તમામ કોન્ટેક્ટમાં શું લાલિયાવાડી ચાલે છે?

આ પણ વાંચો - વર્ક વિઝા કૌભાંડમાં પકડાયેલા હસીમ લોઢાના આઠ દિવસના રિમાન્ડ કોર્ટે કર્યા મંજૂર

Tags :
CorruptionGD AjmeraGUJARAT FIRST NEWSJaideep AhirParas BediaRAJKOTRajkot Municipal Corporationrajkot policeRMCRMC ContractorsSanitation Workers' UnionTop Gujarati NewsValmiki Samaj
Next Article