Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Rajkot BJP Manifesto: ભાજપના સંકલ્પ પત્રમાં રાજકોટ માટે શું છે ખાસ? જાણો મેટ્રો સિટી બનવા માટેનો માસ્ટર પ્લાન

Rajkot BJP Manifesto: રાજકોટ મહાનગરપાલિકા (RMC) ની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી દ્વારા તેનું ચૂંટણી ઢંઢેરો એટલે કે ‘સંકલ્પ પત્ર’ (Manifesto) જાહેર કરવામાં આવ્યું છે.
rajkot bjp manifesto  ભાજપના સંકલ્પ પત્રમાં રાજકોટ માટે શું છે ખાસ  જાણો મેટ્રો સિટી બનવા માટેનો માસ્ટર પ્લાન
Advertisement
  • રાજકોટ (Rajkot) મનપા ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર
  • મંત્રી જીતુભાઈ વાઘાણીએ સંકલપ પત્રની આપી માહિતી
  • ''અમારો સંકલ્પ પંત્ર અમાર માટે ગીતાજીનો ગ્રંથ''
  • રાજકોટમાં અમને કોઈ હરાવી શકે તેમ નથી: જીતુભાઈ
  • રાજકોટને 'મેટ્રો સિટી' તરીકે વિકસાવાશે: જીતુભાઈ

Rajkot BJP Manifesto: રાજકોટ મહાનગરપાલિકા (RMC) ની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી દ્વારા તેનું ચૂંટણી ઢંઢેરો એટલે કે ‘સંકલ્પ પત્ર’ (Manifesto) જાહેર કરવામાં આવ્યું છે. રાજકોટના પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી અને અનિરુદ્ધભાઈ દવેએ પત્રકાર પરિષદ (Press Conference) યોજીને આગામી 5 વર્ષના રોડમેપની વિગતો આપી હતી. જીતુભાઈ વાઘાણીએ આ સંકલ્પ પત્રને ભાજપ માટે 'ગીતાજીનો ગ્રંથ' ગણાવતા વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે રાજકોટમાં ભાજપને કોઈ હરાવી શકે તેમ નથી.

Rajkot BJP ના સંકલ્પ પત્રના મુખ્ય મુદ્દાઓ

પરિવહન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર: રાજકોટને 'મેટ્રો સિટી' (Metro City) તરીકે વિકસાવવામાં આવશે અને શહેરમાં મેટ્રો ટ્રેન દોડાવવાનું મહત્વનું વચન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત નવા બ્રિજ, સાંઢિયા પુલ અને કાલાવડ રોડ પર સિગ્નેચર બ્રિજનું (Signature Bridge) લોકાર્પણ કરાશે. નવા રિંગ રોડને ફોર-ટ્રેક (Four-track) કરવાની પણ જાહેરાત કરાઈ છે.

Advertisement

પાણી અને પાયાની સુવિધાઓ: દરેક વોર્ડમાં રોડ, ડ્રેનેજ અને સાફ-સફાઈની સુવિધા સાથે નાગરિકોને દરરોજ 20 મિનિટ સુધી શુદ્ધ પાણી (Pure Water) આપવાનો સંકલ્પ લેવાયો છે.

Advertisement

આરોગ્ય અને શિક્ષણ: શહેરના દરેક ઝોનમાં મિની હોસ્પિટલ (Mini Hospital) અને સ્માર્ટ સ્કૂલ (Smart School) તૈયાર કરવામાં આવશે. તેમજ દરેક વોર્ડમાં અદ્યતન લાયબ્રેરી (Library) ઉભી કરાશે.

મહિલા અને રોજગાર: મહિલાઓ માટે સ્પેશિયલ હોકર્સ ઝોન (Hawkers Zone) તૈયાર કરાશે અને રોજગાર તેમજ ઔદ્યોગિક વિકાસ માટે ખાસ આયોજન કરવામાં આવશે.

ડિજિટલ સેવાઓ: જન્મ-મરણના દાખલા અને સરકારી કચેરીની કામગીરીમાં લાઈનોમાંથી મુક્તિ અપાવવા માટે ઓનલાઇન (Online System) વ્યવસ્થા મજબૂત કરાશે.

ટેક્સમાં રાહત: સોલાર ઉર્જા (Solar Energy) વપરાશકર્તાઓ અને સિનિયર સિટીઝન માટે કરવેરામાં વિશેષ વળતર યોજના લાવવાની જાહેરાત કરાઈ છે.

જીતુભાઈ વાઘાણીના વિપક્ષ પર આક્ષેપ

આ પ્રસંગે જીતુભાઈ વાઘાણીએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ માત્ર ખોટા આક્ષેપો કરે છે અને લોકો હવે તેમને સ્વીકારવા તૈયાર નથી. તેમણે ઉમેર્યું કે ચૂંટણી સમયે ઉંચા કુદકા મારતા નેતાઓ મત ગણતરી (Counting) વખતે ભાજપ તરફી વાતાવરણ જોઈ લેશે.

આ પણ વાંચો:  Gujarat Local Body Elections 2026: ભાજપ, કોંગ્રેસ અને AAP એ જાહેર કર્યા સ્ટાર પ્રચારકો, જાણો કોનો સમાવેશ થયો

Tags :
Advertisement

.

×