Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot : કડકડતી ઠંડીમાં બુટલેગરોની ઠંડી રૂરલ LCB એ ઉડાડી! વિદેશી દારૂ, 5 ગાડી સાથે 3 ઈસમની ધરપકડ

આ કેસમાં હજું પણ 9 આરોપી પોલીસ પકડથી દૂર છે.
rajkot   કડકડતી ઠંડીમાં બુટલેગરોની ઠંડી રૂરલ lcb એ ઉડાડી  વિદેશી દારૂ  5 ગાડી સાથે 3 ઈસમની ધરપકડ
Advertisement
  1. Rajkot રૂરલ પોલીસની મોટી કાર્યવાહી
  2. 1512 વિદેશી દારૂની બોટલ, 5 કાર સાથે 3 ઇસમની ધરપકડ કરી
  3. પોલીસે કાર્યવાહી કરી કુલ રૂ. 31.08 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

31 ડિસેમ્બર નજીક આવતા જ બુટલેગરો અને નશાખોરો સક્રિય થયા છે અને દારૂની હેરાફેરી શરૂ કરી છે. ત્યારે કોટડાસાંગાણીના નવી ખોખરી ગામની સિમમાંથી રાજકોટ રૂરલ LCB એ (Rajkot Rural LCB) 1512 વિદેશી દારૂની બોટલ અને 5 કાર સાથે 3 શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Ahmedabad : MLA Amit Shah શાસન અધિકારી પર બરોબરનાં બગડ્યા, કહ્યું - આને કાઢી મૂકો..!

Advertisement

1512 વિદેશી દારૂની બોટલ, 5 ગાડી, રોકડ સહિત કુલ 31.08 લાખનો મુદ્દામાલ જપ્ત

રાજકોટ રૂરલ LCB ના (Rajkot Rural LCB) PI વી.વી.ઓડેદરાનાં માર્ગદર્શન હેઠળ PSI એચ.સી.ગોહિલ સહિતનો સ્ટાફ નાઇટ પેટ્રોલિંગમાં હતો, દરમિયાન રૂરલ LCB નાં હેડ કોન્સ્ટેબલ અનિલભાઈ ગુજરાતી, ભગીરથસિંહ જાડેજા, વાઘાભાઈ આલ અને મહીપાલસિંહ ચુડાસમાને મળેલ બાતમીનાં આધારે રાજકોટ જિલ્લાનાં કોટડાસાંગાણીનાં નવીખોખરી ગામની સીમમાં ફોરેસ્ટની વિડીની બાજુમાં પડતર ખેતરમાંથી વિદેશી દારૂનાં (Foreign alcohol) કટિંગ સમયે જ રૂરલ LCB બ્રાન્ચે દરોડો પાડતા 1512 વિદેશી દારૂની બોટલો કિંમત રૂ. 12,47,040/-, 5 વાહન અને રોકડ મળી કુલ 31,08,090 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

Advertisement

આ પણ વાંચો - Surat : કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR Patil ના હસ્તે 2959 આવાસોની ફાળવણી, વિપક્ષ પર આકરા પ્રહાર!

9 ઇસમોને હજું પણ પકડવાનાં બાકી

પોલીસે વિજયસિંહ ઉર્ફે રવિરાજસિંહ ચંદુભા જાડેજા, હરદિપસિંહ બહાદુરસિંહ ગોહિલ અને સત્યેન્દ્રસિંહ ગમેરસિંહ સેકતાવતને દારૂના જથ્થા સાથે પકડી પડ્યા હતા. કોટડાસાંગાણીનાં નવીખોખરી ગામની સીમમાં દારૂનાં દરોડો પાડવામાં આવ્યો, જેમાં અજયસિંહ ઉર્ફે ઘનુભા ચંદુભા જાડેજા, (ઇંગ્લીશ દારૂનો જથ્થો મંગાવી દારૂનું કટીંગ કરનાર મુખ્ય આરોપી), જયપાલસિંહ દીગુભા જાડેજા (દારૂનો જથ્થો લેવા આવનાર તથા મજૂરો લાવનાર), કરણસિંહ રાઠોડ (દારૂનો જથ્થો મોકલનાર), નવઘણ વેરશી ભરવાડ, સુખા નાગજી ભરવાડ અને કેશરીસિંહ દેવીસિંહ રાઠોડ (દારૂનો જથ્થો હેરફેર કરનાર મજૂર) અને ત્રણ અજાણ્યા ઇસમો સહિત કુલ 9 ઇસમોને પકડવા પોલીસ દ્વારા ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે.

અહેવાલ : વિશ્વાસ ભોજાણી, રાજકોટ

આ પણ વાંચો - ભરૂચનાં 'નિર્ભયાકાંડ' નાં કલંક બાદ Sabarkantha માંથી આવી હૈયું કંપાવતી ઘટના!

Tags :
Advertisement

.

×