રાજકોટ LCB ની મોટી સફળતા: એક જ દિવસમાં બે મોટા દરોડા, લાખોનો દારૂ કબજે
- Rajkot Fake Liquor Raid : નકલી દારૂની ફેક્ટરી અને અનોખું નેટવર્ક ઝડપાયું!
- વિંછીયાના અમરાપુરમાંથી નકલી ઈંગ્લિશ દારૂ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ
- ખાલી બોટલો, કેમિકલ અને સ્ટીકરો સાથે લાખોનો મુદ્દામાલ LCB એ કબજે કર્યો
- મેટોડામાં પશુઓની દવાની ડોલમાં દારૂ છુપાવી વેચવાનો નવો કીમિયો પકડાયો
- વોટ્સએપ કોલ દ્વારા ગ્રાહકો સાથે સંપર્ક કરતો બુટલેગર વશરામ વકાતર જેલહવાલે
Rajkot Fake Liquor Raid : રાજકોટ ગ્રામ્ય પોલીસ (Rajkot Rural Police) ની લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ જિલ્લામાં ચાલતા દારૂના કાળા કારોબાર પર બેવડો પ્રહાર કર્યો છે. પોલીસને બે અલગ-અલગ દરોડામાં મોટી સફળતા મળી છે, જેમાં એક સ્થળેથી નકલી દારૂ બનાવવાની ફેક્ટરી (Fake Liquor Factory) ઝડપાઈ છે, તો બીજી તરફ પશુઓની દવાની આડમાં દારૂની હેરાફેરી કરવાનો કીમિયો પર્દાફાશ થયો છે. આ બંને કાર્યવાહીમાં પોલીસે લાખોનો મુદ્દામાલ (Seized Goods) કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો : Rajkot: મહિલા પ્રતિનિધિના નામે પતિદેવોનો વહીવટ હવે નહીં ચાલે,રાજકોટ DDOનો આકરો પરિપત્ર
Rajkot Fake Liquor Raid : ધમધમતી નકલી દારૂની ફેક્ટરી
પ્રથમ બનાવમાં, રાજકોટ રૂરલ LCB ને બાતમી મળી હતી કે વિંછીયા (Vinchhiya) તાલુકાના અમરાપુર ગામમાં ખેતરમાં મકાન ભાડે રાખીને નકલી ઈંગ્લિશ દારૂ બનાવવામાં આવી રહ્યો છે. પોલીસે દરોડો પાડતા ત્યાંથી બ્રાન્ડેડ દારૂની ખાલી બોટલો, સ્ટીકરો, કેમિકલ અને પેકિંગ મશીનરી મળી આવી હતી. આરોપીઓ સસ્તો દારૂ કે કેમિકલ ભેળવીને તેને મોંઘી બ્રાન્ડની બોટલમાં પેક કરતા હતા. આ રેડમાં પોલીસે જીતેશ સોલંકી અને પ્રદીપ સાગઠીયા સહિત બે સગીરોને ઝડપી લીધા છે, જ્યારે મુખ્ય સૂત્રધાર રણજીત વસાણી ફરાર હોવાથી તેની શોધખોળ ચાલુ છે.
રાજકોટ રૂરલ ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા
વિંછીયાના અમરાપૂરમાંથી નકલી દારૂ બનાવી ફેકટરી ઝડપાઇ
અમરાપુરમાં બાતમીના આધારે રૂરલ ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડ્યા#RajkotRuralPolice #Vinchhiya #FakeLiquorFactory #LiquorSeized #AlcoholBan #Amrapur #GujaratFirst pic.twitter.com/aqDBykuUvC— Gujarat First (@GujaratFirst) February 7, 2026
પશુઓની દવાની ડોલમાં દારૂની હોમ ડિલિવરી
બીજા અને વધુ ચોંકાવનારા કિસ્સામાં, પોલીસે મેટોડા GIDC (Metoda GIDC) વિસ્તારમાંથી એક શખ્સને ઝડપી પાડ્યો છે જે પોલીસથી બચવા ગજબનો કીમિયો અજમાવતો હતો. આરોપી વશરામ વકાતર પોતાની બોલેરો કારમાં પશુઓને પીવડાવવાની દવાની પ્લાસ્ટિકની ડોલો (Cattle Medicine Buckets) રાખતો હતો, પરંતુ તેમાં દવાની જગ્યાએ વિદેશી દારૂની બોટલો સંતાડેલી હતી. તે વોટ્સએપ કોલ (WhatsApp Call) દ્વારા ઓર્ડર લેતો અને દવાની આડમાં દારૂ પહોંચાડતો હતો. પોલીસે તેની પાસેથી 10 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.
Rajkot | પશુઓની દવાની ડોલમાંથી નીકળ્યો દારૂ! | Gujarat First
રાજકોટમાં પશુ દવાની આડમાં દારૂના નેટવર્કનો પર્દાફાશ
મેટોડા ગામમાં બોલેરો કારમાંથી દારૂ મળી આવ્યો
પશુઓની દવાની ડોલમાંથી દારૂ મળી આવ્યો
વશરામ વકાતરની રૂરલ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી
વસરામ દારૂ પહોંચાડવા વોટ્સએપ કોલથી… pic.twitter.com/HscuwQbreT— Gujarat First (@GujaratFirst) February 7, 2026
પોલીસની લાલ આંખ અને તપાસનો ધમધમાટ
આ બંને કાર્યવાહીએ સાબિત કર્યું છે કે બુટલેગરો (Bootleggers) પોલીસથી બચવા નિતનવા પેતરા રચી રહ્યા છે. નકલી દારૂ લોકોના સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો હોવાથી પોલીસે આ નેટવર્કને મૂળમાંથી ઉખેડવા તપાસ તેજ કરી છે. પકડાયેલા આરોપીઓના રિમાન્ડ મેળવીને દારૂનું રો-મટીરીયલ ક્યાંથી આવતું હતું અને કોને સપ્લાય થતું હતું તેની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો : Gujarat: ઓસ્ટ્રેલિયામાં PR ના ચક્કરમાં યુવકે તાંત્રિક વિધિમાં લાખો રૂપિયા ગુમાવ્યા


