Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot: બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો, રૂરલ SOG દ્વારા કાર્યવાહી શરૂ

રાજકોટ જિલ્લામાં ડિગ્રી વગર દવાખાનું ખોલી લોકોની સારવાર કરતાં હતા
rajkot  બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો  રૂરલ sog દ્વારા કાર્યવાહી શરૂ
Advertisement
  • રૂરલ SOG દ્વારા બે બોગસ ડોકટરોને ઝડપી પડાયા
  • લોધિકા અને ગોંડલ તાલુકામાંથી બોગસ ડોકટરો ઝડપાયા
  • ડિગ્રી વગર દવાખાનું ખોલી લોકોની સારવાર કરતાં હતા

Gujarat માં બોગસ ડોક્ટરોનો (Bogus Doctors) રાફડો ફાટ્યો તેવો ઘાટ સર્જાયો છે. અમદાવાદ, રાજકોટ, સુરત, બનાસકાંઠા સહિત વિવિધ જિલ્લાઓમાં ડિગ્રી વગરનાં અને બોગસ ડિગ્રી સાથેનાં નકલી તબીબો ઝડપાયા છે. ત્યારે હવે ફરીથી રાજકોટ રૂરલ SOG દ્વારા બે બોગસ ડોકટરોને ઝડપી પાડવામાં આવ્યા છે. જેમાં લોધિકા અને ગોંડલ તાલુકામાંથી બોગસ ડોકટરોને પકડ્યા છે.

Advertisement

રાજેશ મારડીયા અને રાજુ ચૌહાણ નામના વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યા

રાજેશ મારડીયા અને રાજુ ચૌહાણ નામના વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યા છે. બન્ને રાજકોટ જિલ્લામાં ડિગ્રી વગર દવાખાનું ખોલી લોકોની સારવાર કરતાં હતા. લોધિકા તાલુકાના ઢોલરા અને ગોંડલ તાલુકાના સડક પીપળીયામાંથી બોગસ ડોકટર ઝડપતા સ્થાનિકોમાં ચર્ચા શરૂ થઇ છે. તેમાં રાજકોટ રૂરલ SOG દ્વારા બંને પાસેથી એલોપેથીક દવાનો જથ્થો પણ કબ્જે કર્યો છે. તથા રૂપિયા 32 હજારથી વધુની કિંમતની દવા કબ્જે કરવામાં આવી છે. ત્યારે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) મેદાને આવ્યું છે અને મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રીને પત્ર લખી જૂના કાયદામાં ફેરફાર કરવા માગ કરી છે.

Advertisement

60 વર્ષ જૂના કાયદામાં ફેરફાર કરવા IMA ની માગ!

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્યમાં એક પછી એક ઝોલાછાપ તબીબોની (Bogus Doctors) ધરપકડની ઘટનાઓ સામે આવતા હવે આ મામલે ઈન્ડિયન મેડિકલ એસોસિએશને (IMA) મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રીને પત્ર લખી બોગસ ડોકટરો સામે કાર્યવાહીનાં જૂના કાયદામાં ફેરફાર કરવાની માગ કરી છે. લોકોનાં આરોગ્ય સાથે ચેડાં કરતા ઇસમોને માત્ર સામાન્ય સજા મળતી હોવાથી કોઈ જ અસર થતી નથી. જરૂરી લાયકાત ધરવતા ન હોય તેવા લોકોએ મેડિકલ પ્રેક્ટિસ એક્ટ 1963 પ્રકરણ 5 થી પ્રતિબંધ ફરમાવેલ છે. 60 વર્ષ પહેલાં કાયદો અમલમાં લાવવામાં આવેલ છે જે આજે પણ યથાવત છે, જેમાં હવે ફેરફાર કરવાની જરૂર છે.

Advertisement

દંડ અને સજામાં વધારો કરવા માગ

ઈન્ડિયન મેડિકલ એસોસિએશને (IMA) પત્ર લખીને જણાવ્યું કે, બોગસ ડોકટર ઝડપાય તો પ્રથમ ગુનામાં 500 રૂપિયા દંડ અને કેદની સજા થતી નથી. જ્યારે બીજી વાર પકડાય તો 500 રૂપિયા દંડ અને 6 માસની કેદની જોગવાઈ છે. જો પછી પકડાય તો 2 વર્ષ સજા અથવા રૂ. 2000 નો દંડ અને બંનેની પણ અમલવારી થઈ શકે તેમ છે. આ સજા અને દંડ હાલનાં સમયમાં નહિંવત છે, જેથી અભ્યાસ વગર મેડિકલ પ્રેક્ટિસ (Medical Practice) કરતા લોકોને કાયદાનો ડર રહ્યો નથી. આથી, કાયદામાં ફેરફાર કરી દંડ અને સજામાં વધારો કરવા માગ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Gujarat: ઈલેક્ટ્રોથર્મની ઓફિસમાં EDના દરોડા, 33.67 કરોડ ફ્રીઝ કર્યા

Tags :
Advertisement

.

×