Rajkot : 'અસલી' કચેરીમાં 'નકલી' દસ્તાવેજનું મસમોટું કૌભાંડ! આ 3 સામે નોંધાઈ પોલીસ ફરિયાદ
- Rajkot માં અસલી કચેરીમાં નકલી દસ્તાવેજનો ખેલ!
- બોગસ દસ્તાવેજ કૌભાંડ મામલે 3 સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
- જયદીપ ઝાલા, કિશન ચાવડા, હર્ષ સોની વિરુદ્ધ પોલીસ ફરિયાદ
રાજકોટમાં (Rajkot) અસલી કચેરીમાં ચાલતા નકલી દસ્તાવેજનાં કૌભાંડ મામલે પોલીસે કોમ્પ્યુટર ઓપરેટરનાં સુપરવાઈઝર સહિત કુલ 3 લોકો સામે ફરિયાદ નોંધી છે. આરોપીઓ દ્વારા કિંમતી દસ્તાવેજોનો કપટપૂર્વક નાશ કરવામાં આવ્યો હોવાનો આરોપ છે. સાથે જ ડિલિટ કરેલા દસ્તાવેજોની જગ્યાએ નકલી દસ્તાવેજોની સ્કેનિંગ કોપી કોમ્પ્યુટરમાં આરોપીઓ દ્વારા સેવ કરવામાં આવી હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
કોમ્પ્યુટર ઓપરેટરનાં સુપરવાઈઝર સહિત 3 સામે ફરિયાદ
રાજકોટમાં (Rajkot) સબ રજિસ્ટાર કચેરીમાં ચાલતા નકલી દસ્તાવેજનાં કૌભાંડ મામલે પ્રદ્યુમનનગર પોલીસ મથક (Pradyuman Nagar Police Station) ખાતે 3 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. માહિતી અનુસાર, સબ રજિસ્ટાર કચેરીનાં એક અધિકારી દ્વારા આ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદમાં સબ રજિસ્ટાર કચેરી ખાતે કોમ્પ્યુટર ઓપરેટરનાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવનાર જયદીપ ઝાલા, કિશન ચાવડા અને હર્ષ સોનીનું નામ સામેલ છે. ફરિયાદમાં આ ત્રણેય સામે ગંભીર આરોપ છે.
આ પણ વાંચો - GUJARAT કેડરના IAS અધિકારી વિક્રાંત પાંડે બન્યા દિલ્હીના નવા રેસિડેન્ટ કમિશ્નર
બોગસ ડોક્યુમેન્ટ બનાવી અસલી તરીકે ઉપયોગ કરતા હોવાનો આરોપ
ફરિયાદમાં કરાયેલા આરોપ અનુસાર, આરોપીઓ દ્વારા કચેરીમાં કિંમતી દસ્તાવેજોનો કપટપૂર્વક નાશ કરવામાં આવ્યો હતો અને હસ્તલેખિત દસ્તાવેજોનાં સ્કેનિંગ રેકોર્ડ પણ ડિલિટ કરવામાં આવ્યા હતા. આ ડિલિટ કરેલા દસ્તાવેજોની જગ્યાએ આરોપીઓએ નકલી દસ્તાવેજોની સ્કેનિંગ કોપી કોમ્પ્યૂટરમાં સેવ કરી હતી. આરોપ મુજબ, આરોપીઓ બોગસ ડોક્યુમેન્ટ બનાવી તેનો અસલી દસ્તાવેજ તરીકે ઉપયોગ કરતા હતા.
આ પણ વાંચો - Gujarat માં ભર શિયાળે પડી શકે છે વરસાદ, અંબાલાલ પટેલે કરી ગાત્રો થીજાવતી આગાહી
15 જેટલા દસ્તાવેજમાં છેડછાડ કરવામાં આવી હોવાનો ખુલાસો
આ મામલે પોલીસ તપાસમાં 15 જેટલા દસ્તાવેજમાં છેડછાડ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. મોટાભાગનાં દસ્તાવેજ 40 વર્ષથી જૂના છે. જણાવી દઈએ કે મધરવાડામાં (Madharwada) કરોડો રૂપિયાની જમીન અને અન્ય નામ આવતાં અરજી થયા બાદ આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો. આ મામલે પોલીસે આરોપીઓએ દસ્તાવેજ બનાવવા ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ ઉપયોગ કર્યો ? સ્ટેમ્પ ક્યાંથી લાવ્યા ? કોના નામે દસ્તાવેજ કર્યાં ? કોને જમીન વેચી ? સહિતનાં તમામ મુદ્દાઓ પર આરોપીઓની પૂછપરછ આદરી છે.
આ પણ વાંચો - Gopal Namkeen ની આગ માટે GST જવાબદાર? વાંચીને ચોંકી ઉઠશો