Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Rajkot : સ્કૂલ બેગ અને ગરમ ધાબળાની દુકાનમાં ભીષણ આગ

ગતરાત્રે રાજકોટના કોઠારિયા રોડ પર આવેલી ગરમ ધાબળા અને સ્કુલ બેગની દુકાનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. એક દુકાનમાં લાગેલી આગ, જોતજોતામાં બીજી દુકાન સુધી પહોંચી હતી. અને ભીષણ સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘટનાને પગલે ફાયર બ્રિગેડ દોડતું થયું હતું. બે ફાયર ફાઇટરોએ સ્થળ પર પહોંચીને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા હતા.
rajkot   સ્કૂલ બેગ અને ગરમ ધાબળાની દુકાનમાં ભીષણ આગ
Advertisement
  • રાજકોટમાં ગતરાત્રે દુકાનમાં ભીષણ આગ લાગી
  • ફાયર બ્રિગેડે કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો
  • સ્કુલ બેગ અને ગરમ ધાબળાનો મોટો જથ્થો આગમાં ખાખ

Rajkot : રાજકોટના કોઠારિયા રોડની દુકાનમાં ગત મોડી રાત્રે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આ દુકાનમાં લાખો રૂપિયાનો સ્કુલ બેગ અને ગરમ ધાબળાનો સામાન ખાખ થયો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર માલમે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા તેઓ તાત્કાલિક દોડી આવ્યા હતા. ત્યાર બાદ આગને વધુ પ્રસરતી અટકાવવામાં અને તેના પર કાબુ મેળવવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા હતા. કલાકની જહેમત બાગ આગ પર કાબુ મેળવવામાં લાશ્કરોને સફળતા મળી હતી. આ આગની ઘટના શોર્ટ સર્કિટના કારણે બની હોવાનો પ્રાથમિક અંદાજો લગાડવામાં આવી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Gujarat First (@gujaratfirst)

એક દુકાનમાં લાગેલી આગ બીજે પ્રસરી

રાજકોટ શહેરના કોઠારિયા રોડ પર પેટ્રોલ પંપની બાજુમાં ગરમ ધાબળા અને સ્કુલ બેગની દુકાના આવેલી છે. આ દુકાનમાં ગતરાત્રે અગમ્ય કારણોસર આગ લાગી હતી. જોત જોતામાં આગનું સ્વરૂપ ભીષણ બન્યું હતું. અને દુકાન તમામ બાજુએથી આગની લપટોમાં આવી ગઇ હતી. સમગ્ર ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા બે ફાયર ફાઇટરો સાથે ટીમ સ્થળ પર પહોંચી હતી. અને આગને વધતી અટકાવવા માટે તથા આગ પર કાબુ મેળવવા માટેના પ્રયત્નો તેજ કર્યા હતા. અંદાજીત એકાદ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. એક દુકાનમાં લાગેલી આગ બીજી દુકાનમાં પ્રસરી હોવાનું પણ પ્રાથમિક અનુમાન છે.

Advertisement

શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન

સમગ્ર ઘટનામાં સ્કુલ બેગ અને ગરમ ધાબળાના મોટો જથ્થો ખાખ થયો હોવાનું સામે આવ્યું છે. જેમાં સંચાલકને લાખો રૂપિયાનો ફટકો પડ્યો હોવાનું અનુમાન છે. પ્રાથમિક અંદાજ અનુસાર, આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન છે. રાત્રીના સમયે દુકાન બંધ હોવાથી જાનહાની થઇ નહતી.

Advertisement

આ પણ વાંચો -------  Surat: શિવ રેસીડેન્સીની દીવાલ ધરાશાયી મામલે 3 દિવસ બાદ તંત્ર જાગ્યું!

Tags :
Advertisement

.

×