Rajkot : શાળાઓની મનમાની! વાલીઓને ચોક્કસ દુકાનેથી શૈક્ષણિક સામગ્રી ખરીદવા કર્યો આગ્રહ
- Rajkot માં જિલ્લા શિક્ષણ અધિકારીનાં પરિપત્રનો ભંગ
- ચોક્કસ દુકાનેથી શૈક્ષણિક સામગ્રી ખરીદવા શાળાનો આગ્રહ
- નોટબુક, સ્કૂલ બેગ, પાઠ્યપુસ્તકની ખરીદી માટે લખી ચિઠ્ઠી
- મોદી સ્કૂલ અને સર્વોદય સ્કૂલનો વિદ્યાર્થી-વાલીને આગ્રહ!
રાજકોટમાં (Rajkot) ચોક્કસ દુકાનોમાંથી શૈક્ષણિક સામગ્રી ખરીદવા માટે કેટલીક શાળાઓ દ્વારા વાલીઓને આગ્રહ કરી જિલ્લા શિક્ષણ અધિકારીનાં પરિપત્રનો ભંગ કરવાનો આરોપ થયો છે. વાલીઓને ચોક્કસ દુકાનમાંથી જ નોટબુક, સ્કૂલ બેગ, પાઠ્યપુસ્તકની ખરીદી માટે ચિઠ્ઠી લખવામાં આવી છે. આ મામલે જાણ થતાં જિલ્લા શિક્ષણ અધિકારીએ (Rajkot District Education Officer) તપાસનો આદેશ આપ્યો છે.
આ પણ વાંચો - Jamnagar માં મેગા ડિમોલિશનનો બીજો દિવસ: 331 બાંધકામો હટાવાયા
ચોક્કસ દુકાનેથી શૈક્ષણિક સામગ્રી ખરીદવા શાળાનો આગ્રહ
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટમાં (Rajkot) બે શાળાઓ દ્વારા વાલીઓને ચોક્કસ દુકાનમાંથી જ શૈક્ષણિક સામગ્રી ખરીદવાનો આગ્રહ કરવામાં આવ્યો છે. મોદી સ્કૂલ (Modi School) અને સર્વોદય સ્કૂલ (Sarvoday School) દ્વારા ચોક્કસ દુકાનેથી શૈક્ષણિક ચીજ-વસ્તુઓની ખરીદી કરવા માટે આગ્રહ કરવામાં આવ્યો હોવાનો આરોપ થયો છે. આક્ષેપ મુજબ, શાળાઓ દ્વારા ચોક્કસ દુકાનેથી નોટબુક, સ્કૂલ બેગ, પાઠ્યપુસ્તકોની ખરીદી માટે ચિઠ્ઠી લખી આપવામાં આવી છે. મોંઘા ગણાતા એજ્યુમોલમાંથી જ વસ્તુઓ ખરીદી કરવા માટે કેટલીક શાળાઓએ વાલીઓને ચિઠ્ઠીઓ આપી હોવાની ફરિયાદ સામે આવી છે.
આ પણ વાંચો - Junagadh : વિસાવદરમાં કોંગ્રેસનું સ્વાભિમાન સંમેલન, શક્તિસિંહ ગોહીલની Gujarat First News સાથે ખાસ વાતચીત
નિયમ ભંગ કરનાર શાળાને 10 હજારના દંડની જોગવાઈ માત્ર કાગળ પર જ!
આ મામલે ફરિયાદ મળતા જિલ્લા શિક્ષક અધિકારી (Rajkot District Education Officer) દ્વારા તપાસનાં આદેશ આપવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે, અગાઉ રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરી પ્રાથમિક-માધ્યમિકનાં કોઈ પણ બાળક અને તેમના વાલીઓને આ પ્રકારે કોઈ પણ ચોક્કસ દુકાનમાંથી શૈક્ષણિક સામગ્રી ખરીદવા માટે દબાણ કરી શકાય નહીં તેમ જણાવવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, સરકારનાં પરિપત્ર છતાં પણ કેટલીક શાળાઓ દ્વારા નિયમોનો ભંગ કરવામાં આવી રહ્યો છે. ત્યારે નિયમ ભંગ કરનાર શાળાને 10 હજારનો દંડ કરવાની જોગવાઈ માત્ર કાગળ પર જ જોવા મળી હોય તેવા આક્ષેપ થયા છે. જો કે, હવે આ મામલે શિક્ષક અધિકારી શું કાર્યવાહી કરે છે ? તે જોવાનું રહ્યું.
આ પણ વાંચો - બકરી ઈદ પહેલાં ફૂટી નીકળેલા ગૌભક્તો કમ લુખ્ખાઓ સામે Ahmedbad Police એ 4 ગુના નોંધ્યા