Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Rajkot ની ગોંડલ ચોકડી પાસે રિક્ષાચાલક પાસેથી 50 રૂપિયા લેવા પોલીસ કોન્સ્ટેબલને પડ્યા ભારે

Rajkot : રાજકોટની ગોંડલ ચોકડી પર ટ્રાફિક પોલીસને લાંચ લેવી ભારે પડી ગઈ છે. અને આ કેસમાં કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. ટ્રાફિક પોલીસ 50 રૂપિયાની લાંચમાં 10 વર્ષ કેદ અને વચેટિયાને 7 વર્ષની કેદની સજા કોર્ટે સંભળાવી છે. સાથે બન્નેને 5 લાખ રૂપિયાનો દંડ પણ કોર્ટે ફટકાર્યો છે. જો દંડ નહીં ભરે તો વધુ એક વર્ષ કેદની સજા ભોગવી પડશે.
rajkot ની ગોંડલ ચોકડી પાસે રિક્ષાચાલક પાસેથી 50 રૂપિયા લેવા પોલીસ કોન્સ્ટેબલને પડ્યા ભારે
Advertisement
  • Rajkot સેશન્સ કોર્ટનો મહત્વનો ચુકાદો
  • કોન્સ્ટેબલ બિપિન મકાવના અને વચેટિયા દીપક પરમારને કોર્ટે સજા સંભળાવી
  • રિક્ષા ચાલક પાસે 50 રૂપિયાની લાંચ લેવામાં આવી હતી
  • ભ્રષ્ટાચારીઓ માટે લાલબત્તી સમાન ચુકાદો
  • કોર્ટનો આ એક ઐતિહાસિક અને દાખલારૂપ ચુકાદો

Rajkot : રાજકોટ સેશન્સ કોર્ટે (sessions court) એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે.  રાજકોટની ગોંડલ ચોકડી પર 8 વર્ષ અગાઉ એક એસીબી (acb) ટ્રેપ થઈ હતી અને ટ્રાફિકમેન અને વચેટિયો રૂ.50ની લાંચ લેતા ઝડપાયો હતો. ત્યારે આ કેસમાં કોર્ટે મંગળવાર (05 મે 2026) એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા બન્ને 5 લાખનો દંડ અને સજા ફટકારી છે.

ગોંડલમાં લીધી હતી લાંચ

ગોંડલ ચોકડી ઉપર 8 વર્ષ પુર્વે વાહન ચાલકો પાસેથી ઉધરાણા ચાલતા હોવાની ફરીયાદો ઉઠતા એસીબીએ છટકુ ગોઠવી રૂ.50ની લાંચ લેતા ટ્રાફીકમેન અને વચેટીયાની ધરપકડ કરી હતી જે કેસમાં કોર્ટે પોલીસમેન અને વચેટીયાને 5 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે જેમાં પોલીસમેનને 10 વર્ષની સજા અને વચેટિયાને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, જો બન્ને આરોપીઓ દંડ ના ભરે તો વધુ એક વર્ષની સજા કરવાનો કોર્ટે હુકમ કર્યો છે.

Advertisement

 rajkot gujarat first

Advertisement

Rajkot સરકારી વકીલ દ્વારા એ કેસમાં દલીલ કરવામાં આવી હતી

ગોડલ ચોકડી ઉપર પોલીસ દ્રારા વાહન ચાલકો પાસેથી ઉધરાણા ચાલતા હોવાની ફરીયાદના આધારે 4 માર્ચ 2018ના રોજ એસીબી દ્વારા રાજકોટના ગોંડલ રોડ પર હોટલ ક્રિષ્ણા પાસે 'ટ્રેપ ગોઠવવામાં આવી હતી. દરમિયાન ટ્રાફીક પોલીસમેન બિપિનભાઈ લવજીભાઈ મકવાણા અને દિપકભાઈ કાંતિભાઈ પરમાર (ખાનગી વ્યક્તિ) મારફતે લાંચની માંગણી કરી હતી. આરોપીઓએ માલવાહક રિક્ષાના ચાલક પાસેથી ગેરકાયદેસર રીતે રૂ.50ની લાંચ માંગી હતી અને ઝડપાઈ ગયા હતા. આ કેસ ચાલવામાં આવતા સરકારી વકીલ દ્વારા દલીલો કરવામાં આવી હતી જેમા કોર્ટે ટ્રાફીક પોલીસમેન બીપીન મકવાણા અને વચેટીયા દિપક પરમારને સાત વર્ષની કેદની સજા સંભળાઈ છે.

આ પણ વાંચો : Rajkot Gondal Chowkdi ગમખ્વાર અકસ્માત, સ્કોર્પિયો અને ઈકો વચ્ચેની ટક્કરમાં 2ના મોત

Tags :
Advertisement

.

×