રાજકોટમાં માનવતા શરમાઈ! સ્કૂલવાન ચાલકે ધોરણ-9ની વિદ્યાર્થિની પર આચર્યું દુષ્કર્મ
- Rajkot માં સ્કૂલવાન ચાલકે વટાવી હેવાનિયતની હદ
- વાન ચાલકે ધોરણ-9ની વિદ્યાર્થિની સાથે આચર્યુ દુષ્કર્મ
- અવાવરૂં જગ્યાએ લઈ જઈ સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ
- એક વર્ષથી આરોપીની સ્કૂલવાનમાં જતી હતી વિદ્યાર્થિની
- માલવીયાનગર પોલીસે આરોપી વાન ચાલકને ઝડપ્યો
- સગીરા સાથે વોટ્સએપમાં વાતચીત પણ કરતો હતો આરોપી
- આરોપી વાનચાલકને 12 વર્ષની દીકરી હોવાનો ખુલાસો
- પોલીસે દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો
Rajkot : રાજકોટ શહેરમાંથી માસૂમ વિદ્યાર્થિનીઓની સુરક્ષા પર સવાલ ઊભા કરતી એક અત્યંત શરમજનક અને હચમચાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક સ્કૂલવાન ચાલકે હેવાનિયતની તમામ હદ વટાવી દીધી છે. છેલ્લા એક વર્ષથી જેની વાનમાં ભરોસા સાથે શાળાએ જતી ધોરણ-9ની સગીરા (Minor) ને આ નરાધમ સ્કૂલવાન ચાલક લલચાવી-ફોસલાવી અવાવરૂં જગ્યાએ લઈ ગયો હતો અને ત્યાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની હકીકત બહાર આવી છે.
એક વર્ષથી આરોપીની સ્કૂલવાનમાં જતી હતી વિદ્યાર્થિની
આ હેવાન માત્ર સગીરાને શાળાએ લઈ જતો હતો એટલું જ નહીં, પરંતુ તે વોટ્સએપ (WhatsApp) દ્વારા સતત તેની સાથે વાતચીત કરીને તેને પોતાની જાળમાં ફસાવતો હતો. ચોંકાવનારી વિગત તો એ છે કે, આરોપી પોતે 12 વર્ષની એક પુત્રીનો પિતા છે, તેમ છતાં તેણે બીજી એક માસૂમ દીકરીની જિંદગી બરબાદ કરી નાખી છે. સમગ્ર મામલે ભોગ બનનારના પરિવારે હિંમત દાખવી પોલીસનો સંપર્ક કરતા માલવીયાનગર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને નરાધમ ચાલકને દબોચી લીધો છે. મળતી માહિતી અનુસાર, હાલમાં પોલીસે દુષ્કર્મ અને પોક્સો (POCSO) સહિતની કડક કલમો હેઠળ ગુનો નોંધી આરોપી વિરુદ્ધ કાયદેસરના ચક્રો ગતિમાન કર્યા છે.
Rajkot માં માતા-પિતા માટે લાલબત્તી સમાન ગંભીર કિસ્સો | Gujarat First
ધોરણ 9માં અભ્યાસ કરતી સગીરા પર સ્કૂલવાન ચાલકે કર્યું દુષ્કર્મ
માલવીયા નગર પોલીસે 35 વર્ષીય સ્કૂલવાન ચાલકની ધરપકડ કરી
14 વર્ષીય સગીરા છેલ્લા એક વર્ષથી આરોપીની સ્કૂલવાનમાં જતી હતી
આરોપીએ ફોન નંબર મેળવી… pic.twitter.com/0uLlzfJqEu— Gujarat First (@GujaratFirst) January 22, 2026
વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો (Rajkot)
ઉલ્લેખનીય છે કે, રાજકોટની આ ઘટનાએ સાબિત કર્યું છે કે માત્ર વાન કે રિક્ષા બાંધી દેવાથી માતા-પિતાની જવાબદારી પૂરી થતી નથી. બાળકો કોની સાથે વાત કરે છે, સોશિયલ મીડિયા પર કોના સંપર્કમાં છે અને વાન ચાલકનું વર્તન કેવું છે તેની સતત દેખરેખ રાખવી અનિવાર્ય બની ગઈ છે. હાલમાં તો પોલીસે આ નરાધમને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે અને કાયદેસરની કડક કાર્યવાહી શરૂ કરી છે.
આ પણ વાંચો : junagadh: મામાએ સગીર ભાણી સાથે અવારનવાર આચર્યું દુષ્કર્મ, માતાએ નોંધાવી ફરિયાદ


