Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot : બે વર્ષની માસૂમ બાળકીની હત્યા કેસમાં ખૌફનાક હકીકત, જનેતાએ જ જીવ લીધો!

માતાએ જ માસૂમને કૂવામાં ફેંકી હત્યા નિપજાવી હતી. થોરાળા પોલીસે હત્યારી માતાને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
rajkot   બે વર્ષની માસૂમ બાળકીની હત્યા કેસમાં ખૌફનાક હકીકત  જનેતાએ જ જીવ લીધો
Advertisement
  1. Rajkot માં બે વર્ષની માસૂમની હત્યાનાં કેસમાં મોટો ખુલાસો
  2. જન્મ આપનારી જનેતાએ જ માસૂમને મોતને ઘાટ ઉતારી
  3. બાળકી માતાનાં પ્રેમીની હોવાનું કહી પતિ શંકા કરતા કરી હત્યા
  4. થોરાળા પોલીસે હત્યારી માતાની ધરપકડ કરી
  5. 28 ફેબ્રુઆરીનાં રોજ માસૂમ બાળકીનો મૃતદેહ મળ્યો હતો

રાજકોટનાં (Rajkot) એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત 28 ફેબ્રુઆરીનાં રોજ એક માસૂમ બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલે પોલીસની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. બે વર્ષની માસૂમ બાળકીની જનેતા એ જ હત્યા કરી હોવાની હચમચાવે એવી હકીકત સામે આવી છે. બાળકી અંગે પતિને શંકા થતા અને બાળકીને માતાનાં પ્રેમીને આપી દેવાનું કહેતા માતાએ જ માસૂમને કૂવામાં ફેંકી હત્યા નિપજાવી હતી. થોરાળા પોલીસે (Thorala Police) હત્યારી માતાને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Kheda : કપડવંજ-નડિયાદ રોડ પર Thar-ST બસ વચ્ચે ગોઝારો અકસ્માત, એકનું મોત

Advertisement

પતિએ બાળકીને પ્રેમીને આપી દેવાનું કહેતા માતાએ હત્યા કરી

રાજકોટમાં (Rajkot) ગત 28 ફેબ્રુઆરીનાં રોજ બે વર્ષની માસૂમ બાળકીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી. આ મામલે પોલીસે સઘન તપાસ કરતા હવે ચોંકાવનારી હકીકત સામે આવી છે. તપાસ અનુસાર, બાળકીનાં જન્મ બાદ પિતાને શંકા હતી કે બાળક પત્નીનાં પ્રેમીનું છે. આ મુદ્દે અવારનવાર પતિ-પત્ની વચ્ચે ઝઘડા થતા હતા. દરમિયાન, પતિએ બાળકીને પ્રેમીને આપી આવવાનું કહેતા પત્નીએ બાળકીને કૂવામાં ફેંકી તેણીની હત્યા નિપજાવી હતી.

Advertisement

આ પણ વાંચો - Jantri Rate in Gujarat : 1 લી એપ્રિલથી નવી જંત્રીનો અમલ થશે ? આવ્યા મહત્ત્વનાં સમાચાર

પતિએ જ બાળકીની હત્યા કરી હોવાની કહાણી પણ ઊભી કરી હતી

આ બનાવ સંદર્ભે એરપોર્ટ પોલીસ સ્ટેશન (Airport Police Station) ખાતે ભાવના ઉર્ફે ભાવુ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જો કે, એવું પણ જાણવા મળ્યું છે કે આરોપી માતા ભાવના ઉર્ફે ભાવુ દ્વારા બાળકની હત્યા પોતાનાં પતિ દ્વારા કરવામાં આવી છે તે પ્રકારની કહાણી ઊભી કરવામાં આવી હતી. આ મામલે થોરાળા પોલીસે (Thorala Police) આરોપી માતા ભાવનાને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Ahmedabad : સ્વામિનારાયણનાં સંતોના બફાટ સામે હવે VHP મેદાને, સાધુ-સંતોને એકઠા કરશે!

Tags :
Advertisement

.

×