Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Rajkot : રાજકોટ SOG પોલીસની મોટી કાર્યવાહી, ઓરિસ્સાથી આવતા ગાંજાના જથ્થા સાથે 2ને ઝડપ્યા

Rajkot : રાજકોટ શહેર SOG પોલીસે નામચીન યુવક સહિત બે ને ગાંજા સાથે ઝડપી પાડયા છે. શહેર SOGએ 2.193 કિલ્લો ગાંજો ઝડપી 3.20 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. શરદ ઉર્ફે શિવો ભરખડા ઓટો રિક્ષાનો ચાલક અને સાયેબ ચૌહાણને ઝડપી પાડયો છે. શરદ ઉર્ફે શિવો ઓરિસ્સાથી ગાંજો લાવ્યો હતો.રાજકોટ રેલવે સ્ટેશન પોલીસ ચેકીંગ હોવાથી વાંકાનેર સ્ટેશન ઉતરી શરદ રિક્ષામાં શરદ આવતો હતો.
rajkot   રાજકોટ sog પોલીસની મોટી કાર્યવાહી  ઓરિસ્સાથી આવતા ગાંજાના જથ્થા સાથે 2ને ઝડપ્યા
Advertisement
  • Rajkot એસઓજી પોલીસે ગાંજા સાથે 2ને ઝડપ્યા
  • ગાંજો યુવાનો સુધી પહોંચે તે પહેલા ઝડપાઈ ગયો
  • રાજકોટ રૂલરમાંથી પણ ગાંજો ઝડપાયો
  • ગાંજાને લઈ રાજકોટ પોલીસ સતર્ક
  • ઓરિસ્સાના વ્યકિતએ મોકલ્યો ગાંજો

Rajkot : રાજકોટ શહેરમાં માદક પદાર્થની હેરાફેરી અટકાવવા માટે પોલીસ (police) સતર્ક છે અને કામગીરી કરી રહી છે, રાજકોટ એસઓજીને (sog) બાતમી મળી હતી કે કુવાડવા-વાંકાનેર રોડ પર રિક્ષા ચાલક (auto) અને એક શખ્સ પાસે ગાંજાનો જથ્થો છે અને અને તે લોકો છૂટક વેચાણ કરી રહ્યાં છે, તે બાતમીના આધારે તપાસ કરતા તે લોકો પાસેથી ગાંજો મળી આવ્યો હતો. તો ઝડપાયેલ શખ્સ રિક્ષા ચાલકને ભાડુ આપતો હતો અને છૂટક ગાંજાનું વેચાણ કરતો હોવાની વાત સામે આવી છે.

શરદ ઉર્ફે શીવો અગાઉ ગાંજા સાથે ઝડપાયો હતો

પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, શરદ ઉર્ફે શિવો પોતે ઓરિસ્સાથી ગાંજો લાવ્યો હતો રાયપુર ગયેલ અને રાયપુરથી વાંકાનેર સુધી ટ્રેનમાં આવેલ હતો. વાંકાનેરથી પોતે પોતાના મીત્ર સોયબને તેડવા માટે બોલાવેલ હોય અને પોતાની પાસે ગાંજાનો જથ્થો હોય રૂ.1 હજાર દેવાની વાત કરતા સોયબ રીક્ષા લઇને તેડવા આવેલ હોવાની કબૂલાત આપી હતી. શરદ ઉર્ફે શીવો અગાઉ પણ 300 ગ્રામ ગાંજા સાથે તેમજ દારૂના અનેક ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકયો છે. તે આ સાતમી વખત ઓરિસ્સાથી ગાંજો લઈ આવતો હતો.

Advertisement

rajkot gujarat first

Advertisement

રાજકોટ રૂલરમાંથી પણ ઝડપાયો ગાંજો

રાજકોટ રૂરલ SOG દ્વારા 5416.550ના 108 કિલ્લો ગાંજો સહિત 84.16 550નો મુદામાલ ઝડપી પાડ્યો છે. જસદણના શિવરાજપુર થી ઘેલા સોમનાથ રસ્તા પર પાર્કિગમાં પડેલા ટ્રકમાં ગાંજો હોવાની બાતમી મળી હતી. રાજકોટ રૂરલ SOGએ તપાસ કરતા 108 ગાંજો મળી આવ્યો હતો જેમાં ટ્રક ડ્રાઈવર સહિત બે ની ધરપકડ કરવામાં આવી છે. બોટાદના રાજુ ચૌહાણ અને કાલાવડના કાદરશાહ શેખની ધરપકડ કરવામાં આવી છે.
ગાંજો મંગાવનાર મહમંદરફીક લોધી હોવાનું સામે આવ્યું છે. અબ્દુલ્લતીફ સમા,અને સપ્લાય કરનાર ઓરિસ્સાના અલેખા બહેરા નામ ખુલ્યા છે. રૂરલ SOG દ્વારા તમામ આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો : Surat: ચૂંટણી પૂર્વે SOGનો સપાટો, 1.76 કરોડની કિંમતનો 321 કિલો ગાંજો ઝડપાયો

Tags :
Advertisement

.

×