Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot : નવા વર્ષની શરૂઆતમાં SOG ની મોટી કાર્યવાહી! લાખોનાં MD ડ્રગ્સ સાથે 1 ઝડપાયો

ઝડપાયેલ યુવક કોલેજમાં અભ્યાસ કરતો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
rajkot   નવા વર્ષની શરૂઆતમાં sog ની મોટી કાર્યવાહી  લાખોનાં md ડ્રગ્સ સાથે 1 ઝડપાયો
Advertisement
  1. Rajkot શહેર SOG S નવા વર્ષે NDPS નાં કેસની બોણી કરી!
  2. ભવાનીનગરમાંથી રૂ. 2.13 લાખનાં MD ડ્રગ્સ સાથે એક યુવકની ધરપકડ
  3. કોલેજમાં અભ્યાસ કરતા અંશુ ઉર્ફે અંશુડો ચૌહાણને જડપી પાડ્યો

રાજકોટમાં (Rajkot) માદક પદાર્થોની હેરાફેરી કરી યુવાધનને નશાનાં રવાડે ચઢાવનારાઓ સામે પોલીસ તંત્રે લાલ આંખ કરી છે. ત્યારે નવા વર્ષની શરૂઆતે રાજકોટ શહેર SOG એ રૂ. 2.13 લાખનાં MD ડ્રગ્સનાં જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે. ઝડપાયેલ યુવક કોલેજમાં અભ્યાસ કરતો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

આ પણ વાંચો - Rajkot: વીજ તારમાં ફસાયેલ પતંગ લેવા જતા બાળક ભડથું થયો

Advertisement

ભવાનીનગરમાંથી રૂ. 2.13 લાખનાં MD ડ્રગ્સ સાથે એકની ધરપકડ

રાજકોટ શહેર SOG એ (Rajkot) નવા વર્ષની શરૂઆતમાં મોટી કાર્યવાહી કરી છે. પ્રાથમિક માહિતી અનુસાર, પુષ્કરધામ રોડ પર ભવાનીનગરમાંથી રૂ. 2.13 લાખનાં મેફેડ્રોન ડ્રગ્સ (MD) સાથે એક શખ્સની ધરપકડ કરી છે. તપાસ અનુસાર, ઝડપાયેલ યુવકની ઓળખ અંશુ ઉર્ફે અંશુડો ચૌહાણ તરીકે થઈ છે. અંશુ કોલેજમાં અભ્યાસ કરતો હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે. ત્યારે, અંશુ ડ્રગ્સ ક્યાંથી લાવ્યો ? કોલેજમાં અભ્યાસ કરતો હોવાથી કોલેજનાં અન્ય યુવકોને ડ્રગ્સનાં રવાડે ચઢાવ્યા છે કે કેમ ? સહિતનાં સવાલોનાં જવાબ મેળવવા SOG વધુ તપાસ આદરી છે.

Advertisement

આ પણ વાંચો - Amreli: લેટર કાંડ પીડિતા પાયલ ગોટીના ન્યાયનો મામલો બિચક્યો, પરેશ ધાનાણી ઉપવાસ કરશે

નશામાં ધૂત યુવકે રસ્તા પર કર્યો તમાશો

ગઈકાલે રાજકોટનાં મેટોડા GIDC (Rajkot GIDC) પાસે એક યુવકે નશામાં ખેલ કર્યા હતા. જાહેર માર્ગ પર નશામાં ધૂત યુવકે તમાસો કર્યો હતો. નસામાં ધૂત યુવકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. આ વીડિયો જોઈ લોકોએ અલગ-અલગ પ્રતિક્રિયા આપી હતી અને રાજકોટમાં દારૂબંધીનાં કાયદા અને પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા. ગુજરાત ફર્સ્ટ (Gujarat First) આ વાઇરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી.

આ પણ વાંચો - Rajkot: RTOની ફાસ્ટટ્રેક કામગીરીમાં ફેસલેસ સેવાનો 1.34 લાખ લોકોએ લાભ લીધો

Tags :
Advertisement

.

×