Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Rajkot Road Accident: સલામત સવારી ST બસ બની જીવલેણ!, રાજકોટ ત્રિકોણબાગ પાસે અડફેટે લેતા વૃદ્ધનું મોત

રાજકોટના હૃદય સમાન વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં સ્પીડ અને બેદરકારીએ એક હસતા-રમતા પરિવારનો માળો વિખેરી નાખ્યો છે. રોજિંદી ચહલપહલ વચ્ચે અચાનક સર્જાયેલા આ કાળમુખા અકસ્માતે અનેક સવાલો ઉભા કર્યા છે. શું આ માત્ર એક અકસ્માત છે કે પછી તંત્રની ઘોર બેદરકારી? આ ઘટના પાછળના કરુણ સત્યને જાણવા માટે વાંચો સંપૂર્ણ અહેવાલ.
rajkot road accident  સલામત સવારી st બસ બની જીવલેણ   રાજકોટ ત્રિકોણબાગ પાસે અડફેટે લેતા વૃદ્ધનું મોત
Advertisement
  • Rajkot Road Accident: સલામત સવારી બની અસલામત!
  • રાજકોટમાં ત્રિકોણ બાગ પાસે એસટી બસની અડફેટે વૃદ્ધનું મોત
  • મૃતક 65 વર્ષીય ભરતભાઈ કામદાર હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું
  • સિટી બસ સ્ટેશન નજીક ઉભેલા વૃદ્ધને બસે ટક્કર મારી

Rajkot Road Accident: રાજકોટના હાર્દ સમાન ત્રિકોણ બાગ વિસ્તારમાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. સિટી બસ સ્ટેશન (City Bus Station) નજીક ઉભેલા 65 વર્ષીય વૃદ્ધને એસટી બસે જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ભરતભાઈ કામદાર નામના વૃદ્ધ ગંભીર રીતે ઘાયલ (Injured) થયા હતા. અચાનક બનેલી આ ઘટનાને કારણે આસપાસના લોકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.

સારવાર (Treatment) દરમિયાન અંતિમ શ્વાસ લીધા

ગંભીર ઈજાઓ પામેલા ભરતભાઈને તાત્કાલિક હોસ્પિટલ (Hospital) ખસેડવામાં આવ્યા હતા. તબીબોએ તેમને બચાવવા માટે પૂરતા પ્રયાસો કર્યા પરંતુ ટૂંકી સારવારના અંતે તેમનું મૃત્યુ (Death) નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા જ મૃતકના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. રાજકોટમાં ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં બનેલી આ ઘટનાએ સુરક્ષા (Safety) સામે સવાલો ઉભા કર્યા છે.

Advertisement

Rajkot Road Accident_GUJARAT 0

Advertisement

આ પણ વાંચો---- રથયાત્રા પૂર્વે AMC એક્શનમાં, કોટ વિસ્તારના 274 Dangerous Houses ને ફટકારી Notice

પોલીસ (Police) તપાસ શરૂ

આ બનાવ સંદર્ભે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી છે. પોલીસ કાફલાએ ઘટનાસ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી (Legal Action) હાથ ધરી છે. એસટી બસના ડ્રાઈવર સામે ગુનો દાખલ કરવાની તજવીજ ચાલી રહી છે. અકસ્માત પાછળ ડ્રાઈવરની બેદરકારી (Negligence) જવાબદાર છે કે અન્ય કોઈ કારણ, તે દિશામાં પોલીસ ઝીણવટભરી તપાસ ચલાવી રહી છે.

આ પણ વાંચો---- Kheda Accident: અમદાવાદ-વડોદરા NH 48 પર અકસ્માત, 30,000 લીટર MMA કેમિકલ ભરેલું ટેન્કર પલટ્યું


Tags :
Advertisement

.

×