Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Rajkot : એસ.ટી વોલ્વો બસની અડફેટે વૃદ્ધાનું મોત, ડ્રાઈવરની સામે પોલીસે નોંધ્યો ગુનો

Rajkot : રાજકોટમાં એક ગંભીર દુર્ઘટના બની છે જેમાં એસટી વોલ્વો બસની અડફેટે વૃદ્ધાનું મોત થયું છે, પૂરઝડપે આવી રહેલી બસે રોડ પર ઉભી રહેલી મહિલાને અડફેટે લીધી હતી અને સારવાર દરમિયાન મહિલાનું મોત થયું હતુ, તો અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે અને બસનો ડ્રાઈવર અકસ્માત સર્જીને ફરાર થયો હતો, પોલીસે ગુનો નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે.
rajkot   એસ ટી વોલ્વો બસની અડફેટે વૃદ્ધાનું મોત  ડ્રાઈવરની સામે પોલીસે નોંધ્યો ગુનો
Advertisement
  • Rajkot માં એસટી વોલ્વો બસના ચાલકની બેદરકારી
  • ડ્રાઈવરની બેદરકારીના કારણે એક મહિલાનું મોત
  • અકસ્માતના સીસીટીવી કેમેરા આવ્યા સામે
  • અકસ્માત થતા આસપાસના લોકો મદદે દોડી આવ્યા
  • 17 એપ્રિલ 2025ના રોજ બની હતી ઘટના

Rajkot : એસટી વોલ્વો બસના (st volvo bus) ડ્રાઈવર (driver) ની મોટી બેદરકારી સામે આવી છે જેમાં રોડ (road) પર ઉભી રહેલી મહિલાને બસના ચાલકે અડફેટે લીધા હતા અને મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી જયાં તેમનું ટૂંકી સારવાર બાદ મોત થયું છે, આ ઘટનાને પગલે સ્થાનિકોમાં પણ રોષ જોવા મળ્યો છે અને મહત્વની વાત તો એ છે કે, ભર બજારમાં બસના ચાલકે ફૂલ સ્પીડમાં બસ હંકારી લોકોના જીવને પણ જોખમમાં મૂકયો હતો. આવા બેદરકારી ભર્યા ડ્રાઈવિંગ (driving) ના કારણે રોડ અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે.

રોડ પર ઉભી રહેલી મહિલાને અડફેટે લેતા મોત

રાજકોટમાં એસટી વોલ્વો બસના ચાલકે મહિલાને ઉડાવી દેતા મહિલાનું સારવાર દરમિયાન મોત થયું છે, 17 એપ્રિલ 2026ના રોજ આ ઘટના બની હતી અને પાંચ દિવસ બાદ મહિલાનું મોત થયું છે, રાજકોટ બિ ડિવિઝન પોલીસે સમગ્ર મામલે ગુનો નોધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, રાજકોટના મોચી બજારના મુખ્ય રોડ પર આ ઘટના બની છે, તો ડ્રાઈવરને જાણ હતી તેમ છત્તા તે ઉભો ના રહ્યો અને ફરાર થયો હતો તો સીસીટીવીના આધારે પોલીસને ગુનો નોંધવામાં સફળતા મળી છે.

Advertisement

rajkot gujarat first

Advertisement

રાજકોટના મોચી બજારના મુખ્ય રોડ પર બની ઘટના

રાજકોટના પારેવડી ચોકમાં 17 એપ્રિલે સર્જાયો હતો અકસ્માત અને અકસ્માતના લાઇવ CCTV ફૂટેજ આવ્યા સામે જેમાં પુરપાટ ઝડપે આવતી એસ.ટી વોલ્વો બસે વૃદ્ધ મહિલાને કચડી નાખી છે, જંગલેશ્વરના હુસેની ચોકમાં રહેતા હલુબેન અબ્દુલભાઇ ચાવડાનું મોત થયું છે અને પારેવડી ચોકમાં રોડ ક્રોસ કરતા સમયે વોલ્વો બસે કચડી નાખ્યા હતા, મૃતક મહિલા મોચી બજારમાં બહેનના ઘરે જતા હતા અને તે દરમિયાન આ ઘટના બની હતી, બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વોલ્વો બસના ડ્રાઇવર રણજીતસિંહ વાઘેલા સામે ફરિયાદ નોંધાઈ છે.

આ પણ વાંચો : Rajkot ના ધોરાજી હાઈવે પર ગોઝારો અકસ્માત, ખાનગી બસ પલટતા મુસાફરો નીચે દબાયા

Tags :
Advertisement

.

×