ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

રાજકોટ એસ.ટી. વિભાગને ઉનાળુ વેકેશનનો મળ્યો લાભ, આવકમાં ધરખમ વધારો

ઉનાળુ વેકેશન 2025માં રાજકોટ એસ.ટી. વિભાગે રેકોર્ડબ્રેક 20.45 કરોડ રૂપિયાની આવક મેળવી, જે ગત વર્ષ કરતાં 14 લાખ વધુ છે. 58,000 ટ્રીપમાં 33.97 લાખ મુસાફરોએ મુસાફરી કરી, જેમાં 30,000નો વધારો નોંધાયો. મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, સુરત અને દ્વારકા જેવા રૂટ પર ભીડ વધી, જેના માટે 60થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી.
02:02 PM May 27, 2025 IST | Hardik Shah
ઉનાળુ વેકેશન 2025માં રાજકોટ એસ.ટી. વિભાગે રેકોર્ડબ્રેક 20.45 કરોડ રૂપિયાની આવક મેળવી, જે ગત વર્ષ કરતાં 14 લાખ વધુ છે. 58,000 ટ્રીપમાં 33.97 લાખ મુસાફરોએ મુસાફરી કરી, જેમાં 30,000નો વધારો નોંધાયો. મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, સુરત અને દ્વારકા જેવા રૂટ પર ભીડ વધી, જેના માટે 60થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી.
Rajkot ST Department revenue increase

Rajkot ST Department : ઉનાળુ વેકેશન દરમિયાન રાજકોટ એસ.ટી. વિભાગને મુસાફરોની ભીડ અને વધેલી મુસાફરીને કારણે નોંધપાત્ર આવક થઇ છે. આ વર્ષે રાજકોટ એસ.ટી. વિભાગે 58,000 ટ્રીપ દ્વારા 33.97 લાખ મુસાફરોને સેવા આપી, જેના પરિણામે 20.45 કરોડ રૂપિયાની આવક થઈ. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 30,000 વધુ મુસાફરોએ એસ.ટી. બસોમાં મુસાફરી કરી, અને આવકમાં 14 લાખ રૂપિયાનો વધારો નોંધાયો.

ગત વર્ષની તુલનામાં આવક અને મુસાફરોમાં વધારો

જણાવી દઇએ કે, રાજ્યના રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાંથી અમદાવાદ, સુરત, વડોદરા, દ્વારકા, સોમનાથ, ભાવનગર, ભુજ અને અમરેલી જેવા રૂટ પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી. આ ઉનાળુ વેકેશન દરમિયાન રાજકોટ એસ.ટી. વિભાગે દૈનિક 550થી વધુ બસોનું સંચાલન કર્યું, જેમાં 60થી વધુ એક્સ્ટ્રા ટ્રીપનો સમાવેશ થયો, જેનાથી મુસાફરોની સુવિધા વધી અને આવકમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો. રાજકોટ એસ.ટી. વિભાગના વિભાગીય નિયામક જે.બી. કલોતરાએ જણાવ્યું કે, ઉનાળુ વેકેશનમાં મુસાફરોની અવરજવર વધુ હોવાથી વધારાની બસોનું સંચાલન કરવામાં આવ્યું હતું. વર્ષ 2024માં રાજકોટ એસ.ટી. વિભાગે 20.31 કરોડ રૂપિયાની આવક મેળવી હતી, જ્યારે 2025માં આ આવક વધીને 20.45 કરોડ રૂપિયા થઈ. આ ઉપરાંત, ગત વર્ષે 33.67 લાખ મુસાફરોએ મુસાફરી કરી હતી, જ્યારે આ વર્ષે 33.97 લાખ મુસાફરો નોંધાયા, એટલે કે 30,000 મુસાફરોનો વધારો થયો. આ સફળતા એસ.ટી. વિભાગની સસ્તી અને સલામત સેવાને કારણે શક્ય બની, જેની મુસાફરોમાં ખૂબ માંગ રહી.

એક્સ્ટ્રા બસો અને રૂટ પર ભીડ

ઉનાળુ વેકેશન દરમિયાન રાજકોટ એસ.ટી. વિભાગે મુસાફરોની માંગને પહોંચી વળવા 60થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવી. ખાસ કરીને અમદાવાદ, સુરત, વડોદરા, દ્વારકા, સોમનાથ, ભાવનગર, ભુજ અને અમરેલી જેવા રૂટ પર મુસાફરોની સંખ્યા વધુ જોવા મળી. આ રૂટો પર દરરોજ 550થી વધુ બસોનું સંચાલન કરવામાં આવ્યું, જેના કારણે વિભાગની દૈનિક આવક 60 લાખ રૂપિયાથી વધીને 68-70 લાખ રૂપિયા સુધી પહોંચી. આ દૈનિક આવકમાં 8થી 10 લાખ રૂપિયાનો વધારો નોંધપાત્ર છે, જે એસ.ટી. વિભાગની કાર્યક્ષમતા અને મુસાફરોના વિશ્વાસને દર્શાવે છે.

રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગરમાં મુસાફરોની ભીડ

રાજકોટ એસ.ટી. વિભાગ હેઠળ રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાઓ આવે છે, જ્યાંથી મુસાફરો ઉનાળુ વેકેશનમાં હરવા-ફરવા માટે એસ.ટી. બસોને પસંદ કરે છે. આ જિલ્લાઓમાંથી ખાસ કરીને ધાર્મિક સ્થળો જેવા કે દ્વારકા અને સોમનાથ તરફ જતી બસોમાં ભારે ભીડ જોવા મળી. 5 એપ્રિલથી 25 મે, 2025 દરમિયાન આ વધારાની મુસાફરીએ એસ.ટી. વિભાગને નોંધપાત્ર આવક અપાવી. આ સમયગાળા દરમિયાન વિભાગે વધારાની બસો દોડાવીને મુસાફરોની સુવિધાનું ખાસ ધ્યાન રાખ્યું.

આ પણ વાંચો :   IPL 2025 : ઓરેન્જ અને પર્પલ કેપની રેસમાંથી આ ખેલાડીઓ થયા બહાર, હવે નવી રેસ શરૂ!

Tags :
2025 Rajkot transport dataAffordable public transport IndiaBus transport performance IndiaDaily ST bus revenueExtra ST bus tripsGujarat bus serviceGujarat FirstGUJARAT FIRST NEWSGujarat holiday travelGujarat State TransportHardik ShahHigh-demand routes GujaratMorbi bus routesMorbi summer travelPassenger growth ST busesPublic transport revenue increaseRajkot bus trafficRajkot ST departmentRajkot to Ahmedabad busRajkot to Surat travelRevenue hike in state transportRural to urban travel GujaratSomanath Dwarka tourism busesST bus passenger recordST departmentSummer transport statisticsSummer vacation travel GujaratSurendranagar bus trafficSurendranagar passenger stats
Next Article