Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Rajkot: શહેરમાં આવેલ ઉત્કર્ષ સ્કૂલમાં ત્રીજા માળેથી છાત્ર પટકાયો, અનેક ચર્ચાઓ શરૂ

Rajkot: રાજકોટ ઉત્કર્ષ સ્કૂલમાં ત્રીજા માળેથી છાત્ર પટકાયો છે. જેમાં ધોરણ 9માં અભ્યાસ કરતો ખંજન દેસાણી ઇજાગ્રસ્ત થયો છે. સાંજે 5 થી 8 વાગ્યે ટ્યુશન દરમિયાન ઘટના બની છે. જેમાં ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ લઇ જવામાં આવ્યો છે. સ્કૂલની અંદર જ સાંજના સમયે ટ્યુશન ક્લાસ ચાલે છે. જેમાં સ્કૂલ મેનેજમેન્ટે આ મામલે વાત કરવાનો ઇન્કાર કર્યો છે.
rajkot  શહેરમાં આવેલ ઉત્કર્ષ સ્કૂલમાં ત્રીજા માળેથી છાત્ર પટકાયો  અનેક ચર્ચાઓ શરૂ
Advertisement
  • Rajkot: ધોરણ 9માં અભ્યાસ કરતો ખંજન દેસાણી ઇજાગ્રસ્ત થયો
  • સાંજે 5 થી 8 વાગ્યે ટ્યુશન દરમિયાન ઘટના બની
  • ઈજાગ્રસ્ત વિદ્યાર્થી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ

Rajkot: રાજકોટ ઉત્કર્ષ સ્કૂલમાં ત્રીજા માળેથી છાત્ર પટકાયો છે. જેમાં ધોરણ 9માં અભ્યાસ કરતો ખંજન દેસાણી ઇજાગ્રસ્ત થયો છે. સાંજે 5 થી 8 વાગ્યે ટ્યુશન દરમિયાન ઘટના બની છે. જેમાં ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ લઇ જવામાં આવ્યો છે. સ્કૂલની અંદર જ સાંજના સમયે ટ્યુશન ક્લાસ ચાલે છે. જેમાં સ્કૂલ મેનેજમેન્ટે આ મામલે વાત કરવાનો ઇન્કાર કર્યો છે.

પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી નથી

પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી નથી. તેમજ સૂત્રોની માહિતી મુજબ શાળા દ્વારા મામલો દબાવવાનો પ્રયાસ છે. 50 માર્કના પેપરમાં ઓછા માર્ક મળ્યા હોવાની ચર્ચા છે. તથા શિક્ષકે અપશબ્દો બોલ્યા હોવાની વિદ્યાર્થીઓ વચ્ચે ચર્ચા છે. મળતી માહિતી મુજબ, ઉત્કર્ષ સ્કૂલના કેમ્પસમાં જ સાંજના સમયે ટ્યુશન ક્લાસીસ ચાલે છે. ધોરણ 9 માં અભ્યાસ કરતો ખંજન દેસાણી નામનો વિદ્યાર્થી સાંજે 5 થી 8 ના ટ્યુશનમાં આવ્યો હતો. આ દરમિયાન તે અચાનક સ્કૂલના ત્રીજા માળેથી નીચે પટકાયો હતો.

Advertisement

Rajkot: આ ઘટના બાદ સ્થાનિક સ્તરે અનેક ચર્ચાઓએ જોર પકડ્યું

આ ઘટના બાદ સ્થાનિક સ્તરે અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. પ્રાથમિક રીતે આ અકસ્માત હોવાનું જણાઈ રહ્યું છે, પરંતુ બીજી તરફ એવી પણ ગંભીર આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે, શું કોઈ શિક્ષક અથવા અન્ય વિદ્યાર્થી દ્વારા તેને ધક્કો મારવામાં આવ્યો હતો? સૌથી વધુ આશ્ચર્યની વાત એ છે કે આટલી મોટી ઘટના બની હોવા છતાં સ્કૂલ મેનેજમેન્ટે આ મામલે મીડિયા સામે કંઈ પણ બોલવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે.

Advertisement

વિદ્યાર્થીની હાલત અને ઘટના પાછળનું સાચું કારણ તપાસનો વિષય

વિદ્યાર્થી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હોવા છતાં, સ્કૂલ સત્તાધીશો દ્વારા પોલીસને આ અંગે કોઈ પણ પ્રકારની જાણ કરવામાં આવી નથી, જે અનેક શંકાઓ જન્માવે છે. ઈજાગ્રસ્ત વિદ્યાર્થી ખંજન દેસાણીને તાત્કાલિક સારવાર અર્થે શહેરની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. વિદ્યાર્થીની હાલત અને ઘટના પાછળનું સાચું કારણ તપાસનો વિષય છે.

આ પણ વાંચો: Gujarat News: આજે 28 જાન્યુઆરી 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Tags :
Advertisement

.

×