Rajkot : અસહ્ય ગરમીથી બચવા માટે ગરબા કલાસના સંચાલકે ખેલૈયાઓને આપી ફુવારા સિસ્ટમની સુવિધા
- Rajkot માં અસહ્ય ગરમીથી લોકો કંટાળ્યા
- બફારાથી બચવા ગરબા ક્લાસીસમાં કરાયો અનોખો પ્રયોગ
- ગરબા રમતી વખતે ખેલૈયાઓ પર ફુવારા દ્વારા સતત પાણી પડતું રહે છે
- કાળઝાળ ગરમીમાં કામ વિના બહાર ન નીકળવા આરોગ્ય વિભાગની અપીલ
- ફુવારા સિસ્ટમથી ખેલૈયાઓને ગરમીથી મળી રાહત
Rajkot : રાજકોટ શહેરમાં અસહ્ય તાપમાનમાં (temperature) બફારાથી બચવા ગરબા ક્લાસીસમાં (garba classes) કરાયો અનોખો પ્રયોગ.દેવ ગ્રુપ ગરબા ક્લાસમાં ખેલૈયાઓને ગરમીમાંથી રાહત અપાવવા ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરાયો છે. શહેરમાં બપોરે 43 ડિગ્રી જેટલું અસહ્ય તાપમાન બાદ રાત્રે પણ લોકોને ભારે બફારામાં હેરાન થવું પડે છે. ગરબા રમતી વખતે ખેલૈયાઓ પર ફુવારા દ્વારા સતત પાણી (water) પડતું રહે તેવી પદ્ધતિ રાખતા ખેલૈયાઓને મોટી રાહત મળી છે. કાળઝાળ ગરમીમાં બપોરે 12 વાગ્યાથી 4 વાગ્યા સુધી લોકોને ઘરમાં જ રહેવા આરોગ્ય વિભાગ દ્વારા પણ અપીલ કરાઈ છે.
રાજકોટમાં વધી ગરમી
ગુજરાતમાં ગરમીનો કાળો કહેર જોવા મળ્યો છે. રાજકોટ શહેરમાં પણ ગરમીનું તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે તેની વચ્ચે લોકો ઘરની બહાર નીકળતા પણ વિચાર કરી રહ્યાં છે. મહત્વનું છે કે, રાજકોટ શહેરમાં બપોરના સમયે સુમસામ માહોલ રોડ પર જોવા મળે છે. તો આરોગ્ય વિભાગ દ્વારા પણ ગરમીથી બચવા માટે ગાઈડલલાઈન બહાર પાડી છે અને ગરમીથી લોકોએ બચવું જોઈએ અને કામ વિના બહાર નીકળવું તેવી અપીલ કરવામાં આવી છે. રાજકોટમાં જેમ જેમ દિવસ આગળ વધતો જાય છે તેમ તેમ ગરમીનું પ્રમાણ વધતું જાય છે.
Rajkot ગરમીને લઈ ઓરેજન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે
અમદાવાદ,ગાંધીનગર અને રાજકોટ જેવા શહેરોના માર્ગો પર બપોરના સમયે કફર્યૂ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ મુજબ આજે કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી અને પાટણ જિલ્લામાં ગરમીનું જોર યથાવત રહેશે. વધતી ગરમી અને હીટવેવની આગાહીને પગલે વહીવટી પ્રશાસને લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે. બપોરના 12થી સાંજે 4 વાગ્યે દરમિયાન બહાર નીકળવાનું ટાળવાની અપીલ કરી છે.
આ પણ વાંચો : Gujarat Heatwave Alert : રાજ્યમાં પ્રચંડ ગરમીને પગલે તંત્ર દ્વારા હાઈ એલર્ટ જાહેર


