Rajkot : RMC ની વેરા વસૂલાતમાં તેજી, મિલકત ધારકોએ 76.34 કરોડ રૂપિયાનો વેરો ભર્યો
- Rajkot ના સ્થાનિકોએ મનપાની તિજોરી નાણાથી છલકાવી
- અમુક નાગરિકોએ એડવાન્સ ટેક્સ ભરી રાજકોટ મનપાની તિજોરી ભરી દીધી
- રાજકોટ 1.29.629 મિલકત ધારકોએ 76.34 કરોડ રૂપિયા વેરો ભર્યો
- રાજકોટ મનપા દ્વારા એડવાન્સ ટેક્સ ભરનારને 8.63 કરોડનું ડિસ્કાઉન્ટ આપ્યું
- એડવાન્સ ટેક્સ ભરનારને 10 થી 15 ટકા વળતર આપવામાં આવી રહ્યું છે
Rajkot : રાજકોટમાં એડવાન્સ ટેકસ (Advance tax) ભરીને સ્થાનિકોએ (locals) મનપાની તિજોરી છલકાવી દીધી છે, એડવાન્સ ટેકસ ભરીને સ્થાનિકોને રૂ.8.63 કરોડનું ડિસ્કાઉન્ટ (discount) મળ્યું છે, રાજકોટ કોર્પોરેશનને (rajkot corporation) વેરા વસૂલાતમાં 22 દિવસમાં રૂ.76.34 કરોડની આવક થઈ છે. ડિજિટલ પેમેન્ટનો ક્રેઝ પણ રાજકોટમાં વધ્યો છે જેમાં 73% કરદાતાઓએ પસંદ કર્યો ઓનલાઇન માર્ગ. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નવા નાણાકીય વર્ષ 2026-27 માટે મિલકતવેરા અને પાણી વેરાની વસુલાત ઝુંબેશને કરદાતાઓ તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે.
મનપાની ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ વધુ સરળ
22 દિવસના ટૂંકા ગાળામાં જ 1.29 લાખથી વધુ કરદાતાઓએ વેરો ભરી મનપાની તિજોરીમાં રૂ.76.34 કરોડ જમા કરાવ્યા છે. 31 મે સુધી સામાન્ય નાગરિકો માટે 10% અને મહિલાઓ માટે 15% વળતર અને જૂન માસ દરમિયાન સામાન્ય માટે 5% અને મહિલાઓ માટે 10% વળતર રાખવામાં આવ્યું છે.પેમેન્ટ કુલ વસુલાતમાંથી રૂ.56.01 કરોડ જેટલી માતબર રકમ 95,896 કરદાતાઓએ ઓનલાઇન ચૂકવી છે. જ્યારે 33,733 નાગરિકોએ રૂ.20.33 કરોડ ચેક અને રોકડા મારફતે જમા કરાવ્યા છે.
Rajkot 31 મે સુધી વેરો ભરી દેવા મનપાનો અનુરોધ
ઈ-ગવર્નન્સ સેવાઓને કારણે લોકો ઘરે બેઠા જ વેરાની ભરપાઈ કરવાનું વધુ પસંદ કરી રહ્યા છે.કરદાતાઓને પ્રોત્સાહન આપવા માટે જાહેર કરાયેલ ડિસ્કાઉન્ટ યોજનાનો નાગરિકો ભરપૂર લાભ લઈ રહ્યા છે. અત્યાર સુધીમાં કરદાતાઓને કુલ રૂ.8.63 કરોડનું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે. મનપા તંત્રએ શહેરના વિકાસકાર્યોમાં સહભાગી થવા અને વધુમાં વધુ ડિસ્કાઉન્ટ મેળવવા માટે 31 મે સુધીમાં વેરો ભરી દેવા નાગરિકોને અનુરોધ કર્યો છે.
આ પણ વાંચો : Election Result 2026 : રાજકોટ મહાનગર પાલિકામાં 72 બેઠકમાંથી 32 બેઠક ભાજપને ફાળે


