Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot : વેરો બાકી હોય તો RMC ખાનગી મિલકતો સીલ કરે, સરકારી કચેરીઓનાં કરોડો બાકી છતાં કાર્યવાહી નહીં!

રાજકોટ મહાનગરપાલિકાની હદમાં આવેલ 31 જેટલી સરકારી કચેરીઓ પાસેથી 156 કરોડ રૂપિયા વેરો ઊઘરાણી બાકી છે...
rajkot   વેરો બાકી હોય તો rmc ખાનગી મિલકતો સીલ કરે  સરકારી કચેરીઓનાં કરોડો બાકી છતાં કાર્યવાહી નહીં
Advertisement
  1. વેરા વસુલાતમાં RCM ની કામગીરી સામે સવાલ! (Rajkot)
  2. ખાનગી મિલકતો સીલ કરે, પરંતુ સરકારી કચેરીઓ પાસે કરોડોની ઉઘરાણી બાકી
  3. 31 જેટલી સરકારી કચેરીઓ પાસેથી 156 કરોડ રૂપિયા વેરો ઉઘરાણી બાકી!

રાજકોટ (Rajkot) મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી પોતાનો ટાર્ગેટ પૂરો કરવા અને વેરા વસૂલાત માટે અલગ-અલગ ખાનગી મિલકતો જે છે તે સીલ કરવામાં આવી રહી છે. દુકાનો હોય કે પછી મકાન, જ્યાં એક લાખ કે દોઢ લાખ રૂપિયાથી વધારે રકમ બાકી હોય ત્યાં સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પરંતુ, બીજી તરફ સરકારી કચેરીઓ પાસે કરોડો રૂપિયાનો વેરો બાકી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તેવા આરોપ થયા છે.

સરકારી કચેરીઓમાં સૌથી વધુ વેરો રેલવે વિભાગનો બાકી!

માહિતી અનુસાર, રાજકોટ મહાનગરપાલિકાની હદમાં આવેલ 31 જેટલી સરકારી કચેરીઓ પાસેથી 156 કરોડ રૂપિયા વેરો ઊઘરાણી બાકી છે તેની સામે રાજકોટ મહાનગરપાલિકા કોઈ જ કાર્યવાહી કરી શકતું નથી, માત્ર નોટિસો આપી મન મનાવી લે છે તેવી ફરિયાદો નાગરિકો દ્વારા ઊઠી છે. માહિતી અનુસાર, સરકારી કચેરીઓમાં સૌથી વધુ વેરો જો કોઈનો બાકી હોય તો તે છે રાજકોટ રેલવે વિભાગ (Rajkot Railway Department). રાજકોટ રેલવે વિભાગ માટે તો કોર્ટનાં દ્વાર પણ ખખડાવવામાં આવ્યા હતા અને કોર્ટ દ્વારા 17 કરોડ રૂપિયા જેવી રકમ ભરપાઈ કરવા માટે હુકમ પણ કરાયો છે છતાં આજ દિવસ સુધી આ રકમ ભરપાઈ કરવામાં નથી અને રાજકોટ મહાનગરપાલિકા (RMC) દ્વારા પણ કોઈ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. તેવા આરોપ થયા છે.

Advertisement

આ પણ વાંચો - Kheda : નડિયાદ-ડાકોર રોડ પર ગમખ્વાર અકસ્માત, સાડા 3 મહિનાની માસૂમ બાળકીનું મોત

Advertisement

રાજકોટ મનપાની કામગીરી સામે અનેક સવાલ

માહિતી અનુસાર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો (Saurashtra University) 16.77 કરોડ રૂપિયા વેરો બાકી છે. ત્યારે થોડા દિવસ પહેલા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે એક ટીમ રવાના કરાઈ હતી. પરંતુ, ત્યાંથી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કર્યા વગર ટીમને પાછું ફરવું પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી. જિલ્લા કલેક્ટર દ્વારા મધ્યસ્થી કરતા રાજકોટ મહાનગરપાલિકાની ટીમને ત્યાંથી પરત ફરવું પડ્યું હતું, તેવી વાતો સામે આવી હતી. જો કે, આશ્ચર્યજનકની વાત એ છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વેરા વસૂલાતમાં મધ્યસ્થી કરતું રાજકોટ જિલ્લા કલેક્ટર વિભાગનો (Rajkot District Collector) પણ કરોડો રૂપિયાનો વેરો બાકી છે. ત્યારે સવાલ થયા છે કે, સરકારી કચેરીઓ પાસે કરોડો રૂપિયાનો વેરો બાકી હોવા છતાં રાજકોટ મનપા કેમ કોઈ કાર્યવાહી નથી કરતી ?

આ પણ વાંચો - Weather Report : કડકડતી ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી, જાણો આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન ?

સરકારી કચેરીઓનો બાકી વેરો :

રાજકોટ રેલવે પાસે 17.91 કરોડ રૂપિયા વેરો બાકી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 16.77 કરોડ રૂપિયા વેરો બાકી.
કલેક્ટર ઓફિસનો 11.94 કરોડ રૂપિયા વેરો બાકી.
સમરસ હોસ્ટેલનો 13.30 કરોડ રૂપિયા વેરો બાકી.

PWD ઓફિસનો 9.73 કરોડ રૂપિયા વેરો બાકી
સિટી પોલીસનો 10.54 કરોડ રૂપિયા વેરો બાકી.
મેડિકલ કોલેજનો 1.61 કરોડ રૂપિયા વેરો બાકી.
પાણી પુરવઠાનો 1.40 કરોડ રૂપિયા વેરો બાકી.

કોર્ટનો 43.85 લાખ રૂપિયા વેરો બાકી.
એ.જી.ઓફિસનો 30.19 લાખ રૂપિયા વેરો બાકી.
ગવર્મેન્ટ પ્રેસનો 19.86 લાખ રૂપિયા વેરો બાકી.
પોસ્ટ ડેપોનો 4.63 લાખ રૂપિયા વેરો બાકી..
સરવે ઓફિસનો 16.11 લાખ રૂપિયા વેરો બાકી.
CGST નો 19.87 લાખ રૂપિયા વેરો બાકી
ESIC નો 12.14 લાખ રૂપિયા વેરો બાકી..

અભિલેખા ધરનો 10.84 લાખ રૂપિયા વેરો બાકી
BSNL નો 10.50 લાખ રૂપિયા વેરો બાકી
સમાજ કલ્યાણ હોસ્ટેલનો રૂ. 7.55 લાખ વેરો બાકી
ITI નો 13.60 લાખ રૂપિયા વેરો બાકી
નર્સિંગ કોલેજનો 20.42 લાખ રૂપિયા વેરો બાકી
યાંત્રિક ડિપાર્ટમેન્ટનો 7.39 લાખ રૂપિયા વેરો બાકી.
જિલ્લા પંચાયતનો 12.10 લાખ રૂપિયા વેરો બાકી.
સિવિલ હોસ્પિટલનો 68.61 લાખ રૂપિયા વેરો બાકી

અહેવાલ : રહીમ લાખાણી, રાજકોટ

આ પણ વાંચો - Jamnagar : દરિયાઈ પક્ષીઓની પ્રથમ વસ્તી ગણતરીનો આજથી પ્રારંભ, પ્રથમ દિવસે તજજ્ઞો આપશે માહિતી

Tags :
Advertisement

.

×