Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Rajkot Teacher Rape Case: પૂર્વ પ્રેમીએ શિક્ષિકાના અંગત પળોના ફોટા કર્યા વાયરલ, જાણો આ હાઈપ્રોફાઈલ કેસની વિગતો

Rajkot Teacher Rape Case: રાજકોટ (Rajkot) માં શિક્ષણ જગતને લાંછન લગાડતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં ભૂતપૂર્વ શિક્ષિકા અને વિદ્યાર્થીના સંબંધોમાં ગંભીર વળાંક આવ્યો છે. દુષ્કર્મના આક્ષેપો બાદ હવે ડિજિટલ માધ્યમો દ્વારા બદનામ કરવા બદલ વધુ એક ફરિયાદ નોંધાઈ છે.
rajkot teacher rape case  પૂર્વ પ્રેમીએ શિક્ષિકાના અંગત પળોના ફોટા કર્યા વાયરલ  જાણો આ હાઈપ્રોફાઈલ કેસની વિગતો
Advertisement
  • રાજકોટ (Rajkot) માં શિક્ષણ જગત પર છાંલન લગાવતો કિસ્સો
  • ભૂતપૂર્વ શિક્ષિકા પર પૂર્વ વિદ્યાર્થીએ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ
  • ભૂતપૂર્વ વિદ્યાર્થી ધ્રુવ દેસાઇ સામે વધુ એક ફરિયાદ
  • 38 વર્ષિય ભૂતપૂર્વ શિક્ષિકાએ નોંધાવી વધુ એક ફરિયાદ
  • ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમ અંતર્ગત ફરિયાદ
  • અંગત ડિટેલ્સ સોશિયલ મીડિયામાં વાયરલ થતા ફરિયાદ

Rajkot Teacher Rape Case: રાજકોટ (Rajkot) માં 38 વર્ષીય ભૂતપૂર્વ શિક્ષિકા પર દુષ્કર્મ ગુજારવાના કેસમાં સંડોવાયેલા પૂર્વ વિદ્યાર્થી અને પ્રેમી ધ્રુવલ દેસાઈ (Dhruval Desai) વિરુદ્ધ મુશ્કેલીઓમાં વધારો થયો છે. પીડિત મહિલા દ્વારા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં (Gandhigram Police Station) ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 72, 77 અને આઇટી એક્ટ (IT Act) ની વિવિધ કલમો હેઠળ નવી ફરિયાદ નોંધાવવામાં આવી છે.

Rajkot Teacher Rape Case-Gujarat first

Advertisement

Rajkot માં પૂર્વ પ્રેમીએ શિક્ષિકાના અર્ધનગ્ન ફોટા કર્યા વાયરલ

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આરોપી ધ્રુવલે સંબંધો દરમિયાનની અત્યંત અંગત પળોના ફોટા (Private Photos), પીડિતાના અર્ધનગ્ન ફોટા, વોટ્સએપ ચેટ (WhatsApp Chat), ચાર જેટલા મોબાઈલ નંબર અને બેંક એકાઉન્ટની વિગતો સોશિયલ મીડિયા (Social Media) પર વહેતી કરી દીધી છે. આ કૃત્ય દ્વારા આરોપીએ ભોગ બનનારની ગુપ્તતાનો ભંગ (Breach of Privacy) કર્યો હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે.

Advertisement

Rajkot Teacher Rape Case-Gujarat first

ધ્રુવ પર લગ્નની લાલચે દુષ્કર્મ આચર્યાની ફરિયાદનો આક્ષેપ

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ જ્યારે આ મામલે પ્રથમ દુષ્કર્મનો ગુનો દાખલ થયો હતો, ત્યારે આરોપી ધ્રુવલ દેસાઈએ વારાણસી (Varanasi) ખાતે ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ (Suicide Attempt) કર્યો હતો, ત્યારબાદ તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પીડિતાનો આક્ષેપ છે કે ધ્રુવલે લગ્નની લાલચ આપીને તેમની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને તેમની પાસેથી મોટી રકમ પણ પડાવી લીધી હતી. હાલ પોલીસ આ મામલે સાયબર પુરાવાઓના આધારે વધુ તપાસ ચલાવી રહી છે.

આ પણ વાંચો: Governor Acharya Devvrat નો Junagadh પ્રવાસ, એજ્યુકેશન ફેસ્ટિવલથી લઈને પદવીદાન સુધીનો જાણો સંપૂર્ણ કાર્યક્રમ

Tags :
Advertisement

.

×