Gondal : ફિલ્મી સ્ટોરીને પણ ટક્કર મારે એવું હત્યાનું કાવતરું, હકીકત જાણી તમે પણ ચોંકી જશો!
- Gondal નાં મોટા મહીકામાં મળી આવેલી અર્ધ બળેલી લાશનો મામલો
- મિત્રે જ મિત્રની હત્યા કરી લાશ સળગાવી હોવાનો ઘટસ્ફોટ
- પોતાનો મૃતહેદ હોવાનું બતાવવાં પોતાનાં ડોક્યુમેન્ટ પણ મૂક્યા
- મર્ડર મિસ્ટ્રીનો મુખ્ય આરોપી હાલ પણ ફરાર, પોલીસ તપાસ તેજ
રાજકોટ જિલ્લાનાં ગોંડલ તાલુકાનાં (Gondal) મોટા મહીકા ગામે ગત શુક્રવારે ખંઢેર બનેલા રહેણાક મકાનમાંથી અર્ધ સળગેલી હાલતમાં એક પુરુષની લાશ મળી આવી હતી, જેની ઓળખ હસમુખભાઈ મુળશંકર વ્યાસ (ઉ.46) તરીકે થઈ હતી. આ રહસ્યમય ઘટનાની પોલીસે સઘન તપાસ આદરી હતી, જે હેઠળ હવે ચોંકાવનારો ખુલાસો થયો છે. કોઈ ફિલ્મી સ્ટોરીને પણ ટક્કર મારે એવું હત્યાનું આ ષડયંત્ર એક મિત્ર દ્વારા રચવામાં આવ્યું હતું. પોલીસ તપાસ અનુસાર, જે મૃતદેહ મળી આવ્યો હતો તે હસમુખભાઈનો નહીં પરંતુ તેમનાં મિત્રનો હતો.
આ પણ વાંચો - Chhota Udepur : બોડેલી નજીક Hit and Run, 2 યુવતીનાં ઘટના સ્થળે જ મોત, દ્રશ્યો ચોંકાવનારા!
પ્રાપ્ત માહિતી અનુસાર, ગોંડલ તાલુકાનાં મોટા મહીકા ગામે ગત શુક્રવારે ખંઢેર બનેલા રહેણાક મકાનમાંથી અર્ધ સળગેલી હાલતમાં લાશ મળી આવી હતી, જે મુળ મોટા મહીકાનાં અને હાલ રાજકોટનાં મોરબી રોડ પર આવેલી સદગુરુ સોસાયટીમાં રહેતા હસમુખભાઈ મુળશંકર ધાનેજા વ્યાસની હોવાનું સામે આવ્યું હતું. જો કે, આ ઘટના પાછળ અનેક સવાલ ઊભા થતાં તાલુકા પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી. PI જે.પી.રાવ, LCB પીઆઇ. ઓડેદરા, SOG નાં PSI મિયાત્રા સહિતની પોલીસે મૃતદેહને ફોરેન્સિક PM માટે રાજકોટ ખસેડયો હતો. PM રિપોર્ટમાં ગળુ દબાવી હત્યા કરી હોવાનું બહાર આવતા પોલીસ પણ ચોંકી ઊઠી હતી.
પોલીસ તપાસ મુજબ, રાજકોટ શાંતિનગરમાં રહેતાં ગાયત્રીબેન ગોસ્વામીનાં પતિ સંદીપગીરી ગોસ્વામી બાજુમાં રહેતા હસમુખભાઈ વ્યાસ સાથે ગયા બાદ ઘરે પરત નહીં ફરતા અને સગા-સંબંધીની પૂછપરછમાં સંદીપગીરી સાથે ગયા હોવાની માહિતી સામે આવતા પોલીસે ગાયત્રીબેનનો સંપર્ક કર્યો હતો. દરમિયાન, ગાયત્રીબેનને હસમુખભાઈનો મૃતદેહ મળ્યાની જાણ થતા તે પીએમ રુમ પર દોડી ગયા હતા અને મૃતદેહ પોતાનાં પતિનો હોવાની શંકા દર્શાવી હતી. બાદમાં ફોરેન્સિક PM માં પણ શંકા યથાર્થ ઠરી હોવાથી મૃતદેહ સંદીપગીરીનો હોવાનું બહાર આવ્યું હતું.
આ પણ વાંચો - Gondal : ખંઢેર મકાનમાંથી અર્ધબળેલી લાશ મળી, હત્યા કે આત્મહત્યા ? રહસ્ય અકબંધ
આ ખુલાસા બાદ પોલીસે અલગ-અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી. બનાવ સમયે સાથે રહેલો શાપરનો રહેવાસી સગીર હોવાની હકીકત ખુલતા સગીરની અટકાયત કરી પૂછપરછ કરતા તેણે વટાણા વેરી દઇ સંદીપગીરીની હત્યા તેણે અને હસમુખભાઈએ ગળું દબાવી અને બાદમાં શરીરે પેટ્રોલ છાંટી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસ સૂત્રો અનુસાર, હસમુખભાઈ અને સંદીપગીરી બંને પાડોશી અને મિત્ર હતા. બંને મુંબઈ જવાનું હોવાથી શાપરથી સગીરને સાથે લઇ ગુરુવાર રાત્રે મોટા મહીકા પહોંચ્યા હતા. ત્યાં હસમુખનાં બાપ-દાદાનું ખંઢેર હાલતમાં મકાન હતું, જ્યાં તેઓ રોકાયા હતા. દરમિયાન, હસમુખ તથા સગીરે સંદીગીરીની ગળું દબાવી હત્યા કરી હતી. બાદમાં મૃતદેહ પાસે હસમુખે પોતાનુ પાકીટ, આધારકાર્ડ સહિતનાં ડેક્યૂમેન્ટ મૂકી દીધા હતા, જેથી આ મૃતદેહ હસમુખનો હોવાનું બહાર આવે. બાદમાં મોટા મહીકાનાં બસસ્ટેન્ડ પાસે આવેલી પાનની દુકાને જઇ ગાડીમાં પેટ્રોલ ખાલી થયું છે. તેવું કહી દુકાનદાર પાસેથી પેટ્રોલ મેળવ્યું હતું અને ફરી ખંઢેરમાં જઇ મૃતદેહ પર પેટ્રોલ છાંટી બન્ને નાશી છૂટ્યા હતા.
શુક્રવારે ગોંડલ રહેતા હસમુખનો ભાઇ હિતેશ માતાજીનાં મઢે દર્શન કરવા આવ્યો હોય. પોતાનાં જૂના ખંઢેર બનેલા મકાને આંટો મારવા જતાં અર્ધ સળગેલો મૃતદેહ જોતા અને તેની બાજુમાં પોતાનાં ભાઇનું પાકીટ, મોબાઇલ, આઇકાર્ડ વગેરે જોતા ચોંકી ઊઠ્યો હતો. બાદમાં તેણે ગામનાં સરપંચને જાણ કરતા સરપંચે બનાવ અંગે તાલુકા પોલીસમાં જાણ કરી હતી. પોલીસે ખોફનાક કાવત્રાનાં માસ્ટર માઇન્ડ હસમુખને જડપી લેવાં પગેરું દબાવ્યુ હતુ અને હાથવેંતનું છેટું રહ્યું હતું. ત્યારે પોતાનું ભોપાળું છતું થયાનું જાણી ચૂકેલો હસમુખ હવામાં ઓગળી ગયો હતો. પોલીસ ટીમે છેક સોમનાથ-વેરાવળ સુધી તેનું પગેરું દબાવ્યું હતું. પણ ચાલક હસમુખ હાથ આવ્યો નહોતો. હસમુખ રાજકોટ બીજી પત્ની સાથે રહે છે. હસમુખને ઝડપી લેવા પોલીસે તપાસ તેજ કરી છે.
અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ
આ પણ વાંચો - Ahmedabad: 31 ડિસેમ્બરની ઉજવણીને લઈ શહેર પોલીસનો એક્શન પ્લાન તૈયાર