Rajkot: વક્ફ બોર્ડના નામે દુકાનો દાદાગીરીથી ખાલી કરાવવાનો મામલો ઉગ્ર બન્યો
- વકફ બોર્ડ (Waqf Board)ના ડાયરેકટર આસિફ સલોતનું નિવેદન લેવામાં આવ્યું
- દુકાન ખાલી કરવાનો વકફ બોર્ડનો પત્ર છે તે સાચો છે : આસિફ સલોત
- નવ્વાબ મસ્જિદના ટ્રસ્ટી ફારૂક મુસાણીએ પત્રનો ખોટો અર્થ કાઢ્યો
Rajkot: રાજકોટમાં વક્ફ બોર્ડ (Waqf Board)ના નામે દાણાપીઠમાં ત્રણ દુકાનો દાદાગીરીથી ખાલી કરાવવાનો મામલો ઉગ્ર બન્યો છે. જેમાં પોલીસ ફરિયાદમાં મુખ્ય આરોપી ફારૂક મુસાણી ભાજપમાં લઘુમતી મોરચામાં હોવાનું સામે આવ્યું છે. ભાજપના મોટા નેતાઓ સાથેના ફોટો પણ સામે આવ્યા છે. ભાજપના ખેસ સાથેના ફોટોઝ પણ સામે આવ્યા છે. જેમાં વકફ બોર્ડ (Waqf Board)ના નામે બળજબરીથી દુકાનો ખાલી કરાવનાર ભાજપનો કાર્યકર છે. તેથી રાજકોટમાં વકફ બોર્ડના નામે દુકાન ખાલી કરાવવાનો મામલો બિચક્યો છે.
વકફ બોર્ડ (Waqf Board)ના ડાયરેકટર આસિફ સલોતનું નિવેદન લેવામાં આવ્યું
ઉલ્લેખનીય છે કે વકફ બોર્ડ (Waqf Board)ના ડાયરેકટર આસિફ સલોતનું નિવેદન લેવામાં આવ્યું છે જેમાં જણાવ્યું છે કે દુકાન ખાલી કરવાનો વકફ બોર્ડનો પત્ર છે તે સાચો છે તથા નવ્વાબ મસ્જિદના ટ્રસ્ટી ફારૂક મુસાણીએ પત્રનો ખોટો અર્થ કાઢ્યો છે. પત્રમાં નિયમ મુજબ ખાલી કરાવવાનો ઉલ્લેખ છે. ટ્રસ્ટીએ તાળા તોડી, સામાન રોડ પર ફેંકી દીધો તે અયોગ્ય છે. ભાડુઆતને નોટિસ આપી પોલીસ બંદોબસ્ત વચ્ચે ખાલી કરાવવું જોઈએ. હાલ આ મામલે પોલીસ અને વકફ બોર્ડ વતી મેં વચ્ચે રહી સમાધાન કરાવ્યું છે. મિલકત ભાડુઆતને પરત સોંપી દેવામાં આવી છે. મિલકત મુદ્દે વકફ બોર્ડના નવા આદેશ બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. શહેરના દાણાપીઠ વિસ્તારમાં વક્ફ બોર્ડના નામે ભાડૂત પાસેથી જબરદસ્તી દુકાન ખાલી કરવાની ઘટના સામે આવી હતી.
પોલીસ દ્વારા પાંચ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી
સમગ્ર ઘટનામાં હવે પોલીસ દ્વારા પાંચ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. રાજકોટ એ ડિવિઝન પોલીસ મથકમાં ફારૂખ મુસાણી સહિત પાંચ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે પાંચ શખસ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે ઘટના વિશે જણાવ્યું કે એ ડિવિઝનમાં ફરિયાદ મળી હતી કે, દાણાપીઠ મસ્જિદ છે, જેમાં ત્રણ દુકાન છે. લગભગ 70 વર્ષથી અહીં હિન્દુ ભાડૂત ભાડાપેટે આ દુકાન ચલાવી રહ્યા હતાં. પરંતુ, અચાનક અમુક શખસોએ આવીને વક્ફ બોર્ડ (Waqf Board)નો ઓર્ડર બતાવ્યો. આ ઓર્ડર મુજબ તેઓએ કહ્યું કે, અમને આ દુકાનનો કબ્જો લેવાનો હુકમ આપવામાં આવ્યો છે. આ સિવાય અજાણ્યા શખસોએ દુકાનના તાડા તોડી સામાન પણ બહાર ફેંકી દીધો હતો.
આ પણ વાંચો: Banaskantha જિલ્લા વિભાજન મુદ્દે ધાનેરા, કાંકરેજ બાદ હવે દિયોદરમાં પણ વિરોધનો વંટોળ!
પોલીસે પોતાને મળેલાં વીડિયો આધારિત ચહેરાની ઓળખ કરી છે
સમગ્ર મુદ્દે પોલીસે નવ્વાબ મસ્જિદના ટ્રસ્ટી ફારૂખ મુસાણી સામે નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે. તેમજ અન્ય 4 થી પાંચ અજાણ્યા શખસ સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે. આ સિવાય પોલીસે પોતાને મળેલાં વીડિયો આધારિત ચહેરાની ઓળખ કરી આ અજાણ્યા શખસ સામે કાર્યવાહી કરશે. પોલીસે ગેરકાયદેસર અપ્રવેશ, ગેરકાયદેસર મંડળી અને ગુનાહિત હસ્તક્ષેપની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: Ahmedabad: ડિજિટલ અરેસ્ટ કરી લાખોની સાયબર ઠગાઈ કરનાર રશિયન વ્યક્તિ ઝડપાયો