Rajkot: RSSને સમજવા માટે સંઘમાં આવવું પડે, બહારથી ના સમજી શકાયઃ ડૉ.મોહન ભાગવત
- Rajkot: સંઘ સરસંઘચાલક મોહન ભાગવતનું આહવાન
- RSSને સમજવા માટે સંઘમાં આવવું પડેઃ ડૉ.મોહન ભાગવત
- બહારથી સમજી ના શકાયઃ સરસંઘચાલક
- નાગરિકોને દેશહિતમાં યોગદાન આપવા પણ આહવાન કર્યું
Rajkot: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા ડૉ. મોહન ભાગવતે (Dr. Mohan Bhagwat) રાજકોટની મુલાકાત લીધી હતી. રાજકોટમાં સેવાભારતી ભવન ખાતે સૌરાષ્ટ્ર-કચ્છના યુવાનો સાથે સંવાદ કાર્યક્રમમાં હાજરી આપી હતી. મોહન ભાગવતે યુવાનોને RSS અંગે માહિતી આપી હતી. સાથે જ તેમણે પંચ પરિવર્તનના વિષયો થકી કાર્યો કરીને દેશહિતમાં યોગદાન આપવા માટે લોકોને આહવાન પણ કર્યું હતું.
Rajkot: સંઘને સમજવા સંઘ-સાહિત્ય વાંચોઃ ભાગવત
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને સમજવા માટે મોહન ભાગવતે કહ્યું કે, સંઘને સમજવા માટે ઈન્ટરનેટ(Internet) પર વિકિપીડિયા (Wikipedia) નહીં પરંતુ સંઘ સાહિત્યનું અધ્યયન કરવું પડે. સાથે જ તેમણે યુવાનોને સંઘ સાહિત્ય વાંચીને સંઘમાં જાણવાનો પ્રયાસ કરવા જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમમાં બહેનોએ મોટી સંખ્યામાં ભાગ લઈ માતૃશક્તિ જાગરણનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો---- Palanpur: પાલનપુરમાં એકસાથે 35થી વધુ વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગ, સ્કૂલમાં દાળ-ભાત જમ્યા પછી તબિયત લથડી
Rajkot:સંઘને બહારથી ના સમજી શકાય, સંઘમાં આવવું પડે
કાર્યક્રમમાં યુવાનોને સંબોધતા ડૉ.મોહન ભાગવતે કહ્યું કે, આજે સંઘ શું છે એ સમજવા ઘણા લોકો પ્રયાસ કરી રહ્યા છે. લોકો સંઘને સમજવા માટે વિકિપીડિયા વાંચી રહ્યા છે. પરંતુ સંઘને સમજવા માટે સંઘ સાહિત્ય વાંચવું જોઈએ. યુવાનો વિવિધ ક્ષેત્રે દેશ માટે કામ કરી રહ્યા છે ત્યારે દેશ શું છે? તેની સ્પષ્ટ કલ્પના મનમાં હોવી જોઈએ. પંચ પરિવર્તનના વિષયો થકી કાર્યો કરી દેશહિતમાં યોગદાન આપવું જોઈએ. સરસંઘચાલકે સંબોધનમાં કહ્યું કે, આપણે આપણા દેશને ભારત માતા કહીએ છીએ. તે કોઈ જમીનનો ભાગ માત્ર નથી તેનું વિભાજન ન થઈ શકે, તે ભાવ સાથે જોડાયેલો છે.
Rajkot: હિન્દુ સમાજને સંગઠિત કરવાનો લક્ષ્ય
તેમણે જણાવ્યું કે, સંપૂર્ણ હિન્દુ સમાજને સંગઠિત કરવાના લક્ષ્ય સાથે સંઘ કાર્યરત છે. જેમ બ્રિટન (Britain)માં બ્રિટિશ, અમેરિકા (America) માં અમેરિકન તેમ હિન્દુસ્તાનમાં રહેનારા હિન્દુ છે. ભારત અને હિન્દુસ્તાન બંને અલગ નથી. એક જ છે. વધુમાં મોહન ભાગવતે કહ્યું કે, એકતાથી ચાલવાનો સ્વભાવ એ હિન્દુ છે. આપણી ભાવના વસુધૈવ કુટુમ્બકમની રહી છે.
આજે દેશમાં હિન્દુ સમાજને તોડવા માટે ઘણા ષડયંત્ર ચાલી રહ્યા છે. હિન્દુઓ આદિકાળથી આ ભૂમિ પર રહે છે. દેશને શક્તિશાળી અને વિકસિત બનાવવાની જવાબદારી તમામ સમાજની છે. વિશ્વ કલ્યાણ માટે દેશને આગળ વધારવાના ઉદ્દેશ્ય સાથે સંઘ નિયમિત રીતે કામ કરી રહ્યો છે. સંઘ શાખાના માધ્યમથી શ્રેષ્ઠ અને નિષ્ઠાવાન સ્વયંસેવકો તૈયાર કરે છે. આવા સ્વયંસેવકો સમર્પણ ભાવ સાથે સેવાકાર્યો કરે છે. સંઘને સમજવા માટે સંઘમાં જ આવવું પડશે.
Rajkot: દેશહિતમાં યોગદાન આપવા નાગરિકોને અપીલ
મોહન ભાગવતે નાગરિકો (Citizens) ને દેશહિતમાં યોગદાન આપવાની અપીલ કરી હતી. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, દેશનું ભાગ્ય બદલવા તમામ સમાજનું યોગદાન જરૂરી છે. જો કે બધા લોકો શાખામાં ન આવી શકે, તે ધ્યાનમાં રાખતા સંઘે પંચ પરિવર્તનનો વિચાર રજૂ કર્યો હતો. (1.સામાજિક સમરસતા, (2. કુટુંબ પ્રબોધન, (3. પર્યાવરણઃ પાણી બચાવો, પ્લાસ્ટિક હટાવો, વૃક્ષો લગાવો, (4.સ્વબોધ, સ્વદેશી અને (5. નાગરિક કર્તવ્ય. આ પાંચ ક્ષેત્રોમાં કોઈપણ નાગરિક નાના-મોટા કામો કરીને પણ દેશહિતમાં યોગદાન આપી શકે છે.
નોંધનીય છે કે, ડૉ. કેશવરાવ બલિરામ હેડગેવાર (Dr. Keshavrao Baliram Hedgewar) દ્વારા વર્ષ 1925૫માં વિજયાદશમીના પાવન દિવસે નાગપુરના મોહિતે વાડા ખાતેથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરવામાં આવી હતી. સંઘને સો વર્ષ પૂરા થતાં તેની ઉજવણી નિમિત્તે ‘પંચ પરિવર્તન’ના વિષયોને સમાજના દરેક વર્ગ સુધી લઈ જવા ડૉ. મોહન ભાગવત દેશભરમાં પ્રવાસ કરી રહ્યા છે.
આ પણ વાંચો---- Ahmedabad: વટવામાં ડિમોલિશન બાદ ઘર વિહોણા થયેલા 200 લોકોને કોર્પોરેશનના આશ્રય સ્થાનમાં આશરો મળ્યો
આ પણ વાંચો---- Gujarat Cold Wave : રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડીનો પ્રારંભ! નલિયા 10 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર


