Rajkot Train Accident: પી.ડી. માલવિયા ફાટક પાસે અરેરાટીભરી ઘટના, ટ્રેન નીચે આવતા શખ્સના બે કટકા
Rajkot Train Accident: રાજકોટ (Rajkot) શહેરમાં મોડી રાત્રે એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. શહેરના વ્યસ્ત ગણાતા પી.ડી. માલવિયા ફાટક (P.D. Malviya Crossing) પાસે એક અજાણ્યા પુરુષનું ટ્રેન નીચે આવી જવાથી કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.
Advertisement
- રાજકોટ (Rajkot) ના પીડી માલવિયા ફાટક પાસે અકસ્માત
- ટ્રેન નીચે આવી જતા અજાણ્યા શખ્સનું કરુણ મોત
- મોડી રાત્રે અંદાજે 1 વાગ્યાની આસપાસ બની ઘટના
- ઘટનાની જાણ થતા રેલવે અને શહેર પોલીસ દોડી આવી
- પોલીસે મૃતકની ઓળખ મેળવવા માટે તપાસ તેજ કરી
- આપઘાત છે કે અકસ્માત તે દિશામાં તપાસ શરૂ
Rajkot Train Accident: રાજકોટ (Rajkot) શહેરમાં મોડી રાત્રે એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. શહેરના વ્યસ્ત ગણાતા પી.ડી. માલવિયા ફાટક (P.D. Malviya Crossing) પાસે એક અજાણ્યા પુરુષનું ટ્રેન નીચે આવી જવાથી કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રેનની અડફેટે આવતા મૃતક શખ્સના શરીરના બે કટકા થઈ ગયા હતા.

