ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rajkot : પ્રેમિકાને પામી ન શકતા યુવકે જીવન ટુંકાવ્યું, Video બનાવી હૃદયની વ્યથા ઠાલવી

વીડિયોમાં મૃતક યુવક કહે છે કે, મારે તારી સાથે લગ્ન કરવા હતા પરંતુ તું મને છોડીને ચાલી ગઈ.
12:27 AM Sep 03, 2025 IST | Vipul Sen
વીડિયોમાં મૃતક યુવક કહે છે કે, મારે તારી સાથે લગ્ન કરવા હતા પરંતુ તું મને છોડીને ચાલી ગઈ.
  1. Rajkot માં પ્રેમિકાને પામી ન શકતા યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો
  2. સંજય રાઠોડ નામના 24 વર્ષીય પ્રેમીએ વીડિયો બનાવી હૃદયની વ્યથા ઠાલવી
  3. વીડિયોમાં કહ્યું- કોઈને પામી ન શકેને તેને પ્રોમીશ પણ ન આપતી...
  4. 'મારે તારી સાથે લગ્ન કરવા હતા પરંતુ તું મને છોડીને ચાલી ગઈ'
  5. 'મારા માતા-પિતાનો 24 વર્ષનો પ્રેમ તું 1 વર્ષમાં લઇ ગઈ'

Rajkot : રાજકોટમાંથી હચમચાવે એવો આપઘાતનો બનાવ સામે આવ્યો છે. પ્રેમિકાને પામી ન શકતા યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. મૃતક યુવકે આપઘાત કરતા પહેલા એક વીડિયો પણ બનાવ્યો, જેમાં પ્રેમિકાને સંબોધિ કેટલીક વાતો કહી છે. વીડિયોમાં મૃતક યુવક કહે છે કે, મારે તારી સાથે લગ્ન કરવા હતા પરંતુ તું મને છોડીને ચાલી ગઈ. મારા માતા-પિતાનો 24 વર્ષનો પ્રેમ તું 1 વર્ષમાં લઇ ગઈ... આ મામલે સ્થાનિક પોલીસે કાર્યવાહી આદરી છે.

આ પણ વાંચો - Junagadh : હોસ્ટેલમાં વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીઓએ ઢોર માર માર્યો! શિક્ષણમંત્રીની પ્રતિક્રિયા

Rajkot માં પ્રેમિકાને પામી ન શકતા યુવકે ગળેફાંસો ખાધો

રાજકોટમાં (Rajkot) એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં 24 વર્ષીય યુવક સંજય રાઠોડે પોતાની પ્રેમિકાને પામી ન શકવાનાં દુઃખમાં ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. સંજયે આપઘાત કરતા પહેલા એક વીડિયો બનાવ્યો હતો, જેમાં તેણે પોતાનાં હૃદયની વ્યથા વ્યક્ત કરી અને પ્રેમિકા પ્રત્યેની પોતાની લાગણીઓને શબ્દોમાં રજૂ કરી છે.

આ પણ વાંચો - Anand : લ્યો બોલો! આંધ્રપ્રદેશ પોલીસનાં જવાનોને સ્થાનિકોએ ઢીબી નાખ્યા, કારણ ચોંકાવનારું!

વીડિયોમાં કહ્યું- કોઈને પામી ન શકેને તેને પ્રોમીશ પણ ન આપતી...

આપઘાત પહેલા બનાવેલા વીડિયોમાં મૃતક સંજય કહે છે કે, તે પોતાની પ્રેમિકાને ખૂબ જ પ્રેમ કરે છે અને તેની સાથે લગ્ન કરવા માગતો હતો, પરંતુ પ્રેમિકાએ તેની સાથેનો સંબંધ તોડી દીધો, જેના કારણે તે ભારે નિરાશા અનુભવી રહ્યો હતો. વીડિયોમાં મૃતક સંજય કહે છે કે, મારે તારી સાથે લગ્ન કરવા હતા પરંતુ, તું મને છોડીને ચાલી ગઈ. મારા માતા-પિતાનો 24 વર્ષનો પ્રેમ તું 1 વર્ષમાં લઇ ગઈ. તારી સાથે 1 વર્ષ રહ્યો તે મારા માટે યાદગાર ક્ષણ છે... મારા ગયા પછી તને કોઈ હેરાન નહિ કરે એટલે હું આ વીડિયો બનાવું છું.

આ પણ વાંચો - Ahmedabad : સરખેજના શકરી તળાવમાં એક સાથે 4 યુવક ડૂબ્યા, 2 નાં મોત, 1 બચ્યો, અન્ય એકની શોધખોળ

Tags :
Boy SuicideGUJARAT FIRST NEWSRAJKOTrajkot policeSanjay RathodTop Gujarati Newsviral video
Next Article