Rajkot Rain: ઉપલેટામાં આફતનો વરસાદ: વેણુ-2 ડેમના 2 દરવાજા ખોલાયા, નીચાણવાળા ગામોને હાઈએલર્ટ
Rajkot Rain: રાજકોટ (Rajkot) ના ઉપલેટા (Upleta) માં ભારે વરસાદથી વેણુ-2 ડેમની સપાટી 54.01 મીટર થતાં તેના 2 દરવાજા 0.3 મીટર ખોલાયા છે. નદીમાં 1,428 ક્યુસેક પાણી છોડાતા ગધેથળ, મેખા-ટીંબી અને નીલાખા ગામોને એલર્ટ કરાયા છે. તંત્રએ લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા કડક અપીલ કરી છે.
Advertisement
Rajkot Rain: રાજકોટ (Rajkot) જિલ્લાના ઉપલેટા (Upleta) પંથકમાં ગત રોજથી વરસી રહેલા મુશળધાર વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના પગલે વિસ્તારના મહત્વના જળાશય એવા વેણુ-2 ડેમ (Venu-2 Dam) માં નવા નીરની વ્યાપક અને ધસમસતી આવક નોંધાઈ છે. ઉપરવાસમાંથી સતત આવી રહેલા પૂરના પાણીને કારણે ડેમની જળસપાટીમાં ઝડપથી વધારો થયો હતો, જેને પગલે સિંચાઈ વિભાગ અને સ્થાનિક પ્રશાસન તાકીદે એક્શન મોડમાં આવ્યું છે.

