Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot : રીલ બનાવવાના ચક્કરમાં જોખમી સ્ટંટ કરતી છોકરીનો વીડિયો વાયરલ

Rajkot : આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા મેળવવાની ઉચ્છા ઘણા યુવાનોને જોખમી પગલાં ભરવા પ્રેરે છે. ફોલોઅર્સ અને લાઈક્સની લાલચમાં યુવક-યુવતીઓ પોતાના જીવને ખતરામાં મૂકીને અવનવા સ્ટંટ કરતા જોવા મળે છે.
rajkot   રીલ બનાવવાના ચક્કરમાં જોખમી સ્ટંટ કરતી છોકરીનો વીડિયો વાયરલ
Advertisement
  • રાજકોટમાં છોકરાઓને ટક્કર મારતી છોકરીઓ
  • રાજકોટમાં છોકરી છુટ્ટા હાથે બાઈક ચલાવતી વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
  • રાજકોટના અટલ સરોવર પાસેનો વીડિયો હોવાનું સામે આવ્યું
  • છોકરાઓની સાથે સાથે છોકરીઓ પણ રીલ બનાવવા સ્ટંટ કરી રહી છે
  • જોકે વીડિયો વાયરલ થતા પોલીસ આવી એકશન મોડમાં

Rajkot : આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા મેળવવાની ઉચ્છા ઘણા યુવાનોને જોખમી પગલાં ભરવા પ્રેરે છે. ફોલોઅર્સ અને લાઈક્સની લાલચમાં યુવક-યુવતીઓ પોતાના જીવને ખતરામાં મૂકીને અવનવા સ્ટંટ કરતા જોવા મળે છે. આવા જોખમી અખતરાઓના વીડિયો રેકોર્ડ કરીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર અપલોડ કરવામાં આવે છે, પરંતુ આ લોકપ્રિયતાની દોડ ઘણીવાર ભારે પડી શકે છે. આવા સ્ટંટ માત્ર સ્ટંટ કરનારના જીવને જ નહીં, પરંતુ અન્ય લોકોની સુરક્ષા માટે પણ જોખમરૂપ બની શકે છે. તાજેતરમાં રાજકોટમાંથી એક વીડિયો સામે આવ્યો છે જેમા એક છોકરી છુટ્ટા હાથે બાઇક ચલાવતી જોવા મળી રહી છે.

જોખમી સ્ટંટ કરતી છોકરીનો વીડિયો વાયરલ

રાજકોટમાં સોશિયલ મીડિયા પર રીલ બનાવવાની ઇચ્છામાં યુવાનો સાથે હવે છોકરીઓ પણ જોખમી સ્ટંટ કરતી જોવા મળી રહી છે, જેનું તાજું ઉદાહરણ અટલ સરોવર નજીકનો એક વીડિયો છે, જે સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થયો. આ વીડિયોમાં એક છોકરી છુટ્ટા હાથે બાઈક ચલાવતી દેખાય છે. વીડિયો પરથી એવું લાગી રહ્યું છે કે, રાજકોટમાં છોકરીઓ સ્ટંટમાં છોકરાઓને ટક્કર મારી રહી છે. જોકે, આવા સ્ટંટથી રસ્તા પરની સલામતીને ગંભીર ખતરો ઊભો થયો છે. આવા સ્ટંટનો ઉદ્દેશ ફક્ત લોકપ્રિયતા મેળવવાનો હોવા છતાં, તેનાથી ન માત્ર સ્ટંટ કરનારનું જીવન જોખમમાં મૂકાય છે, પરંતુ અન્ય લોકો માટે પણ મુશ્કેલી સર્જાય છે. વીડિયો વાયરલ થતાં જ રાજકોટ પોલીસ એક્શન મોડમાં આવી ગઇ છે અને આવા જોખમી સ્ટંટ કરતા યુગલો સામે કડક પગલાં લેવાની તૈયારી દર્શાવી, જેથી આવા કિસ્સાઓ પર અંકુશ મૂકી શકાય અને જાહેર સુરક્ષા જળવાઈ રહે.

Advertisement

આ પણ વાંચો :  Rajkot: કાર ચાલકે બાઈકને મારી ટક્કર, અકસ્માતનાં CCTV સામે આવ્યા, જુઓ વીડિયો

Advertisement

Tags :
Advertisement

.

×