ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rajkot : સિવિલ હોસ્પિટલમાં ઉંદરના ત્રાસનો Video વાઇરલ, Gujarat First નાં અહેવાલની અસર

દર્દીઓને પગમાં અનેક વખત ઉંદર કરડ્યા હોવાની ઘટનાઓ પણ બની હોવાનું જાણવા મળ્યું છે.
12:31 PM Feb 06, 2025 IST | Vipul Sen
દર્દીઓને પગમાં અનેક વખત ઉંદર કરડ્યા હોવાની ઘટનાઓ પણ બની હોવાનું જાણવા મળ્યું છે.
Rajkot Civil_Gujarat_first
  1. સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલમાં મોટી લાલિયાવાડી! (Rajkot)
  2. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ફરી રહ્યા છે ઉંદર
  3. ઉંદર ફરતા હોવાનો વીડિયો વાઇરલ થતાં તંત્રની કામગીરી સામે સવાલ
  4. ગુજરત ફર્સ્ટનાં અહેવાલની અસર, અધિક્ષકે કાર્યવાહીની આપી ખાતરી

Rajkot : સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ રાજકોટ સિવિલમાં ગંભીર બેદરકારીનાં ગંભીર દ્રશ્યો સામે આવ્યા છે. સિવિલ હોસ્પિટલમાં ઉંદર ફરતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. ઉંદરનાં ત્રાસ વચ્ચે દર્દીઓ સારવાર લેવા મજબૂર બન્યા છે. દર્દીઓની પાણીની બોટલ, ગ્લુકોઝની બોટલ પર ઉંદર ફરતા જોવા મળ્યા છે. સાથે જ દર્દીઓને પગમાં અનેક વખત ઉંદર કરડ્યા હોવાની ઘટનાઓ પણ બની હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે ગુજરાત ફર્સ્ટનાં (Gujarat First) અહેવાલ બાદ રાજકોટ સિવિલનાં અધિક્ષકે કાર્યવાહીની ખાતરી આપી છે.

આ પણ વાંચો - Surat : હજીરામાં ડમ્પર અને બસ વચ્ચે ગોઝારો અકસ્માત, 1 વ્યક્તિનું મોત

સિવિલ હોસ્પિટલમાં ઉંદર ફરતા હોવાનો વીડિયો વાઇરલ થયો

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં (Rajkot Civil Hospital) મોટી સંખ્યામાં દર્દીઓ દૂર દૂરથી સારવાર લેવા માટે આવતા હોય છે. સિવિલ હોસ્પિટલમાં સારી સારવાર મળશે એવું વિચારીને પરિજનો દર્દીને અહીં દાખલ કરતા હોય છે. પરંતુ, રાજકોટ સિવિલ હોસ્પિટલ દર્દીઓ માટે કેટલીક સુરક્ષિત છે તેને લઈ સવાલ થઈ રહ્યા છે. કારણ કે, સોશિયલ મીડિયા પર રાજકોટ સિવિલ હોસ્પિટલનો (Rajkot Civil Hospital) એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. સિવિલ હોસ્પિટલમાં દર્દી ઉંદરનાં ત્રાસ વચ્ચે સારવાર લેવા મજબૂર બન્યા છે. રાજકોટ સિવિલમાં ઉંદર ફરતા હોય તેવા વીડિયો વાઇરલ થયો છે. આ વાઇરલ વીડિયોમાં ઉંદર દર્દીઓની પાણીની બોટલ, ગ્લુકોઝની બોટલ પર ફરતા નજરે પડે છે. હોસ્પિટલમાં ઉંદર આટા મારતા હોય તેવા દ્રશ્યો વીડિયોમાં દેખાય છે.

આ પણ વાંચો - Ahmedabad : USA થી ડિપોર્ટ 33 ગુજરાતી વતન લઈ જવાયા, સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચ પૂછપરછ કરે તેવી વકી

ગુજરાત ફર્સ્ટનાં અહેવાલ બાદ અધિક્ષકની પ્રતિક્રિયા

સિવિલ હોસ્પિટલમાં અનેક વખત દર્દીનાં પગમાં ઉંદર કરડ્યા હોવાની પણ ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે. સોશિયલ મીડિયા પર વીડિયો સામે આવતા હોસ્પિટલ તંત્રની કામગીરી સામે અનેક સવાલ ઊભા થયા છે. સિવિલમાં દર્દીઓ કેટલાક સુરક્ષિત છે તેને લઈને ચર્ચાઓ વેગવંતી થઈ છે. આ અંગે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) દ્વારા અહેવાલ રજૂ કર્યા બાદ તેની અસર જોવા મળી છે. સિવિલનાં અધિક્ષક મોનાલી માકડિયાએ બેદરકારીનો સ્વીકાર કર્યો હતો અને કહ્યું હતું કે, 16 ડિસેમ્બર, 2024 એ કોન્ટ્રાક્ટ આપવા છતાં કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય કામ કરવામાં આવતું નથી. કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવા માટે વડી કચેરી પાસે માર્ગદર્શન માંગવામાં આવ્યું છે. આ અંગે કાર્યવાહીની ખાતરી પણ તેમણે આપી છે.

આ પણ વાંચો - Surat : બાળકને શોધવા ફાયરનાં 60 થી વધુ જવાનોનો છેલ્લા 14 કલાકથી સંઘર્ષ

Tags :
Gujarat FirstGUJARAT FIRST NEWSRajkot Civil HospitalRajkot Civil Hospital Viral VideoRats in the Rajkot Civil Hospital
Next Article