Rajkot: સેવા અને સમર્પણનું અજોડ ઉદાહરણ, વિરપુરમાં 206 વર્ષથી ધબકતું સદાવ્રત!
- Jalaram Temple Virpur: 206 વર્ષ પૂર્વે જલારામ બાપાએ શરૂ કરેલું સદાવ્રત અવિરત ચાલુ
- છેલ્લા 25 વર્ષથી દાન સ્વીકારવામાં આવતુ નથી
- 365 દિવસ હજારો લોકોને જમાડતું મંદિર સમગ્ર વિશ્વ માટે સેવાનું ઉત્તમ ઉદાહરણ
Jalaram Temple Virpur: રાજકોટ જિલ્લાના વિરપુર (Virpur) ગામે આવેલું વિશ્વવિખ્યાત જલારામ બાપાનું મંદિર (Jalaram Bapa Temple) આજે માત્ર એક ધાર્મિક સ્થળ જ નહીં, પરંતુ માનવતા અને નિઃસ્વાર્થ સેવાનું જીવતું જાગતું પ્રતીક બની ગયું છે. સંત શિરોમણી જલારામ બાપાએ (Jalaram Bapa) આજથી 206 વર્ષ પહેલાં આ પવિત્ર ભૂમિ પર સદાવ્રત (Sadavrat) અને અન્નક્ષેત્રની પરંપરા શરૂ કરી હતી, જે આજે પણ તેટલા જ ઉત્સાહથી અવિરત ચાલી રહી છે.
Jalaram Temple Virpur:દાન મુક્તિનો ઐતિહાસિક નિર્ણય
આ મંદિરના ઇતિહાસમાં 9 ફેબ્રુઆરી 2000 નો દિવસ સુવર્ણ અક્ષરે લખાયેલો છે. મહાસુદ બીજના (Maha Sud Beej) પવિત્ર દિવસે તત્કાલીન ગાદીપતિ પૂજ્ય જયસુખરામ બાપાએ (Jaysukhram Bapa) એક ક્રાંતિકારી અને આશ્ચર્યજનક જાહેરાત કરી હતી. તેમણે જાહેર કર્યું હતું કે હવેથી જલારામ મંદિરમાં કોઈ પણ પ્રકારનું દાન સ્વીકારવામાં આવશે નહીં. આજે વર્ષ 2026માં, આ ઐતિહાસિક નિર્ણયને સફળતાપૂર્વક 25 વર્ષ (25 Years) પૂર્ણ થયા છે.
Virpur JalaramBapa Temple: વિશ્વનું એકમાત્ર મંદિર જ્યાં રૂપિયાનું પણ દાન નથી લેવાતું છતાં કોઈ ભૂખ્યું નથી જતું
વીરપુર જલારામ મંદિર: જ્યાં ભક્તિનો સ્વાદ છે, પણ દાનની કોઈ પેટી નથી
રાજકોટના વિરપુર ગામે આવેલું છે વિશ્વવિખ્યાત જલારામ બાપાનું મંદિર
25 વર્ષ પહેલાં કોઈ પણ પ્રકારનું દાન… pic.twitter.com/zWizQVEDzK— Gujarat First (@GujaratFirst) February 4, 2026
Jalaram Temple Virpur:365 દિવસ અવિરત અન્નક્ષેત્ર
વિશ્વનું આ કદાચ એકમાત્ર એવું મંદિર છે જ્યાં સોનું, ચાંદી કે એક રૂપિયો પણ દાન તરીકે લેવામાં આવતો નથી. સામાન્ય રીતે ધાર્મિક સ્થળો દાનથી ચાલતા હોય છે, પરંતુ અહીં દાન પેટીઓ હટાવી દેવામાં આવી છે. તેમ છતાં, 365 દિવસ અહીં આવતા લાખો ભક્તો માટે પ્રસાદ અને અન્નક્ષેત્ર અવિરત ચાલે છે.
સ્થાનિક વેપારી રમેશભાઈ ગઢિયા (Rameshbhai Gadhiya) જણાવે છે કે, "મારી દુકાન જલારામ બાપાની જગ્યાની બરાબર સામે જ છે. 206 વર્ષ પહેલાં બાપાએ પોતે સદાવ્રત શરૂ કર્યું હતું. પરંતુ 25 વર્ષ પહેલાં પૂજ્ય જયસુખરામ બાપાએ લીધેલો નિર્ણય આજે પણ અકબંધ છે. અહીં આવતા લાખો ભક્તો આ વ્યવસ્થા જોઈને ધન્યતા અનુભવે છે."
ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર
માત્ર ગુજરાત કે ભારત જ નહીં, પરંતુ વિદેશમાં વસતા ભારતીયો માટે પણ વિરપુર આસ્થાનું મોટું કેન્દ્ર છે. નવસારી (Navsari) જિલ્લાથી આવેલા એક શ્રદ્ધાળુએ જણાવ્યું કે, "અમારા પરિવારના NRI (Non-Resident Indians) સભ્યો જ્યારે પણ ભારત આવે છે, ત્યારે તેઓ એરપોર્ટથી સીધા જલારામ બાપાના દર્શને પહોંચે છે. જો કોઈ ભક્ત ભૂલથી કે જબરદસ્તી પણ દાન આપવાનો પ્રયત્ન કરે, તો મંદિરના સ્વયંસેવકો નમ્રતાપૂર્વક તે પાછું આપી દે છે."
આમ, વિરપુરનું જલારામ મંદિર 'ટુકડો ત્યાં હરિ ઢુકડો' ના મંત્રને ખરા અર્થમાં સાર્થક કરી રહ્યું છે. દાન લીધા વગર પણ શ્રદ્ધાના જોરે કેવી રીતે વિશ્વનું મોટું રસોડું ચલાવી શકાય, તેનું આ સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે.
આ પણ વાંચોઃ Rajkot: શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી રાજકોટની મુલાકાતે


