BJP ના કોર્પોરેટરો પાટીદાર અગ્રણી Naresh Patel ને કેમ મળ્યા?
- ખોડલધામના ચેરમેન Naresh Patel સાથે ભાજપના કોર્પોરેટરોની બેઠક
- લેઉઆ પાટીદાર પ્રભુત્વવાળા વિસ્તારના ઉમેદવારોએ કરી બેઠક
- રાજકોટ મનપાની ચૂંટણી પહેલા ભાજપનો માસ્ટર સ્ટ્રોક
રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણી (Municipal Elections) પૂર્વે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ પોતાની પકડ મજબૂત કરવા માટે એક વ્યૂહાત્મક (Strategic) ચાલ ચાલી છે, જેને રાજકીય વિશ્લેષકો 'માસ્ટર સ્ટ્રોક' (Master stroke) ગણાવી રહ્યા છે. સૌરાષ્ટ્રના રાજકારણમાં જેનું વર્ચસ્વ છે તેવા લેઉવા પાટીદાર સમાજના સર્વોચ્ચ ધાર્મિક અને સામાજિક કેન્દ્ર ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલ (Naresh Patel) સાથે ભાજપના દિગ્ગજ ઉમેદવારોએ મહત્વની મુલાકાત કરી છે.
લેઉવા પાટીદાર મતોનું ગણિત
રાજકોટના અનેક વોર્ડમાં લેઉવા પાટીદાર સમાજનું ભારે પ્રભુત્વ (Dominance) જોવા મળે છે. ખાસ કરીને જે વિસ્તારોમાં પાટીદાર મતો નિર્ણાયક સાબિત થાય છે, ત્યાં ભાજપ કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માંગતું નથી. આ હેતુથી જ ભાજપના વિવિધ વોર્ડના ઉમેદવારો અને કોર્પોરેટરો નરેશભાઈ પટેલના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા હોવાનું કહેવાઈ છે. આ બેઠક માત્ર ઔપચારિક (Formal) ન હોતા, ચૂંટણીલક્ષી રણનીતિના ભાગરૂપે જોવામાં આવી રહી છે.
રમેશભાઈ ટીલાળાની હાજરી
આ મહત્વપૂર્ણ બેઠકમાં નરેશભાઈ પટેલ (Naresh Patel) ની સાથે રાજકોટ દક્ષિણના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા (Rameshbhai Tilala) પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં અલગ-અલગ બોર્ડના કોર્પોરેટરોએ હાજરી આપી હતી. જ્યારે સમાજના બે મોટા ચહેરાઓ એકસાથે બેઠકમાં હાજર હોય, ત્યારે તેની સીધી અસર મતદારોના માનસ પર પડે છે. આ મુલાકાત દ્વારા ભાજપે એક સ્પષ્ટ સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો છે કે પાટીદાર સમાજ અને સંગઠન ભાજપની પડખે છે.
સંગઠન શક્તિ અને આંતરિક મજબૂતી
ચૂંટણી પહેલા ઉમેદવારોનું નરેશભાઈને મળવું એ મતદારોમાં વિશ્વાસ પેદા કરવાની એક પદ્ધતિ છે. ભાજપના ઉમેદવારોએ વિકાસના કાર્યો અને ભવિષ્યના આયોજનો અંગે પણ ચર્ચા કરી હોવાનું મનાય છે. વિરોધ પક્ષો જ્યારે પોતાની રણનીતિ ઘડવામાં વ્યસ્ત છે, ત્યારે ભાજપે ગ્રાઉન્ડ લેવલ પર જઈને સામાજિક પ્રભાવ ધરાવતા વ્યક્તિઓ સાથે સંપર્ક સાધીને લીડ મેળવી લીધી છે. આ બેઠક આગામી પરિણામોમાં પલટો લાવી શકે તેટલી સક્ષમ માનવામાં આવે છે.
આ પણ વાંચોઃ Jamnagar માં કોંગ્રેસના મહિલા ઉમેદવારે માંગ્યું પોલીસ રક્ષણ, જાણો કોનાથી છે ડર?


