Rajkot: રાજકોટમાં ધોળા દિવસે ધીંગાણું, પડધરીના મુખ્ય માર્ગ પર મારામારીનો વીડિયો વાયરલ, પોલીસે શરૂ કરી તપાસ
રાજકોટમાં મારામારીની ઘટના સામે આવી છે. પડધરીના મુખ્ય માર્ગ પર કેટલાક શખ્સોએ આતંક મચાવ્યો. જાહેર રોડ પર મારામારી કરીને લોકોમાં ભયના માહોલ પેદા કર્યો. વીડિયો વાયરલ થતા સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી છે.
Advertisement
- Rajkot: કાયદો અને વ્યવસ્થાના ધજાગરા
- બાઈક સવાર યુવકને જાહેરમાં ઢોર માર માર્યો
- પડધરી પોલીસ એક્શનમાં
- મુખ્ય રસ્તા પર બે જૂથો વચ્ચે હાથાપાઈ
- મારામારીના દ્રશ્યો કેમેરામાં કેદ
- નાગરિકોની સુરક્ષા સામે ઉઠ્યા સવાલ
Rajkot: રાજકોટ જિલ્લાના પડધરી પંથકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા કરતો એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર તેજીથી વાયરલ થઈ રહ્યો છે. શહેરના મુખ્ય માર્ગ પર ધોળા દિવસે થયેલી આ મારામારીની ઘટનાએ સ્થાનિક રહીશોમાં ફફડાટ ફેલાવ્યો છે. વાયરલ વીડિયો (Viral Video) ના આધારે હવે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

