Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Rajkot Gold Smuggling: કરોડોની ચાંદી બાદ હવે રૂ. 9 કરોડનું સોનું! છત્તીસગઢ-ઓડિશા બોર્ડર પરથી રાજકોટના 3 યુવકો ઝડપાયા

Rajkot Gold Smuggling: રાજકોટ એરપોર્ટ પરથી તાજેતરમાં કરોડો રૂપિયાની ચાંદી ઝડપાવાનો મામલો હજુ શાંત પડ્યો નથી અને તેની તપાસ (Investigation) હજુ અધૂરી છે, ત્યાં વધુ એક મોટો સોનાની તસ્કરીનો પર્દાફાશ (Gold Smuggling Busted) થયો છે. છત્તીસગઢ-ઓડિશા ચેકપોસ્ટ (Chhattisgarh-Odisha Checkpost) પર સઘન ચેકિંગ દરમિયાન રાજકોટના ત્રણ શખ્સોને અંદાજે રૂપિયા 9 કરોડની કિંમતના સોનાના જથ્થા સાથે રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે.
rajkot gold smuggling  કરોડોની ચાંદી બાદ હવે રૂ  9 કરોડનું સોનું  છત્તીસગઢ ઓડિશા બોર્ડર પરથી રાજકોટના 3 યુવકો ઝડપાયા
Advertisement
  • Rajkot  ના યુવકો સોનાની તસ્કરીમાં પકડાયા
  • છત્તીસગઢમાં તસ્કરી કરતા ઝડપાયા 3 શખ્સો
  • છત્તીસગઢ-ઓડિશા ચેકપોસ્ટ પર ઝડપાયા
  • 9 કરોડના સોના સાથે ઝડપાયા આરોપી
  • રાજકોટના ત્રણ યુવકોની ધરપકડ કરાઈ

Rajkot Gold Smuggling: રાજકોટ એરપોર્ટ પરથી તાજેતરમાં કરોડો રૂપિયાની ચાંદી ઝડપાવાનો મામલો હજુ શાંત પડ્યો નથી અને તેની તપાસ (Investigation) હજુ અધૂરી છે, ત્યાં જ રાજકોટના સોની બજારમાં ફફડાટ ફેલાવતો વધુ એક મોટો સોનાની તસ્કરીનો પર્દાફાશ (Gold Smuggling Busted) થયો છે. છત્તીસગઢ-ઓડિશા ચેકપોસ્ટ (Chhattisgarh-Odisha Checkpost) પર સઘન ચેકિંગ દરમિયાન રાજકોટના ત્રણ શખ્સોને અંદાજે રૂપિયા 9 કરોડની કિંમતના સોનાના જથ્થા સાથે રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે.

Rajkot ના યુવકો સોનાની તસ્કરીમાં પકડાયા

સત્તાવાર વિગતો મુજબ, છત્તીસગઢ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા આંતરરાજ્ય સરહદ પર વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન શંકાસ્પદ હિલચાલને આધારે રાજકોટના ત્રણ યુવકોની અટકાયત કરીને તપાસ કરાતા તેમની પાસેથી કરોડો રૂપિયાનું બિનહિસાબી સોનું મળી આવ્યું હતું. પકડાયેલા આરોપીઓમાં રાજકોટના મવડી વિસ્તારમાં રહેતા જયેશ અકબરી, મોરબી રોડ પર રહેતા સુનિલ કારેણા અને મવડી વિસ્તારના જ ઋષિ અગ્રવાલનો સમાવેશ થાય છે.

Advertisement

સોનુ ક્યાંથી આવ્યું તેની તપાસ શરૂ

આટલી મોટી માત્રામાં સોનાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, તેનું ઓરિજિન (Origin) કયું છે અને આ સોનું કોને ડિલિવરી (Delivery) આપવાનું હતું તે દિશામાં છત્તીસગઢ પોલીસે સ્થાનિક કસ્ટમ અને ઈન્કમટેક્સ વિભાગ (Income Tax Department) ને સાથે રાખીને ઊંડી તપાસ શરૂ કરી છે. રાજકોટમાં આ અગાઉ ઝડપાયેલી કરોડોની ચાંદીના કેસના તાર પણ આ સોનાની તસ્કરી સાથે જોડાયેલા છે કે કેમ તે અંગે એજન્સીઓ તપાસ કરી રહી છે.

Advertisement

આ પણ વાંચો: Bhavnagar Accident: કાર અને કન્ટેનર વચ્ચે ગોઝારો અકસ્માત, 3 લોકોના મોત

Tags :
Advertisement

.

×