Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

ACB Gujarat : રૂ.20 લાખની લાંચ લેતા 2 લાંચીયા ઝડપાયા, રાજકોટ એસીબીએ ઓપરેશન પાડયું પાર

ACB Gujarat લાંચને લઈ કામગીરી કરી રહી છે અને ગુના પણ નોંધી રહી છે, ત્યારે રાજકોટમાં સીજીએટી અધિકારી અને ટેકસ કનસ્લટન્ટ રૂ.20 લાખની લાંચ લેતા રાજકોટ એસીબીના હાથે ઝડપાયા છે.એસબીએ બન્નેની ધરપકડ કરીને ગુનો નોંધ્યો છે.
acb gujarat   રૂ 20 લાખની લાંચ લેતા 2 લાંચીયા ઝડપાયા  રાજકોટ એસીબીએ ઓપરેશન પાડયું પાર
Advertisement
  • ACB Gujarat નું લાંચને લઈ મોટું ઓપરેશન
  • રૂ.20 લાખની લાંચ લેતા ઝડપાયા 2 લોકો
  • એક અધિકારી અને ટેકસ કનસ્લટન્ટ ઝડપાયો
  • રાજકોટમાં લાંચ લેતા ઝડપાયા
  • એસટી બસ સ્ટેન્ડ પાછળ લીધી હતી લાંચ
ACB Gujarat : રાજકોટ ગુજરાત એસીબીએ આજે એક ટ્રેપ કરી હતી અને આ ટ્રેપમાં સીજીએસટીનો એક અધિકારી લાંચ લેતા ઝડપાયો હતો સાથે સાથે એક ખાનગી વ્યકિત પણ લાંચ લેતા ઝડપાયો હતો, જીએસટીના રૂપિયા ભરવાને લઈ લાંચ માગી હોવાની વાત સામે આવી છે, પહેલા અધિકારીએ રૂ.25 લાખ માંગ્યા અને ત્યારબાદ રકઝકના અંતે રૂ. 20 લાખ નક્કી કરવામાં આવ્યા હતા.

જાણો કેમ માગી હતી લાંચ

આ લાંચ કેસને લઈ વાત કરીએ તો ફરિયાદી સામે જી.એસ.ટી. ન ભરવા અને ખોટા બિલ બનાવવા બાબતે સી.જી.એસ.ટી. કચેરીમાં એક અરજી થઈ હતી. આ કેસમાં મોટી કાર્યવાહી ન કરવા અને મામલો થાળે પાડવા માટે સુપરિન્ટેન્ડન્ટ મુકેશકુમાર મનબોધ્ધ કુમારે 25 લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી. લાંબી રકઝક બાદ 20 લાખ રૂપિયા આપવાનું નક્કી થયું હતું. એ.સી.બી.ની ટીમે રાજકોટ એસ.ટી. બસ સ્ટેશન પાછળ આવેલા ક્રીએટીવ કોમ્પ્લેક્ષમાં છટકું ગોઠવ્યું હતું. જેવું આકાશ કલોલીયાએ ફરિયાદી પાસેથી 20 લાખ રૂપિયા સ્વીકાર્યા હોવાની વાત સામે આવી છે.

ACB Gujarat : ટ્રેપમાં ઝડપાયેલ અધિકારી અને ખાનગી વ્યકિત

આરોપી (1) મુકેશકુમાર મનબોધ્ધ કુમાર, ઉ.વ.43 સુપ્રિન્ટેન્ડન્ટ,સી.જી.એસ.ટી., ડીવીઝન-1, રેન્જ-5 રાજકોટ
આરોપી (2) આકાશ રમેશભાઇ કલોલીયા, ઉ.વ.33 ધંધો-ટેક્ષ કનસ્લટન્ટ, રહે.રાજકોટ
rajkot gujarat fiirst

ટ્રેપ આજે સવારે થઈ હોવાની વાત

આ ટ્રેપ આજે સવારે રાજકોટના ક્રીએટીવ કોમ્પ્લેક્ષના પાછળના ભાગે આવેલા એસટી બસ સ્ટેન્ડ પાસે થઈ હતી અને ફરિયાદી લાંચ આપવા માટે રૂપિયા લઈને આવે છે તે સમયે ખાનગી વ્યકિત રૂપિયા લેતો એસીબીના હાથે ઝડપાયા છે, તો પોલીસ ઈન્સપેકટરની હાજરીમાં અધિકારી વતી લાંચ માંગવામાં આવી હતી અને લાંચીયો ઝડપાઈ જાય છે.

Advertisement
Tags :
Advertisement

.

×