Rajkumar Jat Case : ગણેશ ગોંડલ સમર્થકો સાથે સુરેન્દ્રનગર જિ. પો. વડાની કચેરી પહોંચ્યા, જાણો કારણ!
રાજકોટ જિલ્લાનાં ગોંડલના ચકચારી રાજકુમાર જાટ કેસમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલ સુરેન્દ્રનગર જિલ્લા વડાની કચેરી ખાતે પહોંચ્યા હતા. રાજકુમાર જાટ કેસની તપાસ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુંને સોંપવામાં આવી હોવાથી પૂછપરછ માટે ગણેશ ગોંડલને બોલાવવામાં આવ્યા હોવાની માહિતી છે.
Advertisement
- ગોંડલનાં ચકચારી રાજકુમાર જાટ કેસમાં તપાસનો ધમધમાટ (Rajkumar Jat Case)
- સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાની કચેરી પહોંચ્યા ગણેશ જાડેજા
- સુરેન્દ્રનગરનાં એસપી પ્રેમસુખ ડેલુને કેસની તપાસ સોંપાઈ
- ગણેશ ગોંડલને પૂછપરછ માટે બોલાવાયા હોવાની શક્યતા
- ગણેશ ગોંડલ પોતાના સમર્થકો સાથે સુરેન્દ્રનગર એસપી કચેરી પહોંચ્યા
Rajkumar Jat Case : રાજકોટ જિલ્લાનાં (Rajkot) ગોંડલના ચકચારી રાજકુમાર જાટ કેસમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલ (Ganesh Gondal) સુરેન્દ્રનગર જિલ્લા વડાની કચેરી ખાતે પહોંચ્યા હતા. રાજકુમાર જાટ કેસની તપાસ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુને (Premsukh Delu) સોંપવામાં આવી હોવાથી પૂછપરછ માટે જિલ્લા પોલીસ વડા દ્વારા ગણેશ ગોંડલને બોલાવવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે.

