Ram Mokariya : રાજકોટ BJP માં મોટું આંતરિક ઘમાસાણ! રામ મોકરિયાને હવે 'No Entry'!
જાહેરમાં બેબાક નિવેદન આપતા રામ મોકરિયા સામે સંગઠને મોટી કાર્યવાહી કરી હોવાની ચર્ચાઓ શરૂ થઈ છે.
Advertisement
- રાજકોટ-શહેર ભાજપના રાજકારણને લઇને મોટા સમાચાર (Ram Mokariya)
- રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાને લઇને લેવાયો મોટો નિર્ણય
- RMC અને શહેર ભાજપ સંગઠનનાં કાર્યક્રમોમાં રામ મોકરિયાને હવે નો-એન્ટ્રી!
- શહેર ભાજપ સંગઠનનાં કાર્યક્રમમાં મોકરિયાને આમંત્રણ ન આપવા સૂચના!
Rajkot Politics : રાજકોટ રાજકારણમાંથી મોટા સમાચાર આવ્યા છે. RMC અને શહેર ભાજપ સંગઠનનાં (Rajkot BJP) કાર્યક્રમોમાં રાજ્યસભાનાં સાંસદ રામ મોકરિયાની (Ram Mokariya) હવે 'નો-એન્ટ્રી' નો નિર્ણય કરાયો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, શહેર ભાજપ પ્રમુખને આ અંગે સૂચના આપવામાં આવી છે. જાહેરમાં બેબાક નિવેદન આપતા રામ મોકરિયા સામે સંગઠને મોટી કાર્યવાહી કરી હોવાની ચર્ચાઓ શરૂ થઈ છે.

