ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rajkot: ગ્રીષ્માકાંડ જેવી ઘટના બનતા રહી ગઈ! પ્રેમિકા પર હુમલો કરી પ્રેમીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ

Rajkot: કુવાડવા રોડ પાસે રંગીલા સોસાયટીમાં રહેતા 35 વર્ષના યુવાને હુડકો ચોકડી નજીક રહેતી યુવતી પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે.
02:40 PM Feb 13, 2025 IST | VIMAL PRAJAPATI
Rajkot: કુવાડવા રોડ પાસે રંગીલા સોસાયટીમાં રહેતા 35 વર્ષના યુવાને હુડકો ચોકડી નજીક રહેતી યુવતી પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે.
Rajkot Crime News
  1. આરોપી સામે ભક્તિનગર પોલીસ મથકમાં નોંધાયો ગુનો
  2. પ્રેમિકાની સગાઈ થતા પ્રેમીએ આવેશમાં કર્યો હતો હુમલો
  3. 25 વર્ષીય યુવક સંજય મકવાણાએ કરી હત્યાની કોશિશ

Rajkot: ગુજરાતમાં અત્યારે હિંસાઓ ખુબ જ વધી રહીં છે, ખાસ કરીને વાત કરવામાં આવે તો મહિલાઓ અત્યારે ગુજરાતમાં કેટલી સુરક્ષિત છે? તે એક મોટો સવાલ છે. ઘટનાની વાત કરવામાં આવે તો, પ્રેમમાં નિષ્ફળતા મળતાં રાજકોટમાં લોહિયાળ જંગ ખેલાયો હોવાની ઘટના સામે આવી છે. કુવાડવા રોડ પાસે રંગીલા સોસાયટીમાં રહેતા 35 વર્ષના યુવાને હુડકો ચોકડી નજીક રહેતી યુવતી પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: Gujarat: અંજાર-આદિપુર રોડ પર પોલીસ અને વાહનચાલક વચ્ચે બબાલ, Video સોશિયલ મીડિયામાં Viral

યુવકે યુવતી પર છરીના પાંચેક ઘા મારી દીધા

વધારે વિગતે વાત કરવામાં આવે તો, જંગલેશ્વરમાં રહેતી 23 વર્ષની યુવતી સાથે યુવકને છેલ્લા 10 વર્ષથી પ્રેમસંબંધ હતો. જોકે પ્રેમિકાની સગાઇ નક્કી થઇ જતાં યુવકે યુવતી પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. પ્રેમિકા જંગલેશ્વરના હુશેની ચોકમાં પોતાની મોટી બહેન સાથે માછલી વેચવા બેઠી હતી. તે દરમિયાન યુવકે ત્‍યાં જઇને યુવતી પર છરીના પાંચેક ઘા મારી દીધા હતાં. એટલું જ નહીં પરંતુ બાદમાં યુવકે પોતાના પેટમાં પણ ત્રણેક ઘા મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો: Viramgam ડાંગર કૌભાંડમાં ગુજરાત ફર્સ્ટનો પડઘો, 2 જ દિવસમાં સુફિયાન મંડલીનો કોન્ટ્રાક્ટ રદ્દ

પોલીસ આરોપીને પકડી સજા આપેઃ યુવતીનો ભાઈ

જો કે, બંને લોહીલુહાણ થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયાં છે. આ ઘટનામાં યુવતીની હાલત ગંભીર છે. પોલીસે હત્‍યાની કોશિશનો ગુનો નોંધવા કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે યુવતીના ભાઈએ નિવેદન આપતા કહ્યું કે, અમે પોલીસ ફરિયાદ કરી છે. અમારી માંગ છે કે પોલીસે આરોપીને પડકીને સજા આપે અને અમને ન્યાય અપાવે. પાંચ દિવસ પહેલા જ યુવતી સગાઈનું નક્કી કરવામાં આવ્યું હતું અને ગઈકાલે હુમલો થયો. જેથી પરિવારજનોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જો કે, અત્યારે ભક્તિનગર પોલીસ મથકે આરોપી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Boyfriend attacking girlfriendGujaratGujarat Crime NewsGujarat FirstGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsGujarati Top NewsLatest Crime NewsLatest Gujarati NewsRajkor Latest NewsRAJKOTRajkot Crime NewsRajkot News
Next Article