Rajkot: પાકિસ્તાની આરોપી સગીરની સજા પૂર્ણ થતા ઘરવાપસી, કલેકટર બન્યા બજરંગી ભાઇજાન
- રાજકોટ પોલીસે સગીરને અટારી બોર્ડર પર પરિવારને સોંપ્યો
- 2022માં પોરબંદર દરિયામાં પાકિસ્તાની બોટ પકડાઈ હતી
- માછીમારી બોટમાં પકડાયેલ સગીર ઓબ્ઝર્વેશન હોમમાં હતો
Rajkot: માણસની સાચી ઓળખ તેની માનવતા છે. તને કેટલા ઉદાર હ્રદયના છો તેના પરથી તમારૂ વ્યક્તિત્વ પણ નક્કી થયું હોય છે. આવી એક ઉદારતા રાજકોટમાં જોવા મળી છે. રાજકોટના જિલ્લા કલેક્ટર રિયલ બજરંગી ભાઇજાન બન્યાં છે. મળતી વિગતો પ્રમાણે 2022 માં પોરબંદર દરિયામાંથી એક પાકિસ્તાની બોટ પકડાઈ હતીં. આ પાકિસ્તાની બોટમાંથી મળેલા તરૂણને ઓબ્ઝર્વેશન હોમમાં રાખવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: Mehsana: ઊંઝા APMCની ચૂંટણીનું આજે પરિણામ, સવારે 9 વાગ્યાથી શરૂ થશે મતગણતરી
અઢી વર્ષ પહેલા પોરબંદર દરિયામાંથી પકડાયો હતો સગીર
આ યુવકને અઢી વર્ષ બાદ રાજકોટથી પરત પાકિસ્તાન મોકલવા આવ્યો છે. સપ્ટેમ્બરમાં કલેક્ટર અને તેમનો સ્ટાફ યુવકને અટારી બોર્ડર લઈ જઈને તેના માતા-પિતા સાથે મિલન કરાવ્યું છે. ગત સપ્ટેમ્બર માસમાં રાજકોટ જિલ્લા કલેકટરનો સ્ટાફ બાળકને લઇ અટારી બોર્ડર ગયો હતો. નોંધનીય છે કે, સગીર યુવક અને તેના માતા-પિતા સાથે મિલનના દ્રશ્યો ખુબ જ ભાવુક હતાં.
આ પણ વાંચો: CM ભૂપેન્દ્ર પટેલનું મોટું પગલું, ચિંતન શિબિરમાં બાદ કરી A.I ટાસ્કફોર્સની રચના
જાણો શું છે બાળકની હિસ્ટ્રી?
આ વાત છે 12-1-2022ની જ્યારે પોરબંદરના દરિયામાં માછીમારી કરતી એક પાકિસ્તાની બોટ પકડાઈ હતી. જેમાં એક બાળક સગીર પણ હતો. આ સમયે સગીર બાળક સામે જળસીમા ગેરકાયદે પ્રવેશ કરવા ફરિયાદ નોંધાઈ હતી. બાળ કિશોરને કસૂરવાર ઠેરવી રાજકોટ ઓબ્ઝર્વેશન હોમ રાજકોટ મોકલવામાં આવ્યો હતો. સજા બાદ બાળકની અઢી વર્ષની સજા પૂર્ણ થતાં પાકિસ્તાન મોકલવાની તૈયારીએ કરવામાં આવી હતી. રાજકોટ કલેક્ટર, તંત્ર સમાજ સુરક્ષા વિભાગ અને પોલીસ તંત્ર વધા બોર્ડર લઈ જવામાં આવ્યો હતો. 06/09/2024 ના રોજ વાધા બોર્ડર ખાતે લઇ જવામાં આવ્યો અને ત્યાં બાળકના માતા-પિતાને સોંપવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: Surat :કાપોદ્રા વિસ્તામાં યુવકને યુવતીઓને છેડતી કરવી ભારે પડી