Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Rajkot: "સંઘ ભાજપને કંટ્રોલ કરતું નથી અમે વોટ બેંકની રાજનીતિ નથી" RSSના વડા મોહન ભાગવતનું નિવદેન

Rajkot: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવત (Mohan Bhagwat) રાજકોટ (Rajkot) ની મુલાકાતે આવ્યા છે. અહીં તેમણે પ્રમુખ વ્યક્તિઓ અને વિચાર ગોષ્ઠિમાં સંઘની વિચારધારા, કાર્યપ્રણાલી તેમજ ભાવિ યોજનાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી છે.
rajkot   સંઘ ભાજપને કંટ્રોલ કરતું નથી અમે વોટ બેંકની રાજનીતિ નથી  rssના વડા મોહન ભાગવતનું નિવદેન
Advertisement
  • RSSના વડા મોહન ભાગવત (Mohan Bhagwat) રાજકોટ (Rajkot) ની મુલાકાતે
  • સંઘ વિચારધારા, કાર્યપ્રણાલી અને ભાવિ યોજના અંગે ચર્ચા કરી
  • સંઘ ભાજપને કંટ્રોલ કરતું નથી: મોહન ભાગવત
  • અમે વોટ બેંકની રાજનીતિ નથી: મોહન ભાગવત
  • આજે 1947 નથી કે કોઈ આપણા દેશને તોડી શકે: મોહન ભાગવત
  • "નવી પેઢી કોરી સ્લેટ છે તેની સાથે સંવાદની કલા શીખવી પડશે"

Rajkot: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવત (Mohan Bhagwat) રાજકોટ (Rajkot) ની મુલાકાતે આવ્યા છે. અહીં તેમણે પ્રમુખ વ્યક્તિઓ અને વિચાર ગોષ્ઠિમાં સંઘની વિચારધારા, કાર્યપ્રણાલી તેમજ ભાવિ યોજનાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી છે. મોહન ભાગવતે સ્પષ્ટ કર્યું કે સંઘ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને કંટ્રોલ કરતું નથી અને તેઓ વોટ બેંકની રાજનીતિમાં વિશ્વાસ રાખતા નથી.

Rajkot માં મોહન ભાગવતે હિંદુ-મુસ્લિમ સંબંધો પર શું કહ્યું?  

તેમણે કહ્યું કે, "આજે 1947 નથી કે કોઈ આપણા દેશને તોડી શકે." મોહન ભાગવતે હિંદુ-મુસ્લિમ સંબંધો પર બોલતા કહ્યું કે, બંને સમુદાયો સાથે રહી શકે છે, પરંતુ તેના માટે નિયમોનું પાલન કરવું પડશે. જો નહીં તો તેને પાળવું પડશે. તેમણે ઉમેર્યું કે મુસ્લિમો અંગેની નીતિને બાદ કરતા સંઘ મહાત્મા ગાંધીની વિચારધારા સાથે સહમત છે અને તેને અનુસરે છે.

Advertisement

RSS chief Mohan Bhagwat visits Rajkot- Gujarat First

Advertisement

નવી પેઢી વિશે મોહન ભાગવતનું નિવેદન

નવી પેઢી વિશે વાત કરતા તેમણે કહ્યું, "નવી પેઢી કોરી સ્લેટ છે, તેની સાથે સંવાદની કલા શીખવી પડશે."આરક્ષણના મુદ્દે મોહન ભાગવતે કહ્યું કે સ્વાર્થી રાજનીતિને કારણે તે પોલિટિકલ મુદ્દો બની ગયો છે. તેમણે રાજનીતિમાં ભપકાની વાત કરતા કહ્યું કે, "રાજનીતિ માટે જરૂરી હોય એટલો ભપકો કરો, ત્યાં સુધી ઠીક છે, વધુ ભપકો ન કરવો જોઈએ." સંઘના કાર્યકરોના જીવનશૈલી વિશે તેમણે જણાવ્યું કે તેઓ ટ્રેનમાં મુસાફરી કરે છે અને હોટલોને બદલે કાર્યકરોના ઘરે ઉતારો લે છે.

RSS chief Mohan Bhagwat visits Rajkot- Gujarat First

ગ્લોબલાઇઝેશન પર કરી આ ટિપ્પણી

ગ્લોબલાઇઝેશન પર ટિપ્પણી કરતા ભાગવતે કહ્યું કે પશ્ચિમી દેશો તેના નામે માત્ર પોતાનું હિત સાધે છે. આમ આ મુલાકાતમાં સંઘના કાર્યકર્તાઓ અને વિચારકો વચ્ચે વ્યાપક વાર્તાલાપ થયો, જેમાં રાષ્ટ્રીય એકતા અને સમાજસેવા પર ભાર મૂકવામાં આવ્યો. આ ઘટના સંઘની ગુજરાતમાં વધતી પ્રવૃત્તિઓને પ્રતિબિંબિત કરે છે.

આ પણ વાંચો:  Studio on Wheels: ગ્રાહકમાંથી બન્યા ઉત્પાદક! મસાલી ગામના લોકો સૂર્યના કિરણોમાંથી કેવી રીતે કમાણી કરી રહ્યા છે?

Tags :
Advertisement

.

×