ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rajkot: સમૂહ લગ્નના નામે છેતરપિંડી કરનાર ત્રણ આરોપીની ધરપકડ, ચંદ્રેશ છત્રોલા હજી પણ ફરાર

Rajkot: આ છેતરપિંડી મુદ્દે ત્રણ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસ દ્વારા આરોપી દિલીપ ગોહિલ, દિપક હીરાણી અને મનીષ વિઠ્ઠલાપરાની અટકાયત કરવામાં આવી છે.
10:45 PM Feb 22, 2025 IST | VIMAL PRAJAPATI
Rajkot: આ છેતરપિંડી મુદ્દે ત્રણ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસ દ્વારા આરોપી દિલીપ ગોહિલ, દિપક હીરાણી અને મનીષ વિઠ્ઠલાપરાની અટકાયત કરવામાં આવી છે.
Rajkot
  1. પોલીસ દ્વારા ત્રણ લોકોની ધરપકડ કરી લેવામાં આવી
  2. દિલીપ ગોહિલ, દિપક હીરાણી અને મનીષ વિઠ્ઠલાપરાની અટકાયત
  3. મુખ્ય આરોપી જેના બીજેપીનો કાર્યકર્તા હોવાનું ચર્ચાઈ રહ્યું છે

Rajkot: રાજકોટમાં સર્વ જ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં કુલ 28 યુગલોના લગ્ન કરવા માટે સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આપેલા સમય પ્રમાણે જાન લઈને વરપક્ષ વાળા અને કન્યા પક્ષાના લોકો આવી પણ ગયાં હતા. પરંતુ આયોજકો ફરાર થઈ ગયાં હોવાની વિગતો સામે આવી હતી. જેમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી અને ત્રણ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, હજી આ છેતરપિંડીનો મુખ્ય આરોપી ચંદ્રેશ છત્રોલા હજી પણ ફરાર હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો: Rajkot: સમૂહ લગ્નના આયોજકનું ભાજપ કનેક્શન સામે આવ્યું!જાણો શું છે હકીકત

પોલીસે પહેલા લગ્ન કરાવ્યા અને હવે આરોપીઓને પણ ઝડપી પાડ્યા

નોંધનીય છે કે, આ છેતરપિંડી મુદ્દે ત્રણ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસ દ્વારા આરોપી દિલીપ ગોહિલ, દિપક હીરાણી અને મનીષ વિઠ્ઠલાપરાની અટકાયત કરવામાં આવી છે. જો કે, મુખ્ય આરોપી જેના બીજેપીનો કાર્યકર્તા હોવાનું ચર્ચાઈ રહ્યું છે તે હજી પણ પોલીસની પકડમાં આવ્યો નથી. મળતી વિગતો પ્રમાણે ટૂંક સમયમાં પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાશે. આજની આ ઘટનાએ રાજ્યભરમાં દરેકને ચોંકાવી દીધા છે.

આ પણ વાંચો: Bharuch: હેલિકોપ્ટરમાં જાન કાઢવા સામે આદિવાસી સમાજ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરનારા વ્યક્તિની ધરપકડ

છેતરપિંડીનો મુખ્ય સૂત્રધાર ચંદ્રેશ છત્રોલા હજી પણ ફરાર

સમૂહ લગ્નમાં આવેલા વરઘોડિયાઓની આંખમાં આંસુ જોવા મળ્યાં હતા. તેમની વેદનના આંખોથી છલકાઈ રહીં હતી. જો કે, બાદમાં રાજકોટ પોલીસે આવીને સમૂહ લગ્ન કરાવ્યાં પણ ખરા પરંતુ ફરાર આરોપીઓનું શું? આ અંગે અત્યારે મહત્વના સમાચાર સામે આવ્યાં છે. મૂળ વાત તો એ છે કે, સમૂહ લગ્નના મુખ્ય આયોજકનું ભાજપ કનેક્શન સામે આવ્યું છે. લોકોથી બચવા ચંદ્રેશ છત્રોલા હોસ્પિટલમાં દાખલ થયો હોવાનું પણ સામે આવ્યું હતું, પરંતુ અત્યારે તે પણ ફરાર હોવાનું સામે આવ્યું છે. અન્ય ત્રણ આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી છે.

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Next Article