Satadhar Vivad : Gujarat First સાથે નરેન્દ્ર બાપુની ખાસ વાતચીત, વિજયભગત-ગીતાબેન અંગે કરી વાત
- Satadhar Vivad માં નરેન્દ્ર બાપુ સાથે Gujarat First ની ખાસ વાતચીત
- સતાધારમાં વિજય ભગતની હકાલપટ્ટી નિશ્ચિત છે : નરેન્દ્ર બાપુ
- હું ખોટો છું તો મારી સામે ફરિયાદ કેમ નથી કરતા : નરેન્દ્ર બાપુ
- સતાધારનાં મહંત વિવાદને લઈ રણમલબાપુનો વધુ એક વીડિયો આવ્યો સામે
સતાધાર વિવાદમાં (Junagadh Satadhar Vivad) નરેન્દ્ર બાપુએ ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત કરી છે. દરમિયાન, સતાધાર જગ્યા પરથી વિજય ભગતની હકાલપટ્ટી નિશ્ચિત છે તેમ નરેન્દ્ર બાપુએ જણાવ્યું હતું. ઉપરાંત, નરેન્દ્ર બાપુએ (Mahant Narendra Bapu) પડકાર ફેંકતા કહ્યું હતું કે, જો હું ખોટો છું તો મારી સામે ફરિયાદ કેમ નથી કરતા. વિજયભગત અને નરેન્દ્ર બાપુ વચ્ચે 20 દિવસ પહેલા થયેલી વાતચીત અંગે પણ તેમણે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) પર જણાવ્યું હતું.
આ પણ વાંચો - Surat : હૈયું કંપાવી દે એવા CCTV ફૂટેજ! શાળાનાં ટ્રસ્ટી અને આચાર્યના નિવેદનમાં વિરોધભાસ!
જો હું જો ખોટો છું મારી સામે કેમ ફરિયાદ નથી કરતા : નરેન્દ્ર બાપુ
સતાધાર વિવાદ (Junagadh Satadhar Vivad) અટકવાનું નામ નથી લઈ રહ્યો. આ વિવાદમાં એક પછી એક સંતો-મહંતોની પ્રતિક્રિયા સામે આવી રહ્યા છે. દરમિયાન, આપાગીગા ઓટલાનાં મહંત નરેન્દ્ર સોલંકીએ (Mahant Narendra Bapu) ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત કરી છે. તેમણે કહ્યું કે, સતાધારમાંથી વિજયભગતની હકાલપટ્ટી નિશ્ચિત છે. મહંત નરેન્દ્ર સોલંકીએ પડકાર ફેંકતા કહ્યું કે, જો હું જો ખોટો છું મારી સામે કેમ ફરિયાદ નથી કરતા. હું આગામી સમયમાં ફોજદારી ચેરિટી સહિત ફરિયાદની તૈયારી કરી રહ્યો છું. આ સાથે મહંત નરેન્દ્ર સોલંકીએ આરોપ લગાવી વિજયભગત (Vijay Bhagat) સ્ટેજ પર નશો કરતા હોવાની વાત કરી હતી.
આ પણ વાંચો - Surat : સમાજ અગ્રણીઓની ચીમકી, આચાર્ય-વિદ્યાર્થિનીની માતા વચ્ચે ટેલિફોનિક વાતચીતનો ઓડિયો આવ્યો સામે
વિજયભગતે ભારતમાં આપાગીગાની જગ્યાને વગોવી છે : રણમલ બાપુ
મહંત નરેન્દ્ર સોલંકીએ ગુજરાત ફર્સ્ટ (Gujarat First) સાથે વિજયભગત અને તેમની વચ્ચે 20 દિવસ પહેલા થયેલી વાતચીત અંગે માહિતી આપી હતી. વિજયભગત અને ગીતાબેન અંગે આગામી સમયમાં મોટા ખુલાસા થશે તેવો તેમણે દાવો કર્યો હતો. જણાવી દઈએ કે, વિવાદ મામલે રણમલ બાપુનો વધુ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ મહંત વિજયબાપુ પર જ્ઞાતિવાદ કરવાનો આરોપી લગાવી રહ્યા છે. તેમણે (Ranmal Bapu) કહ્યું કે, વિજયભગતે ભારતમાં આપાગીગાની જગ્યાને વગોવી છે. આ સાથે તેમણે સતાધાર ગાદીની આસ્થા જાળવી રાખતા પૂર્વ સંતોનાં વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે, નરેન્દ્રબાપુને ટ્રસ્ટમાં લો, અન્ય અધિકારીઓને પણ સામેલ કરો. કોમવાદ જ કરવો છે તો સામે આવી જાવ.
આ પણ વાંચો - બનાસકાંઠા જિલ્લા વિભાજનનાં વિરોધ વચ્ચે Sthanik Swaraj ચૂંટણી જાહેર, BJP-કોંગ્રેસે કર્યાં દાવા!