Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Saurashtra Cricket Association માં ભડકો, સુપ્રીમકોર્ટના આદેશ છતાં મનમાની, હાઈકોર્ટે તપાસ કમિટી નિમી!

ગુજરાતના એક પ્રતિષ્ઠિત રમત સંગઠનમાં લાંબા સમયથી ચાલતી આંતરિક ગતિવિધિઓ હવે કાયદાના સકંજામાં આવી ગઈ છે. સત્તા અને વગનો દુરુપયોગ કરીને ચોક્કસ જૂથ શાસન ચલાવી રહ્યું હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. આ મામલે ન્યાયતંત્રએ આકરું વલણ અપનાવીને એક વિશેષ કમિટીની જાહેરાત કરી છે. આ હલચલથી રમત જગતના કાયદાકીય વર્તુળોમાં મોટો ખળભળાટ મચી ગયો છે.
saurashtra cricket association માં ભડકો  સુપ્રીમકોર્ટના આદેશ છતાં મનમાની  હાઈકોર્ટે તપાસ કમિટી નિમી
Advertisement
  • Saurashtra Cricket Association સામે હાઈકોર્ટ નારાજ
  • એક જ પરિવારના સભ્યોનો દબદબો હોવાના આક્ષેપ સાથે વકર્યો વિવાદ
  • ગુજરાત હાઈકોર્ટે નિવૃત્ત સુપ્રીમકોર્ટ જજની અધ્યક્ષતામાં તપાસ કમિટી રચી
  • હાઈકોર્ટની તપાસ કમિટી આવતીકાલે રાજકોટ પહોંચીને બે દિવસ સુધી સભ્યોને સાંભળશે

Saurashtra Cricket Association માં ચાલી રહેલો આંરિક વિખવાદ ફરી એકવાર વિવાદના ઘેરામાં આવી છે. દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમકોર્ટ (Supreme Court) ના સ્પષ્ટ આદેશો હોવા છતાં ક્રિકેટ એસોસિએશન પોતાની મનમાની ચલાવી રહ્યું હોવાના આરોપ થયા છે. આ અણધારી મનમાનીના કારણે રમત સંસ્થા સાથે જોડાયેલા અન્ય સભ્યોની મુશ્કેલીઓ સતત વધી રહી છે. નિયમોનું ઉલ્લંઘન થતાં આ મામલો હવે કાયદાકીય રીતે વધુ ગંભીર બન્યો છે.

Saurashtra Cricket Association_GUJARAT 0

Advertisement

Saurashtra Cricket Association માં એક જ પરિવારની ઈજારાશાહી!

આ સમગ્ર વિવાદ પાછળ એસોસિએશનમાં ચાલતો પરિવારવાદ (nepotism) મુખ્ય કારણ છે. સંસ્થામાં એક જ પરિવારના સભ્યો વર્ષોથી પ્રભુત્વ ભોગવી રહ્યો હોવાનો આક્ષેપ છે, જેની સામે સુપ્રીમકોર્ટમાં એક જાહેરહિતની અરજી (Public Interest Litigation) દાખલ થઈ હતી. જો કે, સુપ્રીમકોર્ટના હુકમનો અનાદર થતાં ગુજરાત હાઈકોર્ટે (High Court) આકરું વલણ અપનાવ્યું છે. હાઈકોર્ટે તાત્કાલિક પગલાં ભરીને સુપ્રીમકોર્ટના નિવૃત્ત જજ (retired Supreme Court judge) ની આગેવાની હેઠળ એક ઉચ્ચ સ્તરીય તપાસ કમિટી (investigation committee) ની રચના કરી દીધી છે.

Advertisement

આ પણ વાંચો----- મોંઘવારીનો બમણો ડામ, Petrol અને diesel ના ભાવમાં ભડકો, Ahmedabad અને Bhavnagar માં શું છે રેટ?

કમિટી Rajkot માં બે દિવસ સુધી સુનાવણી કરશે

હાઈકોર્ટે નીમેલી આ વિશેષ તપાસ સમિતિ આવતીકાલે રાજકોટ (Rajkot) ની મુલાકાતે આવી રહી છે. રાજકોટમાં આ સમિતિ બે દિવસ (2 days) સુધી રોકાશે અને સમગ્ર મામલાની ઝીણવટભરી તપાસ કરશે. કમિટી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સાથે સંલગ્ન તમામ જિલ્લાના એસોસિયેશન મેમ્બર્સ (association members) ને રૂબરૂ મળશે. તમામ જિલ્લાના સભ્યોને પોતાની રજૂઆતો અને મહત્વના સૂચનો આપવા માટે સત્તાવાર રીતે બોલાવવામાં આવ્યા છે. આવતીકાલથી શરૂ થનારી આ પ્રક્રિયામાં તમામ સભ્યોની દલીલો સાંભળવામાં આવશે.

SCA માં એક જ પરિવારનો દબદબો?

એસોસિએશનના સભ્યોની યાદી જોતાં આ આશ્ચર્યજનક વિગતો સામે આવી છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં કુલ 498 મેમ્બર (498 members) નોંધાયેલા છે, જેમાંથી મોટા ભાગના સભ્યો માત્ર એક જ પરિવાર સાથે સીધો સંબંધ ધરાવે છે. આ રમત સંસ્થામાં લાંબા સમયથી એક જ પરિવારની ઈજારાશાહી (monopoly) ચાલતી હોવાના આક્ષેપ મજબૂત બન્યા છે. ભૂતકાળમાં પણ આ ક્રિકેટ એસોસિએશન પોતાના આંતરિક પરિવારવાદ અને સત્તાના દુરુપયોગના લીધે અવારનવાર મોટા વિવાદોમાં આવી ચૂક્યું છે.

Saurashtra Cricket Association_GUJARAT 01

Sports world માં ભારે ખળભળાટ

હાઈકોર્ટની આ આકરી કાર્યવાહીના કારણે સૌરાષ્ટ્રના ક્રિકેટ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. વર્ષોથી સત્તા પર પકડ જમાવીને બેઠેલા હોદ્દેદારોમાં ફફડાટ વ્યાપ્યો છે. નિવૃત્ત જજની તપાસમાં કયા નવા ખુલાસા થાય છે તેના પર હવે સૌની નજર મંડાયેલી છે.

આ પણ વાંચો----- Rajkot oil price hike : યુદ્ધની અસર હવે તમારા રસોડા પર! ખાદ્યતેલના ભાવમાં ભારે વધારો

 

Tags :
Advertisement

.

×