Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Rajkot: પ્રમોશન મેળવવા પ્રોફેસરનો મોટો ખેલ ખુલ્લો પડી ગયો

Rajkot: રાજકોટમાં પ્રમોશન મેળવવા પ્રોફેસરનો મોટો ખેલ સામે આવ્યો છે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસર વિવાદમાં આવ્યા છે. પ્રોફેસર ડો. કમલ મહેતા સામે શૈક્ષણિક છેતરપિંડીનો આરોપ છે. તથા પ્રમોશન મેળવવા જૂની તારીખમાં પેપર છપાવ્યાનું RTIમાં સામે આવ્યું છે. તેમજ જૂની તારીખમાં સંશોધન પેપર છપાવી ગેરરીરિત આચરી છે. જેમાં શિક્ષણનીતિ 2020માં આવી તેના વિશે 2015માં સંશોધન કર્યું હતુ.
rajkot  પ્રમોશન મેળવવા પ્રોફેસરનો મોટો ખેલ ખુલ્લો પડી ગયો
Advertisement
  • Rajkot: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસર આવ્યા વિવાદમાં
  • પ્રોફેસર ડો. કમલ મહેતા સામે શૈક્ષણિક છેતરપિંડીનો આરોપ
  • જૂની તારીખમાં સંશોધન પેપર છપાવી ગેરરીરિત આચરી

Rajkot: રાજકોટમાં પ્રમોશન મેળવવા પ્રોફેસરનો મોટો ખેલ સામે આવ્યો છે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસર વિવાદમાં આવ્યા છે. પ્રોફેસર ડો. કમલ મહેતા સામે શૈક્ષણિક છેતરપિંડીનો આરોપ છે. તથા પ્રમોશન મેળવવા જૂની તારીખમાં પેપર છપાવ્યાનું RTIમાં સામે આવ્યું છે. તેમજ જૂની તારીખમાં સંશોધન પેપર છપાવી ગેરરીરિત આચરી છે. જેમાં શિક્ષણનીતિ 2020માં આવી તેના વિશે 2015માં સંશોધન કર્યું હતુ.

2015માં પ્રસિદ્ધ કરેલા પેપરમાં NEP2020નો ઉલ્લેખ કર્યો

2015માં પ્રસિદ્ધ કરેલા પેપરમાં NEP2020નો ઉલ્લેખ કર્યો છે. તેમાં 2015માં કોઈ વ્યક્તિને 2020ની નીતિ વિશે કેવી રીતે ખબર પડે? તેથી સમગ્ર મામલે સરકારે યુનિવર્સિટી પાસેથી ખુલાસો માંગ્યો છે. તેમજ ડોક્ટર નિદત બારોટે કુલસચિવને લેખિત ફરિયાદ કરી છે.

Advertisement

Advertisement

યુનિવર્સિટીમાં શૈક્ષણિક લાયકાતના નામે ચાલતો ખેલ સામે આવ્યો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શૈક્ષણિક લાયકાતના નામે ચાલતો ખેલ સામે આવ્યો છે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજી ભવનના ડો.કમલ મહેતાની RTI માં પોલ ખુલ્લી પડી છે. જે શિક્ષણ નીતિ અમલવારી 2020 માં થઈ તે શિક્ષણ નીતિ જાણ 2015 માં ડો.કમલ મહેતા સંશોધન કરી નાખ્યાનો મોટો વિવાદ સામે આવ્યો છે.

Rajkot: કુલસચિવને સમગ્ર મામલે લેખિત ફરિયાદ પણ કરવામાં આવી

ડો.કમલ મહેતા પ્રમોશન મેળવવા જૂની તારીખોમાં પેપર છપાવ્યા હોવાનો RTI સામે આવ્યું છે. જોકે આ સમગ્ર મામલે રાજય સરકાર દ્વારા પણ યુનિવર્સિટી પાસે ખુલાસા માંગવામાં આવ્યા છે. ડો.કમલ મહેતા 2015 ના પેપર માં NEP 2020 નો ઉલેખ કર્યો છે. તથા 2020 માં આવનારી નીતિ વિશે 2015 માં કેમ ખબર હોઈ મોટો સવાલ ઉત્પન્ન થયો છે. જેમાં ડો.કમલ મહેતા સામે ગંભીર શૈક્ષણિક છેતરપિંડીના આરોપ લાગ્યા છે. તેમજ ડો. નિદત બારોટ દ્વારા કુલસચિવને સમગ્ર મામલે લેખિત ફરિયાદ પણ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Ahmedabad: વિદ્યાર્થીઓમાં વધતી હિંસાત્મક માનસિકતા શિક્ષણ જગત અને વાલીઓ માટે ચેતવણી

Tags :
Advertisement

.

×