Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkotમાં SIR અભિયાન : એક મહિનામાં 23.91 લાખ મતદારોના ડેટા કરાશે અપડેટ

Rajkot જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયાને વધુ પારદર્શક અને અદ્યતન બનાવવા માટે વહીવટી વિભાગ દ્વારા શરૂ કરાયેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અભિયાનની કામગીરી આજે જિલ્લા કલેક્ટર દ્વારા જાહેર કરવામાં આવી છે. આ અભિયાન હેઠળ 8 વિધાનસભા બેઠકોમાંથી 23.91 લાખ મતદારોની માહિતીને એકત્ર કરીને અપડેટ કરવામાં આવશે, જેની કામગીરી એક મહિનાની અંદર પૂર્ણ કરવામાં આવશે. આ પ્રક્રિયા ચૂંટણી વર્ષના આગમન સાથે મતદાર યાદીને વધુ ચોક્કસ અને વિશ્વસનીય બનાવવા માટે શરૂ કરાઈ છે.
rajkotમાં sir અભિયાન   એક મહિનામાં 23 91 લાખ મતદારોના ડેટા કરાશે અપડેટ
Advertisement
  • Rajkotમાં SIR અભિયાન  : 23.91 લાખ મતદારોની માહિતી એક મહિનામાં અપડેટ!
  • કલેક્ટરની માહિતી : BLO દ્વારા ઘર-ઘર ફોર્મ, ડુપ્લિકેટ વોટર કાર્ડ રદ!
  • રાજકોટ SIR કામગીરી : 8 વિધાનસભા મતદાર યાદીને ત્રણ તબક્કામાં શુદ્ધ કરશે
  • ચૂંટણી તૈયારીમાં વેગ : રાજકોટમાં એક મહિનામાં 23 લાખ વોટર ડેટા એકત્ર
  • SIRથી મતદાર યાદી સુરક્ષિત : રાજકોટ કલેક્ટરનો બે સ્થળે કાર્ડવાળા વોટરને ચેતવણી

Rajkot: રાજકોટ જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયાને વધુ પારદર્શક અને અદ્યતન બનાવવા માટે વહીવટી વિભાગ દ્વારા શરૂ કરાયેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અભિયાનની કામગીરી આજે જિલ્લા કલેક્ટર દ્વારા જાહેર કરવામાં આવી છે. આ અભિયાન હેઠળ 8 વિધાનસભા બેઠકોમાંથી 23.91 લાખ મતદારોની માહિતીને એકત્ર કરીને અપડેટ કરવામાં આવશે, જેની કામગીરી એક મહિનાની અંદર પૂર્ણ કરવામાં આવશે. આ પ્રક્રિયા ચૂંટણી વર્ષના આગમન સાથે મતદાર યાદીને વધુ ચોક્કસ અને વિશ્વસનીય બનાવવા માટે શરૂ કરાઈ છે.

Rajkot ક્લેક્ટરે આપી વિસ્તારપૂર્વક માહિતી

કલેક્ટરે જણાવ્યું કે, મતદારોના ઘરે પહોંચીને ફોર્મનું વિતરણ અને ડેટા એકત્રીકરણની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ કાર્ય બૂથ લેવલ ઓફિસર (BLO) દ્વારા ત્રણ તબક્કામાં કરવામાં આવશે, જેમાં પ્રથમ તબક્કામાં ફોર્મ વિતરણ, બીજા તબક્કામાં ભરેલા ફોર્મનું એકત્રીકરણ અને ત્રીજા તબક્કામાં ડેટા વેરિફિકેશનનો સમાવેશ થશે. જરૂર પડે તો મતદારોને તેમના રહેણાંકનના આધારે વધારાની સુવિધાઓ પણ આપવામાં આવશે, જેમ કે મોબાઈલ નંબર અપડેટ અથવા આઈડી પ્રૂફની ચકાસણી કરવામાં આવશે.

Advertisement

Advertisement

આ અભિયાનના મુખ્ય ઉદ્દેશ્યોમાંથી એક એ પણ છે કે, જો કોઈ વ્યક્તિનું બે અલગ-અલગ સ્થળોએ ચૂંટણીકાર્ડ જનરેટ થયેલું હોય તો તેને તાત્કાલિક રદ કરવામાં આવશે. આનાથી ડુપ્લિકેટ વોટિંગની સમસ્યા દૂર થશે અને મતદાર યાદીની શુદ્ધતા વધશે. કલેક્ટરે અપીલ કરી કે, મતદારો BLOની મુલાકાત લે ત્યારે તેમની માહિતી યોગ્ય રીતે અપડેટ કરાવે, જેથી આવતી વિધાનસભા ચૂંટણીમાં કોઈ અડચણ ન રહે. આ અભિયાન ગુજરાતભરમાં ચલી રહ્યું છે, પરંતુ રાજકોટ જિલ્લામાં તેની તીવ્રતા વધુ છે કારણ કે અહીં મોટી સંખ્યામાં શહેરી અને ગ્રામીણ મતદારો છે.

આ SIR અભિયાનથી લાખો મતદારોને લાભ થશે અને ચૂંટણી પ્રક્રિયા વધુ સ્વચ્છ બનશે. વહીવટી અધિકારીઓએ જણાવ્યું કે, કામગીરીની પ્રગતિ પર નિયમિત નજર રાખવામાં આવશે અને જરૂરી પડે તો વધુ સ્ટાફ તૈનાત કરવામાં આવશે. મતદારોને સલાહ આપવામાં આવી છે કે, તેઓ વોટર હેલ્પલાઈન 1950 અથવા NVSP પોર્ટલ પર પણ તેમની માહિતી તપાસી શકે છે.

આ પણ વાંચો- Morbi : 8 ગામના ખેડૂતોએ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર : પાક નુકસાનીનું વળતર અને સંપૂર્ણ દેવા માફીની માગ

Tags :
Advertisement

.

×