Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Rajkot News: શ્વાનનો આતંક યથાવત ! છેલ્લા 4 મહિના 6 હજાર લોકોને બચકાં ભર્યા

Rajkot News: એકબાજુ રખડતા શ્વાનના મામલે દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટ (Supreme Court) કડક વલણ અપનાવી રહી છે, ત્યારે બીજી તરફ રાજકોટ શહેરમાં રખડતા શ્વાનનો આતંક (Stray Dog Menace Rajkot) ચિંતાજનક સ્તરે પહોંચી ગયો છે.
rajkot news  શ્વાનનો આતંક યથાવત   છેલ્લા 4 મહિના 6 હજાર લોકોને બચકાં ભર્યા
Advertisement
  • Rajkot News: ડાઘીયાઓનો આતંક, 17 હજારથી વધુ ભોગ બન્યા!
  • સુપ્રીમ કોર્ટના કડક વલણ વચ્ચે રાજકોટનો ચોંકાવનારો કિસ્સો
  • છેલ્લા માત્ર 4 મહિનામાં જ 6,000 લોકોને શ્વાને ભર્યા બચકા

Rajkot News: એકબાજુ રખડતા શ્વાનના મામલે દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટ (Supreme Court) કડક વલણ અપનાવી રહી છે, ત્યારે બીજી તરફ રાજકોટ શહેરમાં રખડતા શ્વાનનો આતંક (Stray Dog Menace Rajkot) ચિંતાજનક સ્તરે પહોંચી ગયો છે. મહાનગરપાલિકાના સત્તાવાર ચોપડે નોંધાયેલા આંકડાઓ એટલા ચોંકાવનારા છે કે જે રાજકોટવાસીઓની સુરક્ષા સામે મોટા સવાલો ઊભા કરે છે. પ્રાપ્તથતી માહિતી અનુસાર વર્ષ 2025 દરમિયાન સમગ્ર રાજકોટમાં કુલ 17,634 લોકો શ્વાન કરડવાનો (Dog Bite Cases) શિકાર બન્યા હોવાની સત્તાવાર વિગતો સામે આવી છે.

છેલ્લા 4 મહિનામાં 6 હજાર કેસ નોંધાયા

ઉલ્લેખનીય છે કે રાજકોટમાં રખડતા શ્વાનનો ત્રાસ કેટલો વધી ગયો છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે ચાલુ વર્ષના છેલ્લા માત્ર ચાર મહિનામાં જ 6 હજાર જેટલા લોકોને શ્વાને બચકા ભર્યા છે.

Advertisement

રાજકોટમાં રખડતા શ્વાનના ત્રાસ કઈ હદે વધી ગયો છે તેનો અંદાજ એ વાત પરથી જ લગાવી શકાય તેમ છે કે ચાલુ વર્ષના શરૂઆતના માત્ર ચાર મહિનામાં જ 6,000 જેટલા લોકો શ્વાન કરડવાનો શિકાર બન્યા છે. મનપાના આરોગ્ય વિભાગના સત્તાવાર અહેવાલ મુજબ, વર્ષની શરૂઆત થતાં જ જાન્યુઆરી માસમાં સૌથી વધુ 1,695 લોકોને શ્વાને બચકા ભર્યા હતા, જ્યારે ફેબ્રુઆરી માસમાં આ આંકડો 1,372 નોંધાયો હતો. આ સિવાય માર્ચ મહિનામાં શ્વાન કરડવાના વધુ 1,379 કેસ સામે આવ્યા હતા અને એપ્રિલ માસમાં પણ ડાઘીયાઓનો આતંક યથાવત રહેતા વધુ 1,553 લોકોને શિકાર બનાવ્યા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે.

Advertisement

કરોડો રૂપિયાનું આંધણ છતાં પરિણામ 'ઝીરો'

રાજકોટ મહાનગરપાલિકા (Rajkot Municipal Corporation) દ્વારા શહેરમાં શ્વાનની વસ્તી નિયંત્રણમાં લેવા માટે ખસીકરણ પાછળ કરોડો રૂપિયાનું આંધણ (AMC Sterilization Fund) કરવામાં આવી રહ્યું છે. એનજીઓ અને એજન્સીઓ પાછળ લાખોના બિલ ચૂકવાઈ રહ્યા છે, છતાં સોસાયટીઓ અને જાહેર માર્ગો પર ડાઘીયાઓનો આતંક ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. સ્થાનિક રહીશોનો આરોપ છે કે મનપાની શ્વાન પકડવાની કામગીરી માત્ર કાગળ પર જ મજબૂત દેખાઈ રહી છે.

સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન અને હવે પછીની કાર્યવાહી

બજાર અને કાયદાકીય વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચા મુજબ, સુપ્રીમ કોર્ટે (Supreme Court Dog Order) હિંસક અને અત્યંત જોખમી બનેલા શ્વાનને ખાસ ઇન્જેક્શન આપીને મારી નાખવા સુધીની મંજૂરી ચોક્કસ શરતો સાથે આપી છે. આ કડક કાયદાકીય વલણ અને સ્થાનિક જનતાના ભારે આક્રોશ વચ્ચે રાજકોટ મહાનગરપાલિકા હવે કયા પ્રકારની કડક કાર્યવાહી કરે છે અને લોકોને આ ત્રાસમાંથી ક્યારે મુક્તિ અપાવે છે તે જોવું રહ્યું.

રાજકોટમાં નબીરાઓ બેફામ, સાયરન અને ફેન્સી નંબર પ્લેટ સાથે રોડ બાનમાં!

Tags :
Advertisement

.

×