ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Surendranagar: ચોટીલા-રાજકોટ હાઈવે પર કેબિનેટ મંત્રી રાઘવજી પટેલની કાર નડ્યો અકસ્માત

Surendranagar: ચોટીલા-રાજકોટ હાઈવે પર કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલની કારને મોડી રાતે અકસ્માત નડ્યો હોવાના સમાચાર સામે આવ્યાં છે
10:10 AM Jan 31, 2025 IST | VIMAL PRAJAPATI
Surendranagar: ચોટીલા-રાજકોટ હાઈવે પર કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલની કારને મોડી રાતે અકસ્માત નડ્યો હોવાના સમાચાર સામે આવ્યાં છે
Cabinet Minister Raghavji Patel
  1. ચોટીલા નજીક કાર-ટ્રક વચ્ચે ભીષણ ટક્કર
  2. રાઘવજી પટેલ ગાંધીનગરથી જામનગર જતા હતા
  3. પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

Surendranagar: ચોટીલા-રાજકોટ હાઈવે પર કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલની કારને મોડી રાતે અકસ્માત નડ્યો હોવાના સમાચાર સામે આવ્યાં છે.નોંધનીય છે કે, મોડી રાત્રે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ જામનગર જઈ રહ્યાં હતા, ત્યારે ચોટીલા-રાજકોટ હાઈવે પર અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. ગાંધીનગરથી જામનગર જતી વખતે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલની કારને ટ્રકે ટક્કર મારતાં સામાન્ય નુકસાન પહોંચ્યું હતું

આ પણ વાંચો: વિભાજનની ફરિયાદ હોય તો લેખિત રજૂઆત કરો! વિરોધને લઈને કલેક્ટરનો મહત્વનો નિર્ણય

બિનેટ મંત્રી રાઘવજી પટેલનો ચમત્કારિક બચાવ

વધારે વિગતે વાત કરવામાં આવે તો, અકસ્મામતમાં કેબિનેટ મંત્રી રાઘવજી પટેલનો ચમત્કારિક બચાવ થયો છે. જો કે, અન્ય કોઈ જાનહાનિ થઈ હોવાના પણ અહેવાલ મળ્યાં નથી. સામાન્ય ટક્કર હોવાથી કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ પોતાની કાર સાથે આગળ જામનગર તરફ જવા રાત્રે જ રવાના થઈ ગયા હતાં. તેમને વધારે કોઈ ઇજાઓ પણ થઈ નથી. જો કે, આ સમગ્ર મામલે પોલીસે આ અંગે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી દીધી છે.

આ પણ વાંચો: Gujarat: શું ગુજરાતમાં માવઠું થશે? ઠંડી અને માવઠાને લઈને હવામાન વિભાગે આપી વિગતો

પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

નોંધનીય છે કે, આ સુરક્ષામાં મોટી ચૂક હોવાનું જાણવા મળ્યું છે. કેબિનેટ મંત્રીને એક ટ્રક ટક્કર મારી દે છે. આ મામલે પોલીસ વધારે સચોટ તપાસ કરવી પડશે. જો કે, રાહતની વાત એ છે કે, કેબિનેટ મંત્રી રાઘવજી પટેલને કોઈ ઇજા થઈ નથી. સૂત્રો દ્વારા એવી વિગતો જાણવા મળી છે કે, આ માત્ર સામાન્ય ટક્કર હતી જેથી કેબિનેટ મંત્રી રાત્રે જ જામનગર જવા માટે નીકળી ગયાં હતાં.

આ પણ વાંચો: પાલિકા ચૂંટણી માટે BSP માંથી 2, અપક્ષમાંથી 2 ફોર્મ ભરાયાં, જાણો શું કહે છે રાજકીય પંડિતો ?

Tags :
accident newscabinet Minister Car AccidentCabinet Minister Raghavji PatelCabinet Minister Raghavji Patel car accidentCar AccidentCHOTILA - RAJKOT HIGHWAYGujaratGujarat FirstGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsGujarati Top NewsLatest Gujarati NewsRaghavji PatelRaghavji Patel car accidentSurendranagar
Next Article