Surendranagar Corruption Case: સુરેન્દ્રનગરના કલેક્ટરના બચાવની મુદ્રામાં આવી કોંગ્રેસ?
- Surendranagar Corruption Case: ઈ.ડી.ની રેડ મામલે યોજાયેલ બેઠકમાં અનેક આક્ષેપો
- કોંગ્રેસ નેતા નૌશાદ સોલંકીએ EDની રેડ અંગે આપ્યું નિવેદન
- આશાસ્પદ પાટીદાર IAS ઓફિસરનો ભોગ લેવાયો?: નૌશાદ સોલંકી
Surendranagar Corruption Case: ભ્રષ્ટાચાર કેસમાં EDની રેડ મુદ્દે હવે જ્ઞાતિવાદી રાજકારણ! જેમાં સુરેન્દ્રનગરના કલેક્ટરના બચાવની મુદ્રામાં આવી કોંગ્રેસ? કોંગ્રેસ નેતા નૌશાદ સોલંકીએ EDની રેડ અંગે નિવેદન આપ્યું છે. જેમાં જણાવ્યું છે કે આશાસ્પદ પાટીદાર IAS ઓફિસરનો ભોગ લેવાયો? ગુજરાતનો એકપણ કલેક્ટર આજે સલામત નથી. સામાન્ય માણસની અરજીથી ED રેડ ન પાડે. કેન્દ્રીય એજન્સીની તપાસમાં સ્થાનિક રાજકારણથી પણ સવાલ છે. ભ્રષ્ટાચારના કેસમાં કોંગ્રેસની જ્ઞાતિવાદી રાજનીતિનો શું મતલબ? તપાસ બાદ ભ્રષ્ટાચારના કેસમાં સત્ય હકીકત સામે આવશે.
જાણો સમગ્ર મામલો
સુરેન્દ્રનગર ખાતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને રાષ્ટ્રીય કોંગ્રેસ સેવા દળ દ્વારા ઈ.ડી.ની રેડ મામલે યોજાયેલ બેઠકમાં અનેક આક્ષેપો કરાયા છે. જેમાં જમીન કૌભાંડ મામલે ઈ.ડી. દ્વારા જિલ્લા ક્લેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલ પાટીદાર હોવાથી ભોગ લેવાયો હોવાનો પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદ સોલંકીએ આક્ષેપ કર્યો છે. ગુજરાતમાં ભ્રષ્ટાચાર સામેના જંગમાં સુરેન્દ્રનગર હાલ હોટસ્પોટ બન્યું હોય તેમ જણાય છે. ED (Enforcement Directorate) ના દરોડા બાદ હવે જિલ્લા તંત્ર દ્વારા આંતરિક તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે શનિ-રવિની રજામાં સરકારી કચેરીઓ સુમસામ હોય છે, પરંતુ સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં નજારો કંઈક અલગ જ જોવા મળ્યો છે. અધિકારીઓ અને કર્મચારીઓની ટીમે રજાના દિવસે પણ આખી રાત જાગીને શંકાસ્પદ ફાઈલોની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.
ભ્રષ્ટાચાર કેસમાં EDની રેડ મુદ્દે હવે જ્ઞાતિવાદી રાજકારણ!
સુરેન્દ્રનગરના કલેક્ટરના બચાવની મુદ્રામાં આવી કોંગ્રેસ?
કોંગ્રેસ નેતા નૌશાદ સોલંકીએ EDની રેડ અંગે આપ્યું નિવેદન
આશાસ્પદ પાટીદાર IAS ઓફિસરનો ભોગ લેવાયો?: સોલંકી
ગુજરાતનો એકપણ કલેક્ટર આજે સલામત નથીઃ નૌશાદ સોલંકી
સામાન્ય… pic.twitter.com/fF1Az60ryT— Gujarat First (@GujaratFirst) December 30, 2025
Surendranagar Corruption Case: શંકાસ્પદ વહીવટોનો પર્દાફાશ થશે!
ED દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી બાદ કલેક્ટર કચેરી (Collector Office) ની છબી ખરડાઈ છે, ત્યારે હવે તંત્ર દ્વારા તમામ શંકાસ્પદ વહીવટોનો પર્દાફાશ કરવા માટે કમર કસવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શનિવારે મોડી રાત સુધી કચેરીમાં લાઈટો ચાલુ હતી અને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ફાઈલોના પોટલાં ખોલવામાં આવ્યા હતા. આ તપાસનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ભૂતકાળમાં જે જમીનો બિનખેતી (NA) કરવામાં આવી છે, તેમાં ક્યાં અને કેવી રીતે ગેરરીતિ થઈ છે. આ તપાસમાં મુખ્યત્વે જમીન મહેસૂલ અને NA (Non-Agricultural) કરવામાં આવેલી ફાઈલો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ખાસ કરીને સોલાર એનર્જીના નામે જમીન સોદાઓ થયા હોવાનું બહાર આવ્યું છે. તેમાં મોટા પાયે ભ્રષ્ટાચારની આશંકા સેવાઈ રહી છે. કયા ગામમાં, કેટલી જમીન અને કયા ઉદ્યોગપતિ કે વ્યક્તિને ફાળવવામાં આવી છે તેનું સચોટ લિસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે. કેટલી ફાઈલોને NA ની મંજૂરી આપવામાં આવી?, આ ફાઈલો કોના દ્વારા અને કયા હેતુ માટે મૂકવામાં આવી હતી?, સોલાર પ્રોજેક્ટ્સ માટે અપાયેલી જમીનોની ફાઈલો કેટલી છે અને તે કયા ગામની છે?. તે તમામ વિગતો એકઠી કરાઈ રહી છે.
તારીખ અને વર્ષ વાઈઝ ડેટા તૈયાર કરવાની કામગીરી
તપાસને વધુ સચોટ બનાવવા માટે અધિકારીઓએ ડેટાનું વર્ગીકરણ શરૂ કર્યું છે. દરેક ફાઈલ કઈ તારીખે રજૂ થઈ, કયા મહિનામાં તેને મંજૂરી મળી અને કયા વર્ષનો આ કિસ્સો છે, તેની વિગતવાર નોંધણી કરવામાં આવી રહી છે. આ લિસ્ટમાં જેમના નામો ખુલશે તેમની સામે આગામી દિવસોમાં કડક કાર્યવાહી થઈ શકે છે. EDની તપાસમાં જે કડીઓ મળી છે તેને આ ફાઈલો સાથે જોડીને મોટા કૌભાંડનો પર્દાફાશ કરવાની દિશામાં તંત્ર આગળ વધી રહ્યું છે.
આ પણ વાંચો: જુદા-જુદા નથી હોતા ફિંગરપ્રિન્ટ્સ, AI એ જુની માન્યતા તોડી હવે બદલાશે ક્રાઇમ ઇન્વેસ્ટિગેશનની રીત?


