Surendranagar પોલીસ વડાની સૌથી મોટી કાર્યવાહી સામે આવી
- ચુડાના કંથારીયા ગામની સીમમાંથી જુગારધામ ઝડપાતા એક્શન
- ફરજમાં બેદરકારી બદલ પોલીસ કર્મીઓને કરાયા સસ્પેન્ડ
- જુગારધામ ચાલતુ હોવા છતા કાર્યવાહી કરવામાં આવી ન હતી
Surendranagar પોલીસ વડાની સૌથી મોટી કાર્યવાહી સામે આવી છે. જેમાં ચુડા પોલીસ સ્ટેશનના PI, PSI અને કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમાં ચુડાના કંથારીયા ગામની સીમમાંથી જુગારધામ ઝડપાતા એક્શન લેવામાં આવ્યું છે. જેમાં ફરજમાં બેદરકારી બદલ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરાયા છે. તેમાં PI એમ.આર.શેઠ તથા PSI એચ.એચ.જાડેજા સામે સસ્પેન્શનની કાર્યવાહી કરાઈ છે.
મોટાપાયે જુગારધામ ચાલતુ હોવા છતા કાર્યવાહી કરવામાં આવી ન હતી
મોટાપાયે જુગારધામ ચાલતુ હોવા છતા કાર્યવાહી કરવામાં આવી ન હતી. તેમજ LCBએ દરોડા પાડી 6 શખ્સોને દબોચ્યા હતા. ત્યારે ફરજમાં બેદરકારી બદલ ત્રણેય પોલીસ કર્મચારી સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા (DSP) ડો.ગિરીશકુમાર પંડ્યા દ્વારા ચુડા પોલીસ મથકના પી.આઈ., પીએસઆઈ અને કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવતા ચકચાર મચી છે. સ્થાનિક પોલીસ મથકની હદમાં મોટા પાયે જુગાર ધામ ચાલતું હોવા છતાં કાર્યવાહી નહિ કરી ફરજમાં બેદરકારી દાખવતા સસ્પેન્ડ કરાયા છે.
ત્રણેય પોલીસ કર્મચારીઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી
ચુડાના કંથારીયા ગામની સીમમાંથી થોડા દિવસો પહેલા એલસીબી પોલીસે જુગાર રમતા બે મહિલા સહિત 6 શખ્શોને રોકડ, મોબાઈલ, કાર સહિત કુલ રૂ.6.85 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. જેમાં ફરજમાં બેદરકારી દાખવવા બદલ ત્રણેય પોલીસ કર્મચારીઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે. તેમાં પી.આઈ, પીએસઆઈ અને કોન્સ્ટેબલ સહિત ત્રણ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરાતાં પોલીસ બેડામાં ચર્ચા શરૂ થઇ છે.
સસ્પેન્ડ કરવામાં આવેલ ત્રણ પોલીસ કર્મચારીઓ...
એમ. આર. શેઠ - પીઆઈ, ચુડા
એચ. એચ. જાડેજા - પીએસઆઈ, ચુડા
કરણસિંહ ભાડીયા - કોન્સ્ટેબલ, ચુડા
આ પણ વાંચો: Porbandar : ભાજપ કાર્યાલય સામે ગેરકાયદેસર દબાણો પર ચાલ્યું બુલડોઝર