Rajkot: AAP યુવા નેતા નંદની બોસમીયાનું શંકાસ્પદ મોત, શું હત્યા કરી મૃતદેહ લટકાવી દીધો હતો?
રાજકોટમાં 23 વર્ષીય AAP નેતા નંદની બોસમીયાએ શંકાસ્પદ સંજોગોમાં આપઘાત કર્યો છે. તે જૂનાગઢના અસલમ હુસેન સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેતી હતી. પરિવારજનોએ અસલમ પર શારીરિક-માનસિક ત્રાસનો અને હત્યાનો ગંભીર આક્ષેપ લગાવ્યો છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ જેતપુરના રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે શોકની લાગણી પ્રસરાવી દીધી છે.
Advertisement
Nandani Bosamiya suspicious Death: રાજકોટ શહેરમાંથી એક અત્યંત દુઃખદ અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જેતપુરના આમ આદમી પાર્ટી (AAP) ના યુવા નેતા અને પૂર્વ નગરપાલિકા (Municipality) ઉમેદવાર 23 વર્ષીય નંદની બોસમીયાનું શંકાસ્પદ સંજોગોમાં મોત નિપજ્યું છે. નંદનીએ પોતાના ઘરે ગળે ફાંસો (Hanging) ખાઈને આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે, પરંતુ આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે.

