‘મહાભારત જેવું કાંઈ થયું જ નથી’ જ્ઞાનપ્રકાશ સ્વામીના એક બાદ એક વિવાદિત વીડિયો વાયરલ
- હું નથી માનતો કે મહાભારત જેવું યુદ્ધ થયું હોય:જ્ઞાનપ્રકાશ
- તે દંતકથા અને પ્રસંગકથા હોઈ શકે:જ્ઞાનપ્રકાશ
- પહેલા જલારામ બાબા પર અને હવે મહાભારત પર વિવાદિત ટિપ્પણી
Gyan Prakash Swami Viral Video: સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાન પ્રકાશ સ્વામીએ તો વિવાદની વણઝાર ઊભી કરી દીધી છે. એક બાદ એક વિવાદિત વીડિયો સામે આવી રહ્યાં છે. પહેલા જલારામ બાબા પર બફાટ કર્યો અને હવે મહાભારત પર વિવાદિત ટિપ્પણી કરતા હોવાનો વીડિયો સામે આવ્યો છે. શા માટે પોતાના સંપ્રદાયને મોટો કરવા માટે આવા બફાટો કરવામાં આવી રહ્યાં છે? જ્ઞાન પ્રકાશ સ્વામી પોતે અજ્ઞાન હોય તેવા નિવેદનો કેમ આપી રહ્યાં છે? સ્વાભાવિક છે કે, અત્યારે આ સ્વામીનો રાજ્યભરમાં ભારે વિરોધ થઈ રહ્યો છે.
આ પણ વાંચો: બાવળા-બગોદરા હાઇવે પર હિટ એન્ડ રન ઘટના, એકનું મોત અને એક ગંભીર રીતે ઘાયલ
એક લેખક જેમ પુસ્તક લખે એવી કથા લખી:જ્ઞાનપ્રકાશ
વિગતે વાત કરવામાં આવે તો, જ્ઞાનપ્રકાશ સ્વામીના એક બાદ એક વિવાદિત વીડિયો સામે આવી છે. એક વીડિયો વાયરલ થયો છે જેમાં સ્વામી જ્ઞાન પ્રકાશ સ્વામી મહાભારતને લઈને ટિપ્પણી કરતો જોવા મળ્યાં છે. જ્ઞાન પ્રકાશ સ્વામી કહે છે કે, ‘મહાભારત જેવું કોઈ યુદ્ધ થયું હોય એવું મારા માનવામાં આવતું નથ, હું નથી માનતો કે મહાભારત જેવું યુદ્ધ થયું હોય! હા એ કથા દંતકથા કે પ્રસંગ કથા હોઈ શકે, કે કોઈ લેખકે લખેલી હોય.’ જ્ઞાન પ્રકાશનું માનવું છે કે, મહાભારતનું યુદ્ધ થયું નથી. મહાભારતને તેઓ એક કાલ્પનિક કથા કે દંતકથા માની રહ્યાં છે.
આ પણ વાંચો: Rajkot : તમારા છોકરાના અભ્યાસની જવાબદારી લઈશું : BJP નેતા સોનલબેન વસાણી
વાયરલ વીડિયોને લઈ સનાતનીઓમાં ફેલાયો ભારે રોષ
સ્વામી જ્ઞાન પ્રકાશ કહે છે કે, એક લેખક જેમ પુસ્તક લખે એવી કથા લખી છે. વાયરલ વીડિયોને લઈ સનાતનીઓમાં ભારે રોષ ફેલાયો છે. વ્યાસપીઠ પરથી સ્વામી આવી અજ્ઞાનની વાતો કરી રહ્યાં છે, જેના કારણે અસંખ્યા હિંદૂઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પહેલા જલારામ બાબા પર વિવાદિત ટિપ્પણી કરી હતી કે, વીરપુરમાં સ્વામી ગુણાતિનંદ સ્વામીના આશીર્વાદના કારણે અન્નક્ષેત્ર અને સદાવ્રત ચાલી રહ્યું છે. નોંધનીય છે કે, ઠેર ઠેર આ સ્વામીનો વિરોધ થઈ રહ્યો છે.